સોહરાબ અને ગોર્દઆફ્રીદ

ગોર્દઆફ્રીદે સોહરાબ ઉપર તીરોનો વરસાદ વરસાવવા માંડયો અને ડાબી અને જમણી બાજુએ લડાયક સવાર માફક તીરો ફેંકવા લાગી. સોહરાબને તે જોઈ ખેજાલત ઉપજી તે ગુસ્સામાં આવ્યો અને સેતાબ લડાઈ કરવા લાગ્યો. તેણે માથા ઉપર ઢાલ પકડી અને તેણીની તરફ ધસ્યો. ગોર્દઆફ્રીદે જ્યારે તેને આતશની માફક જોશમાં આવી પોતાના તરફ ધસી આવતો જોયો ત્યારે તેણીએ પોતાના હાથમાંથી કમાન બાજુએ મેલી દીધી અને પોતાના ઘોડાને તેજ કરી કુદતો કીધો. તેણીએ પોતાના નેજાને સોહરાબ તરફ તાંકયો અને ઘોડાને પણ લગમાથી તેજ કીધો. જ્યારે સોહરાબે પોતાના દુશ્મનને એમ લડાઈમાં તરેહવાર યુક્તિ કરતો જોયો, ત્યારે તે વાઘની માફક ગુસ્સામાં આવ્યો. તેણે પણ પોતાના ઘોડાની લગામ ખેંચી તેને તેજ કીધો અને આઝર ગુશસ્પ (એટલે વીજળીના આતશ)ની માફક ઝડપથી તેણીની સામે ધસ્યો. હાથમાં જાનને કબજ કરનાર નેજો પકડયો અને તેને પોતાની પીઠના પાછલા ભાગવેર વળાણ આપીને ગોર્દઆફ્રીદના કમરબંધ ઉપર તે એવો તો જોશથી માર્યો કે તેણીના શરીર ઉપરનું બખ્તર સઘળું ચીરાઈ ગયું પછી તેણે તેણીને ઘોડાના જીન ઉપરથી નેજાની ટોંચ ઉપર એવી તો રીતે સાફ ઉંચકી કાઢી કે જેમ એક દડાને ચોગાન હવામાં ઉંચકી કાઢે. જ્યારે ગોર્દઆફીદે પોતાને એમ ઘોડાના જીન ઉપરથી ઉચકાતી જોઈ કે તુર્ત તેણીએ મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી અને સોહરાબના નેજા ઉપર એવો તો સાફ ફટકો માર્યો કે તેના બે કટકા થઈ ગયા. અને તેથી તેણી પાછી ઘોડાના જીન ઉપર બેસી પડી. તેણીએ હવે પોતાની સોહરાબની લડાને લાયક જોઈ નહીં. તેથી સેબાબ તેના  તરફથી પોતાનો ઘોડો ફેરવી પાછું ફરવા માંડયું સોહરાબે ઘોડાની લગામ ઘોડાને સોંપીને ગુસ્સામાં ચકચુર થઈ તેણીની પુઠે ઘોડાને દપતાવ્યો. તેણે પોકાર મારતો આવી તેણીને પકડી પાડી, તેણીના માથા ઉપરથી કોલાહ ઉચકી નાખી તેમ છતાં તો તેણીના બાલ છુટા થઈ નીકળી પડયા અને તેણીનો રોશન ચહેરો ખોરશેદ માફક દેખાઈ આવ્યો. ત્યારેજ સોહરાબે જાણ્યું કે ‘આ તો એક જવાન છોકરી છે અને તેણીના સુંદર બાલ એક તાજને લાયકના  છે!’ તે અજબ થઈ ગયો અને બોલ્યો કે ‘જ્યારે ઈરાની લશ્કરમાંથી લડાઈના મેદાનમાં છોકરીઓ આવી બહાદુર રીતે લડે છે, ત્યારે લડાઈને દિવસે તેના જંગી મરદ સવારો તો આસમાન તલક લડાઈની ગેરદ ઉઠાવતા હશે! જો ઈરાનીઓની સ્ત્રીઓની સ્ત્રીઓ આવી છે તો લડાઈના ઉઠાવનારા તેના પહેલવાનો કેવા પ્રકારના હશે?’ એમ વિચાર કરી તેણે પોતાના જન સાથે બાંધેલી કમન્દ છોડી ગોર્દઆફ્રીદ ઉપર ફેકી અને તેણીને તેના બંદમાં લીધી: અને પછી તેણીને કહ્યુ કે ‘મારાથી તુ છુટી થવા (એટલે નાસવા)ના માગ. ઓ માહતાબ ચહેરેની બાનુ! તું શા કાજે લડાઈ શોધે છે? મારી જાળમાં તારા જેવું ગોરખર કદી આવ્યુ નથી. મારા હાથમાંથી હવે તું શીંગાર પામી છુટકારો પામનાર નથી.’ આ સખુનો સાંભળી હવે ગોર્દઆફ્રીદે પોતાનો ચેહરો ખુલ્લો કરી નાખ્યો. તેમ કરવા સિવાય તેણીએ ઈલાજ જોયો નહીં. તેણીએ તેને પોતાનો ચહેરો દેખાડયો અને કહ્યું કે ‘ઓ દલેર મરદ! તું દલેર મરદોમાં શેરની માફક છે.

(ક્રમશ)

Similar Posts

  • Caption This – 21st August

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 25th August 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • ભરૂચા બાગમાં ભવ્ય સમારંભ

    તા. 4થી નવેમ્બર 2017ને દિને બીપીપીએ સર શાપુરજી ભરૂચાબાગ ટ્રસ્ટ ડીડ સાઈન કરી 70 વર્ષ પૂરા કર્યા તથા ભરૂચાબાગ મલ્ટી સ્ટોર બિલ્ડિંગે પણ 25 વર્ષ પૂરા કર્યા તે માટે ભરૂચા બાગ રેસિડેન્ટસન વેલફેર એસોસિએશનએ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યુ. જશનની પવિત્ર ક્રિયા સાંજે 4.30 કલાકે એરવદ અરઝીન કટીલા, એરવદ પિરોજશાહ સિધવા, એરવદ પૌરૂષ પંથકી અને…

  • વાત્સલ્યની મૂર્તિ એટલે માં!!

    ઈશ્ર્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે! અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી! બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે? બાળક ઉદરમાં…

  • Film Review: Searching

    Originally planned as a seven-minute short (by the director’s own admission), former Google executive Aneesh Chaganty has helmed a rather impressive film in his debut feature outing. The title alludes to a father’s frantic hunt for his missing 16-year-old daughter. It was a happy threesome until David Kim’s (John Cho) wife passes away after a…

  • Demystifying Depression

    Depression is a term often used loosely to describe how we feel after a bad week at work or when we’re going through a breakup or some negative experience. However, clinical depression is much more complicated. Here are some insights to help you distinguish the difference between depression and other common negative emotions like sadness or…