|

સરગવો:

સરગવો તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. આર્યુવેદમાં 300 રોગોનો સરગવા દ્વારા ઉપચાર બતાવ્યો છે. તેથી આજે અમે તમને પરિચિત કરાવવા જઈ રહ્યા છે સરગવાની ઉપયોગિતા અને ગુણ.

  1. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પલેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. એક અભ્યાસ મુજબ તેમા દૂધની તુલનામાં 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન જોવા મળે છે.
  2. સરગવો પાચન સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરે છે. ઝાડા, ઉલટી, કમળો અને કોલાઈટિસ થતા તેના પાનનો તાજો રસ એક ચમચી મધ ને નારિયળ પાણી સાથે લો. આ એક ઉત્તમ હર્બલ દવા છે.
  3. સરગવાના પાનનો પાવડર કેન્સર અને દિલના રોગીઓ માટે સારી દવા છે.
  4. આ બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે.
  5. તેનો પ્રયોગ પેટમાં અલ્સરની સારવાર માટે કરવામાં આવે છે.

6.આ પેટની દિવાલના પડની રિપેરિંગનુ કામ કરવામાં સક્ષમ છે.

  1. આ શરીરમાં ઉર્જાનુ સ્તર વધારે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *