એમએમઆરસીએલ વી/એસ આતશ બહેરામ માટેની ચળવળની માહિતી બોમ્બે હાઈકોર્ટે સ્વતંત્ર સર્વેક્ષણ કરવા માટે વીજેટીઆઈની નિમણૂંક કરી

બુધવાર તા. 25મી ઓગસ્ટ 2018ના રોજ બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ ઓકા અને ચાગલાએ વીજેટીઆઈને અંજુમન અને વાડિયાજી આતશ બહેરામની સ્વતંત્ર તપાસ કરવા આદેશ આપ્યો. દસ દિવસની અંદર વીજેટીઆઈ દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવશે. કોર્ટ મેં ના વચગાળામાં મંજૂર કરવામાં આવેલી રાહતને સમર્થન આપ્યું અને 8મી ઓગસ્ટ 2018 સુધી તેને વિસ્તૃત કરવામાં આવ્યું છે.
24મી જુલાઈએ બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમ્યાન સિનિયર કાઉન્સેલ નવરોઝ સિરવઈએ ભાર મૂકયો કે બે માળખા પારસી સમુદાય માટે અમૂલ્ય છે અને અરજીમાં જણાવાયું કે બે ઈમારતોની ઉંમરને ધ્યાનમાં રાખીયે તો તેમનું માળખાકીય આરોગ્ય અસંતોષકારક છે.
જો કે એમએમઆરસીએલના વિરોધી સિનિયર કાઉન્સેલ એસ.અનેય દ્વારા એવી દલીલ કરવામાં આવી કે આ બે મકાનોને કોઈ નુકસાન સહન નહી કરવું પડે તેની કાળજી લેવામાં આવશે. આ દલીલમાં ફકત આશ્ર્વાસન આપવામાં આવ્યું. કોર્ટે એમએમઆરસીએલને બે માળખાની ચકાસણી માટે વ્યવસાયિક એજન્સીમાં દોરવાનો આદેશ આપ્યો.
સિનિયર કાઉન્સેલ સીરવઈએ સ્વતંત્ર એજન્સીઓ, આઈઆઈટી, વીજેટીઆઈ અને યુડીએઆઈએમ ત્રણ નામ સૂચવ્યા. એમએમઆરસીએલ દ્વારા વીજેટીઆઈને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. ટેકનોલોજીકલ ઈન્સ્ટિટયુટને માળખા પર મેટ્રો3 પ્રોજેકટના ટૂંકા અને લાંબા ગાળે શું પરિણામ આવી શકે તેને ઓડિટ કરવા 10 દિવસની અંદર અહેવાલ તૈયાર કરવા જણાવામાં આવ્યો.
જ્યારે ધર્મની બાબત હોય છે ત્યારે સમુદાયના લોકો એક થઈ જાય છે એ વાત જાણી ખુશી અનુભવતા પારસી ટાઈમ્સે છેલ્લા અઠવાડિયામાં રજૂ કરેલી અપીલને લીધે પચ્ચીસ જેટલા મોબેદો અને અસંખ્ય સમુદાયના લોકોએ સુનાવણીમાં હાજરી આપી હતી.
પારસી ટાઈમ્સ સાથે વાત કરતા અરજીકર્તા જમશેદ સુખડવાલાએ જણાવ્યું કે ‘હું સમુદાયનો તથા ખાસ મોબેદો અને તેમની એકતાથી મળેલા ટેકાનો હું આભાર માનુ છું.
કાલબાદેવી સ્ટેશન પાસેના આતશ બહેરામના માળખા અને કુવાઓ પર મેટ્રો ટનલીંગ બાંધકામની અસરની ચકાસણી માટે વીજેટીઆઈની નિમણૂંક કરવામાં આવી છે.
બોમ્બે હાઈકોર્ટની સુનાવણી સોમવાર 6ઠ્ઠી ઓગસ્ટ 2018ના રોજે થશે. એડવોકેટ ઝેરિક દસ્તુર પારસી ટાઈમ્સ સાથે વાત કરતા જણાવે છે કે આ પીટીશન બે આતશ બહેરામની આધ્યાત્મિક પવિત્રતા અને માળખાકીય સુરક્ષા સાથે સંકળાયેલા ગંભીર પ્રશ્ર્નો ઉભા કરે છે. સમુદાયના લોકો આ મુદ્દા માટે એકત્રિત થયેલા જોઈ મન આનંદીત થઈ જાય છે.

Similar Posts

  • |

    Lessons from the Pandemic And The Way Forward….

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Hope! That’s the one thing that keeps us going in the midst of every adversity. Indeed, 2020, the year of the COVID-19 pandemic, has been, by far, one of the most distressing years in human history. Yet, with hope eternal, the human spirit reigns resilient and so it is with renewed vigour…

  • શેરિંગ ઈઝ કેરીંગ

    ‘એક દિવસ, શિરડીના સંત સાંઈ બાબાએ 7 વિવિધ પ્રકારના અનાજ પીસવાનું શરૂ કર્યું. તે ફક્ત 7 દાણા હતા પરંતુ તેમાંથી ભરપુર લોટ નીકળ્યો. તેમના અનુયાયીઓ ખુશ થઈ ગયા અને ગામની મહિલાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ કે શું બાબા તેમને તેમના ઘરો માટે થોડો લોટ આપશે? પછી બાબાએ તેમને બોલાવ્યા અને બધાને થોડો લોટ આપ્યો. ત્યારબાદ તેમણે…

  • માનસિક તાણ

    ઘણાંને માનસિક તાણ રહેતી હોય છે. માનસિક તાણ ઉભી થવાના અનેક કારણો હોય છે. ઘણે ભાગે, વ્યક્તિના વર્તમાન સંજોગોને લીધે માનસિક તાણ ઉભી થતી હોય છે. ડોકટરો પાસે જઈને જાતજાતની દવાઓનું સેવન કરતા માનસિક તાણના ફરિયાદીઓએ એક સાવ સરળ ઉપાય કરી જોવા જેવો છે. દરરોજ સવારમાં ફકત પંદર મિનિટ વિવિધ મનફાવે તેવી કસરતો કરી લેવી!…

  • Nowroze Baug’s Tourneys

    Nowroze Baug started the summer vacations by organizing ‘The All Parsis Throwball, Direct and Indirect Volleyball Tournaments’, under the joint auspices of Nowroze Baug Play Centre and NN Wadia Welfare League, at the Nowroze Baug grounds, from 6th to 15th April, 2017. With over 32 teams participating in Volleyball and Throwball events, the finals of…

  • Caption This! – June 3, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 7th June, 2017. . . . . .[otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Haath pakro ne Rani-Baug chalo, penguin jova!!” – by Hormoz Shahriarian   [/otw_shortcode_info_box]