ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

સામાન્ય રીતે કહેવાતું કે મરહુમ કેખશ‚ કાબરાજી તેમ જ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લે જ જતા કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળની સ્થાપક અને ગાયક તરીકે તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ખાએશ હતી કે મરહુમની હાજરી કોઈ પણ નાટકશાળામાં ખેલાડીઓને તેઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠુઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલું માન આપી વર્તતા હતા.

ઓપેરામાં સોહરાબનો ભાગ ડો. ધનજીભાઈએ ભજવ્યો હતો. ધનજીભાઈ એ ચોપડીની એક નકલ મરહુમ કાબરાજી ઉપર મોકલાવી અને ખેલના ગાયનો આગળ ચાલ્યા હતા. તમાશબીન આલમ એવી તો દોરવાઈ ગઈ હતી કે જરા પણ સ્ટેજ ઉપર કોઈબી ખેલાડી ગાયન ગાતો કે લોકો સાંભળવાનું પડતું મૂકી કાબરાજીના મોઢા પર થતા ફેરફારો જોતા હતા. કાબરાજી જેવો એક આદમી, રાસ્ત ગોફતારનો અધિપતિ, નાટક ઉત્તેજતના ડિકરેકટર, એક તરતની જ ઉભી થયેલી જવાન પારસીઓની કલબનો નાટક જોવા જાય એ તો અવધી થઈ! પણ કેખશ‚ના બુલંદ સિતારાની એ એક નિશાણી હતી.

હવે બનાવ એવો બન્યો કે એજ રાત્રે મરહુમ કેખશ‚ કાબરાજી, ‚સ્તમ સોહરાબનો ઓપેરા જોવા આવી લાગ્યા હતા. તેવણના આવવાની ખબર સ્ટેજ ઉપર પૂગી ગઈ હતી અને સઘળા ખેલાડીઓ પોતાનું કામ કરવા રાબેતાં કરતાં વધારે ઉલટમાં આવી ગયા હતા. મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, જેવણ નાટક ઉત્તેજકના એક મેનજિંગ ભાગીદાર હતા. તેવણ કાબરાજીને નાટકશાળામાં બેઠેલા જોઈ બોલ્યા, ‘અરે એને શાનું એટલું બધું ઉત્તેજન આપવું જોઈએ.’

‘જેને ઘટે તેને કાંય નહીં ઉત્તેજન આપીયે મને તો ગાયન ઘણા જ ગમે છે.’

આ વાતચીત થવા પછી રાસ્ત ગોફતાર છાપામાં ‚સ્તમ સોહરાબ એક રિવ્યુ મરહુમે છાપ્યો હતો. તે વાંચ્યા પછી ફરામજી ગુસ્તાદજીએ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના પેશકારોને જણાવ્યું કે હવે તમુને આ નાટકશાળા વધુ વાર નાટક કરવા મળશે નહીં. કેમ કે શુક્રવારે તમે લોક ખેલ કરો અને શનિવારે હમો ખેલ કરીયે તો તેથી અમારા હાઉસ બેસી જાય છે.’

આ બનાવ પછી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના દરવાજા બંધ કરવાની તે લોકને ફરજ પડી હતી. એસપ્લેનેડ થિયેટરન નાટક ઉત્તેજકવાળાઓએ આપવાનું બંધ કીધું અને ગ્રાન્ટ રોડ ઉપર એવો ઈરાની નાટક ચાલે નહી કેમ કે એવા ખેલો ગ્રાન્ટ રોડ ઉપર જ્યારે નહી ચાલ્યા હતા ત્યારે જ ઉર્દુ નાટકો કરવાની શ‚આત થઈ હતી. આ ખબર સાંભળી ઝોરાસ્ટ્રિયન કલબના ખેલાડીઓ ઘણા જ નાખુશ થયા હતા, કેમ કે ‚સ્તમ સોહરાબનો ઓપેરા લગભગ અગિયાર વખત થયાથી તે લોકોને માટે બેજન અને મનીજેહનો ઓપેરા તૈયાર કરી તેનું કામ પણ શ‚ કીધું હતું. પણ જ્યારે નાટકશાળાના માલિકોએ પોતાની નાટકશાળા ભાડે આપવા સાફ ના પાડી અને બીજી નાટકશાળાઓ નકામી થઈ પડવા જેવો દરેક સંભવ હોવાથી, ઝોરાસ્ટ્રિયન દ્રામેટિક સોસાયટીના સભાસદો વીખેરાઈ ગયા હતા.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • |

    ઈરાનમાં શોધાયેલ સસાનીદ યુગનું ઝોરાસ્ટ્રિયન ફાયર ટેમ્પલ

    તાજેતરમાં, ઉત્તર-પૂર્વ ઈરાનમાં બાઝેહ હુર ગામ પાસેની ખીણમાં ચાલી રહેલા પુરાતન ખોદકામ દરમિયાન સસાનીદ યુગનું ત્રીજું સૌથી મોટું પારસી મંદિર મળી આવ્યું છે. ખોદકામનું નેતૃત્વ કરી રહેલા પુરાતનવિદ મેસમ લબ્બાફ-ખાનિકીના જણાવ્યા મુજબ, અમે ત્રીજું સૌથી મોટું ફાયર ટેમ્પલ શોધી કાઢ્યું છે જે કદાચ પ્રાચીન ઈરાનમાં બાંધવામાં આવ્યું હતું. આ પુરાતન મોસમ દરમિયાન, અમે નોંધપાત્ર પુરાવા…

  • તમે શું લેવાનું પસંદ કરશો ઉદાસી કે ખુશી?

    વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર વિશ્ર્વમાં દર ૪૦ સેક્ધડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરે છે તેવી  જ રીતે ભારતમાં દર બે મિનિટમાં એક માણસ આત્મહત્યા કરી લે છે. હૃદયરોગ જેવી બીમારીનું મુખ્ય કારણ છે ડિપ્રેશન હોવું! કોઈ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ છે તો તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે જેમ કે મશહૂર ક્રિકેટર, યુવરાજ સિંહે…

  •   મેષ: અ.લ.ઈ આ વરસની શ‚આતમાં તમારી રાશિથી પાંચમે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ, છઠ્ઠે ગુ‚, આઠમે શનિ અને મંગળ અને અગિયારમે કેતુ છે. આ વરસની અંદર ૨૬મી જાન્યુઆરીથી શનિ રાશિ બદલે છે. બીજા બે ગ્રહોમાં કોઈ ચેન્જીસ નથી આવતા જેમ કે રાહુ તેથી જાન્યુઆરીમાં તમે નાની પનોતીમાંથી મુક્ત થશો. આ વરસમાં નાણાકીય બાબદ માટે મોટા…

  • અલિ શાહજાદી સાથે પરણ્યો!!

    ત્રણે શાહજાદાઓએ સુલતાનની દલીલ સાંભળી લીધી. તેમને પણ લાગ્યું કે આહમદે શાહજાદીનો જાન બચાવ્યો કરો, પણ અલિની દૂરબીન વગર તે તેની માંદીગીની વાત જાણી જ કેમ શકતે? અને વાત જાણી, દવા પાસે છતાં શાહજાદી બહુ દૂર હોવાથી હુસેનના ગાલીચા વગર આંખના પલકારામાં શાહજાદીને બચાવવા આવી પણ કેમ શકાત? તેથી તેઓ ત્રણેએ બીજી પરીક્ષા આપવા કબૂલ…

  • વેજ લોલીપોપ

    સામગ્રી: 3 બાફેલા બટેટા, 2 ચમચી ઝીણું સમારેલું ગાજર, 2 ચમચી ઝીણું સમારેલું બીટ, 3 ચમચી વટાણા, 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ, 1 ચમચી તેલ, 3 ચમચી કોથમીર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી આમચૂર, 1/2 લીંબુ નો રસ, મીઠું સ્વાદ અનુસાર, 50 ગ્રામ છીણેલું પનીર, મેંદામાં પાણી છમેરી તેનું ખીરૂં બનાવો, બ્રેડ…

  • શિરીન

    ‘તો પછી ફિલ, ખુદ તમારી બેનને તમો નહીં કરી શકો હેપી? ફકત પૈસાને ખાતર બીચારા નહીં પરણી શકતાં ને એક વાત જાણોછ ડાર્લિંગ, જાંગુ દલાલના માયને એટલી રીત જોઈએછ ને તેથી એવણ વાંધો ઉઠાવેછ.’ તે જવાને ખાતાં અટકી જઈ, એક વહાલભરી નજર તે મીઠી છોકરી પર ફેંકી પછી મજાકથી પૂછી લીધું. ‘તું ને હિલ્લાએ મારી…