ફ્રૂટક્રીમ

સામગ્રી: 40 ગ્રામ હેવી ક્રીમ અથવા ફ્રેશ મલાઈ, 70 ગ્રામ સાકર, 1 મધ્યમ કદનુું કેળુ, 1 મધ્યમ કદનું સફરજન, 1 કેરી, 100 ગ્રામ દ્રાક્ષ, 6-7 કાજુ, 6-7 બદામ.

રીત: ક્રીમ અથવા મલાઈમાં સાકરને મિક્સ કરીને ફીણી લો. મલાઈને મિકસરમાં અથવા તો બીટરથી પણ ફીણી શકાય છે. ફીણતી વખતે એક બાબતનું ધ્યાન રાખવું કે મલાઈને એટલી બધી પણ ફીણવી ન જોઈએ કે તેમાંથી ઘી અથવા માખણ છૂટુ પડવા લાગે. કેળા, સફરજન અને કેરીના નાના ટુકડાઓ સમારી લો. બદામ અને કાજુના પણ નાના ટુકડા કરી લો. સમારેલાં ફળ દ્રાક્ષ અને મેવાને ક્રીમ સાકરવાળા મિશ્રણમાં નાખીને હલાવી દો. જો તમને રંગ અને સુગંધ જોઈતી હોય તો તેમાં બે ચમચી રુહ-અફઝા પણ નાખી શકો છો. હવે આ મિશ્રણને બે કલાક સુધી ફ્રિજમાં રાખી દો. તૈયાર છે તમારૂં ફ્રૂટ ક્રીમ..

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *