માલપુઆ

માલપુઆ બે રીતે બનાવાય છે. એક ચાશનીવાળા અને બીજા વગર ચાશનીના બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બંગાળમાં ચાશની સાથે માલપુઆ કરવામાં આવે છે જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં, તે ચાસણીમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. અહીં આપણે ચાશણી વાળા માલપુઆની વાનગી જણાવી રહ્યા છે.

સામગ્રી: મેંદો 1 કપ, માવો 1 કપ, દૂધ 2 કપ, દેશી ઘી 8 ચમચી, વરિયાળી 1 નાની ચમચી. બેકિંગ સોડા 2 ચપટી

ચાશણી માટે: પાણી 4 કપ, ખાંડ 2 કપ, એલચી પાઉડર 1/4 ચમચી,

રબડી માટે: દૂધ 2 કપ, પિસ્તા, 10 ટુકડા બરફી, ખાંડ, કેસર

રીત: સૌથી પહેલા દૂધને ઉકાળો, તેમાં મેશ કરલી બરફી અને ખાંડ મિક્સ કરી નાખો. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય તો ગેસ બંદ કરી તેમાં કેસર મિક્સ કરી દો.

ચાશની બનાવા માટે: પાણી ખાંડ, એલચી પાઉડર અને કેસરને મિક્સ કરી ગરમ કરો. તેને ત્યારે સુધી ઉકાળો જ્યારે સુધી એક તારની ચાશની ન બની જાય. ચાશની બન્યા પછી તેને ઉતારી ને રાખી દો.

માલપુઆ બનાવવા માટે: એક પેનમાં દૂધને હૂંફાડું ગર્મ કરી લો. ત્યારબાદ તેમાં છીણેલો માવા નાખી તેને ફેંટી લો. ધ્યાન રાખો આ મિશ્રણમાં ગાંઠ નહી પડવા જોઈએ. જ્યારે આ સારી રીતે મિક્સ થઈ જાય તો તેમાં પહેલા અડધો કપ મેંદો મિક્સ કરો અને સારી રીતે ફેંટી લો. ત્યારબાદ અડધો મેંદા મિક્સ કરો અને ફેંટી લો. હવે મિશ્રણમાં વરિયાળી અને બેકિંગ સોડા પણ નાખી દો. અને એક વાર ફરી મિક્સ કરી લો. તમે ઈચ્છો તો મિક્સીનો પણ પ્રયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે આ મિશ્રણ ન તો વધારે પાતળું હોય અને ન વધારે ઘટ્ટ. નહી તો માલપુઆ સારા નહી બનશે. હવે એક નોન સ્ટિક પેનમાં દેશી ઘી નાખી ગર્મ કરો. ઘી ગર્મ થયા પછી તેના પર માલપુઆને બે ચમચી ખીરુ પેનમાં નાખો અને ગોળ ફેલાવો. પુઆને બ્રાઉન થતા સુધી તળવું અને પછી કાઢી એક વાસણમાં મૂકતા જાઓ. બધા માલપુઆ બન્યા પછી તેને ચાશણીમાં 2 મિનિટ માટે ડુબાળી રાખો. હવે તમારી માલપુઆ બનાવવાની વિધિ કમ્પલીટ થઈ. 2 મિનિટ પછી માલપુઆ કાઢી અને રબડી સાથે તેણે સર્વ કરો.

Similar Posts

  • જન્મ તારીખને આધારે ભવિષ્યવાણી

     જો તમારો જન્મ જુલાઈની ૧૬મી તારીખે થયો હોય તો… તમારા જીવનમાં કોઈ પણ વ્યક્તિનો અચાનક મેળાપ થશે અથવા તૂટી જશે. તમને વારસાગત મિલકતનો લાભ નહીં મળે. આત્મવિશ્ર્વાસથી દરેક કાર્યો કરી શકશો. બુધ્ધિપૂર્વક દરેક કાર્યનો નિકાલ લાવશો. તમે લાગણીશીલ હશો. જીવનની શ‚આતમાં નાણાકીય સ્થિતિ ખરાબ હશે. બીજાઓને ઉપદેશ આપી શકશો. તમારે કોઈના પર આંધળો વિશ્ર્વાસ મૂકવો…

  • Film Review: SACHIN- A BILLION DREAMS

    The average Indian’s twin obsessions (pun intended) are cricket and cinema. In making the docu-drama  ‘Sachin’, director James Erskine certainly holds the perfect curriculum vitae, having made films on the world’s three greatest sports —  Football (‘One Night in Turin’, ‘Shooting for Socrates’), Tennis (‘Billie Jean King’) and yes, even Cricket (‘From the Ashes’, of…

  • Delfryn Jogi Tops Zonal Competition

    Hearty congratulations to our tiny tot achiever from Surat – Delfryn Kaizad Jogi – currently studying in Senior Kg at Ryan International School (GSEB) Surat, for winning the first prize in the Zonal Level competition of ‘Poem Recitation and Story Narration’, which was recently hosted by St. Johns High School, in Aurangabad. Delfryn topped the Story…

  • સરોશ-એક શક્તિશાળી યઝદ

     નિભાવ શું છે? જેમ આપણે તંદુરસ્ત શરીર માટે તંદુરસ્ત ખોરાક ખાય છે તેમ, આપણે આપણા મનને સમૃદ્ધ બનાવવા માટે સારી પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ અને વાંચીએ છીએ, અથવા આપણી લાગણીઓને જાળવી રાખવા માટે સંબંધોને પરિપૂર્ણ કરવાનું પસંદ કરીએ છીએ, તેથી આપણી ભાવનાને મજબૂત કરવા માટે આપણને મંત્રોની પણ જરૂર છે. આપણે ફકત એકવાર ખાઈ લઈએ…