હસો મારી સાથે

સંસ્કૃતના ક્લાસમાં પપ્પુની શ્ર્લોકની પરીક્ષા હતી.

સંસ્કૃતના ક્લાસના ગુરુજીએ પૂછયું: પપ્પૂ આ શ્ર્લોકનો અર્થ સમજાવ…

‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’.

પપ્પુ: રાધિકા કદાચ રસ્તામાં ફળ વેચવાનું કામ કરી રહી છે!!

ગુરુજી: મૂર્ખા…. તેનો અર્થ આ નથી, ચલ છોડ આનો અર્થ કે…

‘બહુનિ મે વ્યતીતાની, જન્માનિ તવ ચાર્જુન’

પપ્પુુ: વહુને ધણા બાળકો છે અને બધા 4 જૂને જન્મ પામ્યા છે…

ગુરુજી: ગધેડા! સંસ્કૃત ભણાવું છું ત્યારે તારું ધ્યાન ક્યાં હોય છે?? હવે આનો મતલબ કહે…‘દક્ષિણે લક્ષ્મણોયસ્ય વામે તૂ જનકાત્મજા’

પપ્પુ: દક્ષિણમાં ઉભેલા લક્ષ્મણે જનકને કહ્યું તું તો ખુબ મઝામાં છે!!!

ગુરુજી: સાચું કહે તને એક પણ શ્ર્લોકનો અર્થ નથી ખબર ને??

પપ્પુ: ખબર છે ને!!!

ગુરુજી: છેલ્લી વાર પૂછું છું. હવે આ અર્થનો સાચો જવાબ આપજે…

‘હે પાર્થ ત્વયા ચાપી મમ ચાપી…….! ’ બોલ આનો અર્થ બોલ.

પપ્પુ: મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અજુનને કહી રહ્યા છે……..

ગુરુજી ઉત્સાહિત થઇ એકદમ બરાબર બોલ્યો બહુ સરસ, બહુ સરસ આગળ બોલ.

પપ્પુ: ભગવાન બોલ્યા….અર્જૂન તું પણ ચા પી લે. મેં પણ ચા પી લીધી છે, પછી યુદ્ધ કરશું!!!

***

પત્નિ: આમ  બંદુક લઇને દરવાજે કેમ  ઉભા  છો?

પતિ: સિંહનો શિકાર કરવા જવુ છે.

પત્નિ: તો જતા કેમ નથી.

પતિ: પણ બહાર કૂતરૂ બેઠુ છે તેનું શું?

Similar Posts

  • SPORTS ROUNDUP 5th October 2019 to 11th October 2019

    CRICKET Mumbai Beats Saurashtra in Vijay Hazare Cup: Outstanding batting from Suryakumar Yadav (85*), Shubham Ranjane (45*) and skipper Shreyas Iyer (73) helped Mumbai register a five-wicket victory against Saurashtra at the KSCA Cricket Ground in Alur. Batting first, Saurashtra posted 245-9 in 50 overs as Aarpit Vasavada top scored with 59 while Chirag Jani…

  • The Community Deserves To Know… The TRUTH!

    Kersi Randeria Shares… Since the last two years, I have been sincerely trying to make things work smoothly and peacefully at the BPP, to put aside all the old differences, personal attacks and senseless infighting.  My efforts started with putting on the BPP agenda, a request for developing an internal ‘Code of Conduct’ for the…

  • બીકણ સસલી

    બીકણ સસલીને માથે ચણીબોર પડયું અને એ ગભરાઈને ‘દોડો! દોડો!’ આકાશ તૂટી પડયું એમ બોલી ઝડપથી દોડવા લાગી અને એને જોઈ બીજાં પ્રાણીઓ પણ દોડવા લાગ્યા એવી જરીપુરાણી વાર્તા લખી હું મારા પ્રિય વાંચકોને બોર કરવા માગતો નથી. તમારી સમક્ષ એવી ‘સસલી’ની વાત કરવા માંગુ છું કે જે ઉસ્તાદો કા ઉસ્તાદ પહોંચેલ માયા અને ભલભલાંને…

  • ગ્લોબલ ઇરાનશાહ પહેલ

    ‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર,…

  • ખાંસીનો ઉપદ્રવ

    અત્યારે મોસમ બદલાઈ રહી છે. કડકડતી ઠંડીને કારણે કફ અને ખાંસીએ ઉપદ્રવ મચાવ્યો છે. ઘરમાં બાળકોથી લઈને મોટેરા સુધી દરેકને થોડા ઘણા અંશે આ બીમારી હેરાન તો કરતી જ રહે છે. તમે આ બીમારીને દૂર ભગાવવા ઘરે જ પોતાની જાતે એક સિરપ બનાવી શકો છો. 250 મિલી લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠ, સૂંઠના બદલે તમે…