નમકહલાલ

ભૂખ ન જુએ એઠો ભાત, પ્યાસ ન જુએ ધોભીઘાટ
ઉંઘ ન જુએ તૂટી ખાટ, હવસ ન જુએ જાત કજાત.
મારા પિતા સમાન કેતન શેઠને મારા હઝારો નમસ્કાર. શેઠ હું તમને મોઢામોઢ કહી નથી શકતો એટલે આખરે ચિઠ્ઠી લખીને તમને જણાવું છું કે સુહાની ભાભીની મારી પર નજર બગડી છે. તેઓ મને કહે છે ‘તું હવે દંડબેઠક કરીને મસ્ત મસ્ત બની ગયો છે, એવું બધું તો એ ઘણુંયે કહે છે.’ તેમાય તમારા માજીના મરણ પછી તો હું ઘણીવાર મહેસુસ કરૂં છું કે દિવસમાં બેચાર વાર કાંઈનું કાંઈ તો બોલેજ છે. તમે સવારના કામે ગયેલા હો તે રાતના10-11 કે કોઈવાર 12 વાગે પણ ઘરે આવો છો. હું તમને બે હાથ જોડીને વિનંતી કરૂં છું. કે આટલા લેટ કામેથી આવવાનું હવે બંધ કરો તો સારૂં તમે આઠ નવ વાગ્યે ઘરે આવી જતા હો તો ભાભી જોડે ટાઈમ પસાર કરવાનો વખત મલે અને ભાભીને પણ એથી સંતોષ થાય. નહીં તો ભરપૂર જવાનીની આ લપસણી ભૂમિ પર કયારે શું થઈ જશે એ કશું કહેવાય નહીં. માટે આજથી હમણાંથી જ તમે એ વિશે વિચાર કરીને ઘરે જલદી આવશો એવી આશા રાખુ છું. જો તમને ગુસ્સો આવે તો આ ચિઠ્ઠી વાંચીને તમે આવતા વાર મને મોઢે બે ચાર તમાચા મારી દેજો પણ વિનંતી કરૂં છું તમને કે હવે વહેલા ઘરે આવો. મારી મા કહેતી હતી કે બેટા જે શેઠનું નમક ખાય છે એનું નમક હલાલ કરજે. નમકહરામ તો કોઈપણ સંજોગોમાં ન થઈશ. તેથી તમને કરગરીને અરજ કરૂં છું કે તમે વહેલા ઘરે આવી જાવ. એવી આશા સાથે.
– તમારા ભીખુ નોકરના પાયલાગણ.
આટલું ચિઠ્ઠીમાં લખી એણે ચિઠ્ઠી ગજવામાં મૂકી એ બપોરે શેઠને ટિફીન આપવા ગયો ત્યારે એણે કેતનને આ ચિંઠી આપી. કેતને પૂછયું: કોણે આપી આ ચિઠ્ઠી?
હું જ લાવ્યો છું. મે લખી છે શેઠ, એને ગંભીરતાથી વાંચજો!!
જી જી.
સારૂં સારૂં જા હવે જલ્દી ઘરે જા નહીં તો તારી સુહાની ભાભીનો ફોન આવશે કે વળી પાછો ભીખુને શા કામ રોકયો છે.’
ભલે શેઠ જાઉં છું કહી ભીખુ પછી ત્યાંથી ચાલ્યો ગયો.
સાંજે ઘરે વહેલા આવેલા કેતને ભીખુને સાદ દઈ બોલાવ્યો. ભીખુ અહીં આવ
આવ્યો સાહેબ શું કહો છો?
લે આ તારે ગામ જવાની ટીકીટ, કવરમાં થોડા રૂપિયા પણ છે. હું તને 1 મહિના માટે તારા ગામ મામા પાસે મોકલું છું. મહીનો પૂરો થાય કે તુરત અહીં આવી જજે.
અરે પણ આમ અચાનક મહીના માટે જાય છે તો અહીં બધા કામો કોણ કરશે?
મે એક બાઈની વ્યવસ્થા કરી છે તે કાલથી મહીના માટે આવી જશે. જો હું તારે માટે તને ગમતા પીકચરની ટિકીટ લાવ્યો છું જલ્દી તૈયાર થઈ જા.
સુહાસીનીને ખૂબ આશ્ર્ચર્ય થયું કે આજે કેતન સુધરી કેમ ગયો. જે હોય તે દેર આયે દુરૂસ્ત આયે વિચારી એ રૂમમાં તૈયાર થવા જતી રહી.
જો ભીખુ આજે અમે મોડેથી બહાર જમીને ઘરે આવીશું તો તું અમારી રાહ ન જોઈશ ઘર બંધ કરી તારા રૂમમાં સુઈ જજે.
જી શેઠજી બરાબર કહી એ સ્મિત કરતો ત્યાંથી જતો રહ્યો. કેતને એણે પ્રેમથી જતાં જોઈ રહ્યો.
સુહાસીની તૈયાર થઈને આવી ગઈ. એટલે કેતને ભીકુને સાદ મારી કહી દીધું
‘ભીખુ અમે જઈએ છીએ, તું જમી લેજે.’
જી શેઠ તમે આરામથી આવજો. ઘરની ચિંતા ના કરશો.
એ પછી કેતન વહેલો ઘરે આવવા માંડયો. ત્યારે સુહાસીનીને અજાયબી લાગી કે આવુ સાથી બન્યુ!! એણે એક બે વાર હસીને પૂછયું આજે સૂર્ય પૂર્વને બદલે પશ્ર્વિમમાં કેમ ઉગ્યો. ત્યારે કેતને વાત હસીને ટાળી દીધી.
બરાબર મહીના પછી ભીખુ એના ગામથી આવી ગયો. ત્યારે એની સાથે આવેલી એક યુવાન છોકરી જેવી લાગતી સ્ત્રીને જોઈ સુહાસીનીએ પૂછયું, ‘ભીખુ તારી સાથે આ કોને લાવ્યો છે?’
મારી પત્નીને મામાએ મારા લગ્ન એની સાથે કરાવી દીધા અને કેતન શેઠનો કાલે ફોન આવ્યો હતો કે રેવાને પણ સાથે લેતો આવજે. સુહાસીનીને કામમાં મદદ થશે.
હ કહી સુહાસીની ત્યાંથી ચાલી ગઈ.
બીજી સવારે ભીખુ કેતનની ગાડી ધોતો હતો ત્યારે કેતન ત્યાં આવ્યો અને બોલ્યો, ‘ભીખુ તે સાચા અર્થમાં આ ઘરનું લુણ હલાલ કર્યુ, મારે પણ તારો અભાર માનવો જોઈએ.
‘ના શેઠ.’
‘શેઠ નહી હવેથી મને કેતન ભાઈ કહી બોલાવજે. તારી માના મરણ પછી તું અહીં પપ્પાના વખતથી કામ કરે છે આપણે સાથેજ મોટા થયા છીએને.’
‘હા ભાઈ, મેં તો મારી ફરજ બજાવી.’
‘અને હવે હું મારી ફરજ બજાવું છું. મોડે મોડેથી પણ બજાવું છું માટે તારો અભાર. સારૂ લાગે છે ને હવે તને પણ સારૂં લાગવું જોઈએ કારણ તું જ્યારે વર્ષો પછી તારી મા પાસે જશે ત્યારે ઉંચે માથે કહી શકીશ કે હું નમકહલાલ થઈને આવ્યો છું મા.’
‘હા ભાઈ આશિશ છે એ માના આપણા બધા પર’
ખરીવાત પહેલે તું આજે મંદિરે જજે. મે તારા અને રેવા માટે નવા કપડાં મૂકયા છે. નાસ્તાની ટેબલ પર અમારી સાથેજ બેસજે રેવાને પણ બેસાડજે. ચાલ જાઉં છું. કહી પીઠ ફેરવી કેતન જવા માંડયો ત્યારે ભીખુ માનથી અહેસાનભરી નજરે કેતનને જતાં જોઈ રહ્યો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *