સ્પ્રાઉટેડ બીન્સ સલાડ

સામગ્રી: ત્રણસો ગ્રામ કોબીજ, સો ગ્રામ ફણગાવેલા મગ, સો ગ્રામ ફણગાવેલા મઠ, એક ચમચો ઝીણી સમારેલી ડુંગળી, એક ચમચો ઝીણા સમારેલા ટામેટાં, એક ચમચી મરચાના પીસ, અડધી વાટકી કોથમીર સમારેલી, પચાસ ગ્રામ ફણગાવેલા સોયાબીન, પચાસ ગ્રામ બાફેલી મકાઇના દાણા, બે ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર, મરચું, જીરૂં.
રીત: સૌ પ્રથમ ફણગાવેલા મગ, મઠ અને સોયાબીનને થોડું મીઠું નાંખીને બાફી લો. કોબીજને ઝીણી સમારી લો. એક વાસણમાં તેલ ગરમ મૂકીને તેમાં જીરૂનો વધાર કરો. તેમાં મરચાના ઝીણાં ટુકડા અને મીઠા લીમડાનો વઘાર કરો. તેમાં કોબીજ અને ડુંગળીને સાંતળો. થોડી વાર પછી તેમાં ટામેટાં પણ ઉમેરો. અંતમાં બાફેલા મગ, મઠ અને સોયાબીન તેમજ બાફેલી મકાઇના દાણા નાંખીને હળવેથી હલાવો. થોડીવાર ગરમ થવા દો અને પછી મીઠું, લીંબુનો રસ નાંખીને હલાવો. બરાબર હલાવીને બાઉલમાં કાઢીને તેના ઉપર કોથમીર ભભરાવીને તેનો સ્વાદ માણો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *