મહુવા પારસી અંજુમનની સાલગ્રેહ અગિયારીના દાતાઓ તથા શૈક્ષણિક સિધ્ધિ પ્રાપ્ત કરનાર યુવા પેઢીનું સન્માન

pg_07રોજ સરોશ, માહ અરદીબહેસ્તનો શુભ દિવસ મહુવાની પટેલ અગિયારીનો સાલગ્રેહનો દિવસ હોવાથી અંજુમન તે દિવસે જશન કર્યા બાદ મહુવાની યુવા પેઢીના સન્માનનો કાર્યક્રમ રાખે છે. આ વરસે આ શુભ અવસર તા. ૨જી ઓકટોબરના દિવસે હતો કે જે દિવસ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ તરીકે સમગ્ર દેશમાં

ઉજવાય છે.

આ શુભ દિને સવારના સ્ટે.ટા. ૧૦.૦૦ કલાકે જશનની પવિત્ર ક્રિયા નવસારીથી પધારેલા મોબેદ સાહેબો કેકી દસ્તુર તથા ફિરદોશ દસ્તુરે કરી હતી. જશનની પવિત્ર ક્રિયા પૂર્ણ થયા બાદ અગિયારીના હોલમાં મુકાયેલી નવી તકતીનું અનાવરણ નરીમાન બચએ કર્યુ હતું. આ તકતીમાં અંજુમનની અગિયારીનું સંપૂર્ણ મરામત કામ થયું અને તે બદલ ‚ા. ૫ લાખથી વધુની સખાવત કરનાર દાતાઓનો ઉલ્લેખ થયો હતો. અનાવરણની આ વિધિ બાદ અંજુમનના સભ્યો તથા આમંત્રિતો માણેકવાડી ખાતે ભેગા થયા હતા. આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ નરીમાન બચા હતા. બચાના માતા-પિતાનું મૂળ વતન જ મહુવા હોવાથી અંજુમનના આમંત્રણને માન આપીને નરીમાન એમના મહોરદાર શાહનિ સાથે મહુવા પધાર્યા હતા. વ્યારા, માંડવી, ગણદેવી, બિલિમોરા અને ચીખલી અંજુમનના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. નરીમાન બચા તેમ જ અંજુમનના સભ્યો તથા આમંત્રિતોનું સ્વાગત પ્રમુખ હોશી બજીનાએ કર્યુ હતું. મંચ પર ઉપસ્થિત અન્ય મહેમાનોમાં મરઝબાન બારિયા (પ્રમુખ બિલિમોરા પારસી અંજુમન) તથા સામ ચોથીયા (પ્રમુખ વલસાડ પારસી અંજુમન) અને શાહિન બચા હતા. સર્વે મહેમાનોને આવકાર આપી પ્રમુખે અગિયારીની મરામતની વિગત આપી હતી અને તે બદલ ‚ા. ૫ લાખથી વધુ ખર્ચ કરનાર દાતાઓ પોરસ મોગલ, પર્લ મોગલ તથા શે‚ જેમી મોગલના ઉદાર અભિગમને બિરદાવ્યો હતો. મરહુમ જેમી ફરામજી મોગલની યાદમાં આ દાન મળ્યું હતું અને મોગલ પરિવાર હમેશ અગિયારીના કાર્યમાં તન, મન અને ધનથી સહકાર આપે છે તે બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. માણેકવાડીમાં લગભગ ૧૫૦ હમદીનોની હાજરી ધ્યાન ખેંચતી હતી. તમામ અંજુમનના પ્રતિનિધિઓનું મહુવા અંજુમનના ટ્રસ્ટીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તમામ દાતાઓનું સન્માન નરીમાનના વરદ હસ્તે થયું હતું. ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર પિનાઝ મોગલ તથા પિઝાન કોદિઆની શૈક્ષણિક કારકીર્દિનો પરિચય ડો. હોસંગ મોગલે આપ્યો હતો. ડો. મોગલે એમને મળનાર સન્માનપત્રનું વાંચન કર્યુ હતું. ત્યારબાદ મુખ્ય મહેમાને બન્નેનું સન્માન કર્યુ હતું.

મહુવા અંજુમનને અંજુમનના સભ્યો તરફથી જે આર્થિક સહકાર મળે છે તે બદલ ખુશીની લાગણી વ્યકત કરી પ્રતિવર્ષ કાઠી આપનાર ફિરોઝ ટંપાલ, ધનજીશા બેસાનિઆ તથા કાલી બેસાનિઆનો ઉલ્લેખ કર્યો હતો અને એ ત્રણે હમદીનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

બિલિમોરા અંજુમનના પ્રમુખ બારિયાએ મહુવા અંજુમનની કામગીરી બિરદાવી હતી અને અંજુમનની પ્રગતિ થતી રહે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સામ ચોથીયાએ ફેડરેશનની કામગીરી પર પ્રકાશ ફેંકયો હતો અને એમણે આ દિશામાં જે રચનાત્મક કામ થયું છે તેની થોડી હકીકત જણાવી હતી.

