ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે આવી રીતે કરો નારંગીની છાલના પાવડરનો ઉપયોગ

ચહેરાને ગ્લોઈંગ બનાવવા માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે. જો તમે ઇન્સ્ટન્ટ ગ્લોની સાથે સ્કિનના પણ ઘણા પ્રોબ્લેમથી છુટકારો મેળવવા માંગો છો તો તમે વિટામિન સીથી ભરપૂર નારંગીની છાલનો પાવડર લગાવી શકો છો.

નારંગીની છાલનો પાવડર વિટામિન સી થી ભરપૂર હોય છે. નારંગીની છાલમાં ઘણા એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટિઝ હોય છે તેથી ચહેરા પર બનતા એક્નેના બેક્ટેરિયાને પણ સમાપ્ત કરે છે. વધારે પડતા વિટામિન સી થી ભરપૂર ફળ એક બ્લીચીંગ એજન્ટની જેમ કામ કરે છે. અને તે બ્લીચિંગ એજન્ટની જેમ કામ કરતી વખતે ચહેરા પર આવતા ડાર્ક સ્પોટને દૂર કરે છે.
સ્કિનને એક્સફોલિએટ કરવામાં તેમાં ઉપસ્થિત ડેડ સ્કિનને સમાપ્ત કરી શકાય છે. જો તમે નારંગીની છાલના પાવડરનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરશો તો તેનાથી નવા સેલ બનશે અને સ્કિન ઉપર નિખાર આવશે.
***

લિપ બામ બનાવીને હોઠની ટેનિંગને પણ દૂર કરી શકાય છે એ બનાવવા માટે નારંગીની છાલનો પાઉડર યોગ્ય માત્રામાં લો અને બદામનું તેલ ઉમેરો. તેને સરખી રીતે મિક્સ કરો તેની એક પેસ્ટ બની જાય ત્યાં સુધી. ત્યારબાદ તેને એક કંટેનરમાં રાખો અને લગભગ છ કલાક સુધી ફ્રિજમાં મૂકો હવે તેને એક બામની જેમ ઉપયોગ કરો.
નેચરલ ગ્લો ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં બેથી ત્રણ ચમચી નારંગીની છાલનો પાઉડર લો અને તેમાં બે ચમચી ખાંડ અને નારિયેળનું દૂધ ઉમેરો. હવે આ પેસ્ટને સ્ક્રબની જેમ ઉપયોગમાં લો અને તમારી સ્કિન પર નિખાર મેળવો.

સ્કિન પર નિખાર મેળવવા માટે ઊબટન પણ લગાવી શકો છો. તેની માટે યોગ્ય માત્રામાં નારંગીની છાલનો પાઉડર લો અને તેમાં ગુલાબ જળના ટીપા ઉમેરો. જો તમારી સ્કિન ડ્રાય છે તો તેની માટે આ પેસ્ટમાં મધનો ઉપયોગ પણ કરી શકો છો તેને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો અને હલકા ગરમ પાણીથી ધોઇ લો.

નારંગીની છાલનો પાવડર બનાવવા માટે નારંગીની છાલને છાયડામાં સૂકવી લો ત્યારબાદ તેને ગ્રાઈન્ડરમાં પીસીને તેનો પાવડર બનાવવો.

Similar Posts

  • નવલી નવરાત્રી

    નવરાત્રી એટલે માતા દુર્ગાના નવ રૂપની પૂજા માતાનું પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે. માતાના આ સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. માતાનું બીજુ સ્વરૂપ એટલેે માતા બ્રહ્મચારિણીની. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા…

  • May Thy Divine Glory Dart Its Radiant Rays On Our Community, Ahura Mazda!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] . When the sons and daughters of Airyanavaeja migrated southwards and settled on the plateau of Iran, the Aryan Glory, mounted high on the lofty heights of Alburz…

  • Your Moonsign Janam Rashi This Week –
    03 July – 09 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તેથી તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. મંગળને કારણે ઘરમાં શાંતિ નહીં રહે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. મંગળને કારણે ખોટા ડીસીઝન લેશો. ઉતાવળમાં કોઈ પણ કામ કરતા નહીં નહીંતો સુધરેલા કામ પણ બગડી જશે….

  • ધર્મગુરૂઓની સાચવણી

    સંજાણના ડબ્લ્યુઝેડઓના સેનેટોરિયમ ખાતેના શાંત અને સુંદર લેન્ડસ્કેપની સીમમાં, શહેરની ધમાલથી દૂર, સશક્તિકરણ મોબેદસ (ઇએમ) ટીમે તેનો બીજો ઓફ-સાઇટ તાલીમ કાર્યક્રમ 15-16 ફેબ્રુઆરી, 2020 ના રોજ યોજ્યો હતો. દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (ડીએઆઈ) ના વરિષ્ઠ મોબેદ અને યુવાન ઉભરતા મોબેદોના સંમિશ્રણમાં કુલ 28 લોકોએ ભાગ લીધો હતો. જૂથમાં ત્રણ પિતા-પુત્રની જોડીની હાજરી એ કેક પરનું આઈસીંગ…