ચીફ ગેસ્ટ નરીમાન બચાએ ગાંધીજીને યાદ કર્યા હતા અને સમાજમાં નૈતિકતાનું મહત્વ સમજાવી સમાજની યુવા પેઢી પોતાની સંસ્થાઓને કદી ભૂલે નહીં તેવી અપીલ કરી હતી. કાર્યક્રમને અંતે આભારવિધિ ટ્રસ્ટી ડો. હોસંગ મોગલે કરી હતી. એમણે બહારગામથી પધારેલા જુદી જુદી અંજુમનના સભ્યો અને અન્ય આમંત્રિતોનો આભાર માન્યો હતો. અંતે ‘છૈયે અમે જરથોસ્તી’ તથા રાષ્ટ્રગીત ગાઈ સમારંભ પૂર્ણ થયો હતો. બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા સુન્નુ કાસદે કરી હતી અને સઘળા હમદીનોએ ખુશીથી તેમાં ભાગ લીધો હતો.

Similar Posts

  • ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    ઈ.સ. ૧૮૭૯-૮૦ની સાલમાં, નાટકની હાલત બગડવા માંડી હતી. એવો ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને પોતાનો ‚સ્તમ-સોહરાબનો ખેલ કરવા માટે એક નાટકશાળા મળવી મુશ્કિલ થઈ પડી હતી. વિકટોરિયા નાટકશાળામાં વિકટોરિયા કલબ પોતાનું કામ કરતી હતી, અને શંકરશેટની નાટકશાળામાં કુંવરજી પઠગો મારી બેઠેલા, એટલે ઝોરાસ્ટ્રિયન કલબ કયાં નાટક કરે? એ વખતે ક્રાફર્ડ માર્કેટની સામે, પ્રખ્યાત નાટક ઉત્તેજક મંડળી પોતાનું…

  • કથા ગણેશ ચતુર્થીની

    ભારતીય સંસ્કૃતિમાં હિંદુઓ નવા કાર્ય સરખી રીતે પૂરાં થાય તે માટે સૌ પ્રથમ શ્રી ગણેશની વંદના કરે છે. માટે કોઈ પણ કાર્યની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી શરૂ થાય છે. શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ…

  • નવસારીના ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડના સિનિયર સિટીઝનોને જોતા લાગે છે કે સુખની કોઈ ઉમર નથી હોતી

    ટ્રસ્ટી અને એડમિનિસ્ટ્રેશન ટીમ, ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ સિનિયર સિટિઝન્સ સેન્ટર, નવસારી, આમાં લખે છે કે ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ નવસારીના વરિષ્ઠ નાગરિક કેન્દ્રોના રહેવાસીઓ ખુશ છે, એટલા માટે નહીં કે બધું સારું છે, પરંતુ એટલા માટે કે તેઓ તમામ પરિસ્થિતિઓમાં અનુકૂલન કરી રહે છે અને દરેક વસ્તુની સારી બાજુઓ જુએ છે. અગાઉના અઠવાડિયામાં મોટાભાગના ભાગોમાં ભારે…

  • ખોરદાદ સાલ મુબારક!

    આજે, શનિવાર 21 ઓગસ્ટ 2021 એ ફરવરદીન માહ અને ખોરદાદ રોજ છે જેને આપણે પરંપરાગત રીતે ખોરદાદ સાલ તરીકે ઉજવીએ છીએ. તે અશો જરથુસ્ત્રનો જન્મદિવસ ઉજવવાનો ઉત્સવનો દિવસ છે તે સાથે અન્ય લોકોને ખુશ કરીને અને યોગ્ય પસંદગીઓ કરીને આપણા જીવનમાં અપૂર્ણતાને પૂર્ણ કરીને સુખ પ્રાપ્ત કરવાના તેમના કાલાતીત સંદેશ માટે આપણા જીવનને ફરીથી સમર્પિત…

  • કાચી કેરીનું શરબત

    ર મધ્યમ કદની કાચી કેરી (છાલ કાઢયા વગરની), 3/4 કપ પીસેલી સાકર, 1 ટીસ્પૂન શેકેલો જીરા પાવડર, 1 ટીસ્પૂન સંચળ (કાળુ મીઠું), થોડા ફુદીનાના પત્તા, 1/4 ટીસ્પૂન સૂંઠ, મીઠું સ્વાદાનુસાર. કુકરમાં કાચી કેરીને છાલ સાથે બાફી લો. હવે કેરીની છાલ કાઢી તેનો પલ્પ કાઢી લો. ફુદીનાના પત્તા, પીસેલી સાકર, જીરા પાવડર, કાળુ મીઠું (સંચળ), સૂંઠ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13 May – 19 May 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં નાની વાત પર ધ્યાન આપીને તમારા કામને સારી રીતે પુરા કરી શકશો. ગામ પરગામ જવાના મોકો મળે તો મુકતા નહીં. ચંદ્ર તમારો કોન્ફીડન્સ વધારી આપશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. ધનલાભ થશે. આજથી દરરોજ 34મુ…