જીને અરજ કબુલ રાખી!

મને મારી નાખશે કે નહીં મારા શું હાલ થશે એવા એવા વિચારો કરતો તે બેઠો હતો એવામાં એક જઈફ આદમી પોતાના હાથમાં એક હરણી લઈ તેની આગળ આવી પહોંચ્યો. તેઓને એકેમક સાથે સલામ-આલેકુમ થયા બાદ તે પીર મર્દ બોલ્યો કે ‘ઓ ભાઈ તમને નમનતાઈ સાથે પૂછવા માંગુ છું કે તમારે આ બિયાબાનમાં શા સબબેે આવવું પડયું છે? હયાં તો બુરી દયાનતના જીન લોકો વસે છે જેથી કોઈના જાનની બચવાની આશા રહેતી નથી. આ આસપાસના ઝાડો જોઈ કોઈ ધારે કે આ વસ્તીવાળી જગયા હશે પણ ખરૂં પૂછો તો આ એક વેરાન જંગલ છે જયાં કદમ મેલવું કે વસવું પણ ધાસતી ભરેલું છે.

બુઝુર્ગ આદમીની ઈચ્છા પૂરી  પાડવા માટે તેણે પોતા પર વિતેલી હકીકત કહી સંભળાવી. આ હકીકત સાંભળી તે જઈફ મર્દ ઘણો અજાયબ થયો અને જ્યારે તે વાત પૂરી થઈ ત્યારે તે બોલ્યો કે દુનિયામાં આથી વધારે અજાયબ વાતો કોઈ કાળે મારા સાંભળ્યામાં આવી નથી. પણ વધારે અચંબા ભરૂ તો તમે જે વચન આપેલું પાળવા માંગો છો તે દિસે છે. ખરેખર તમો તથા તે જીન વચ્ચે થતી મુલાકાત જોવાને હું ખુશી છું. તે બુઝર્ગ તેની પાસે જઈ બેસે એટલામાં જ બે બીજા ઘરડા ડોસા ત્યાં સલામ-આલેુકમ કરી પુછવા લાગ્યા તમો  સાહેબો અત્રે શા માટે બેઠા છો? જે ઢબ અને ચોકસાઈથી તે લોકોએ કહી સંભળાવી અને કહ્યું કે તે મુકરર કીધેલો દિવસ આજ આવી પહોંચ્યો છે જેથી તે બનાવ મારી નજરે જોવાને મેં ઠરાવ રાખ્યો છે. તે બીજા બુઝુર્ગ આદમીઓને પણ એ વિગત ઘણીજ તાજુબભરી લાગી તેથી તેઓને પણ તે કોતક જોવાનો શોખ થયો અને તેઓની સાથે બેઠા અને એક બીજા સાથે વાતચીત કરવા લાગ્યા.

તેઓ પોતાની વાતમાં મશગુલ હતા એટલામાં મેદાન તરફ એક ભારી ધમધમતા ધુમાડાનું વાદળું તેઓની નજરે પડ્યું. તે વાદળું તેઓની નજદીક આવવા લાગ્યું અને તે ધુમાડાનો પડદો ખસી ગયો અને પેલા જીને ત્યાં દેખાવ દીધો. તે જીન તેઓને ગણકાર્યા વગર પોતાના હાથમાં શમોર લઈ તે સોદાગર તરફ ચાલ્યો અને તેનો હાથ ધરી કહેવા લાગ્યો કે ‘ઉઠ તે મારા ફરજંદને મારી નાખ્યો છે તેમ હું તને પણ મારી નાખુંં!’ તે સોદાગર તથા ત્રણે બુઝુર્ગ મર્દો આ વાતથી ધાસ્તી ખાવા લાગ્યા તેજ વેળા તેમનુે રડવું પણ આવ્યું અને તેમના રૂદનના અવાજથી હવામાં શોર ઉઠી રહ્યો.

જ્યાં પેલા પહેલો પીરમર્દ જે પોતાની સાથે એક હરણી લાવ્યો હતો તેણે પેલા સોદાગરને મારી નાખવા માટે તેની ઉપર જીને તલવાર ઉચકતા જોયો ત્યારે તે જીનને પગે પડી તેના પગ ઉપર બોસા દઈ તેને કહેવા લાગ્યો ‘ઓ જીન નામવર પાદશાહ! તને વિનંતી કરી કહું છું કે તારા ગુસ્સાને જરા નરમ કર અને હું જે વાત કહું છું, તે મહેરબાની કરીને સાંભળો! મારી ઉપર વિતેલી તથા આ મારી સાથે લાવેલી હરણીની વાર્તા હું તારી આગળ કહી સંભળાવું અને અગર  જો આ સોદાગરની વાર્તા કરતા તને તે વધારે ચમત્કારિક અને અજાયબ લાગે તો આ સોદાગરને તું મારી નાખવાને તૈયાર થયો છે તે કામમાં તું કાંઈ પણ રહેમ દિલી બતાવી અને કરવા ધારેલી શિક્ષાનેે જો તમે કમતી કરશો તો મારી ઉપર મોટી નવાજેશ થશે એવી હું ઉમેદ રાખવું છું. જીને કેટલોક વાર વિચાર કરીને તે બુઝર્ગ મર્દને કહ્યું કે ઠીક છે! તમારી અરજ હું કુબલ રાખુ છું. (ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18th June – 24th July, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી મંગળની દિનદશાને લીધે મગજનો કંટ્રોલ ગુમાવી દેશો. પ્રેશરથી પરેશાન થતાં હશો તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. ઘરમાં ભાઈ-બહેન કે ધણી-ધણીયાણીમા મતભેદ પડશે. હાલમાં બોલવા પર કાબુ રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા….

  • The Joy of Giving Back: The Gamadia Boys Hostel

    The Gamadia Boys Hostel is a students’ hostel for Parsi Boys, located in Gamadia Colony, Tardeo area in Mumbai, which is owned, operated and managed by the Bombay Parsi Panchayat. Over the last few years, several ex-residents of the hostel had come forward to contribute towards its refurbishing – including the painting and renovation work…

  • WZCC’s WEBINAR WATCH

    Parsi Times brings you the weekly schedule of WZCC’s Webinars which have been conducted through the epidemic and have greatly benefitted community members worldwide, with their insightful, informative and highly beneficial sessions, with speakers who are authorities in their respective fields. Our very own tech-guru, Yazdi Tantra has been holding a series of Zoom Meetings…

  • Of Astro-illogical Predictions and Horror-Scopes!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.  [/otw_shortcode_info_box] Are you a lover of stars? I don’t mean when they twinkle and paint a pretty picture in the night sky. As inspiring…

  • Gone But Not Forgotten

    Film stars are larger than life and live life King-size. However imperfect their lives may be, they inspire awe, passion, frenzy and a huge fan-following during their lifespan. But in death, they zoom to iconic positions, thanks to their fans taking an added interest in their body of work. Radio-stations, TV, newspapers, magazines share lesser…

  • WZCC Holds AGM

    World Zarathushti Chamber Of Commerce (WZCC) held its 14th Annual General Meeting (AGM) at the Royal Bombay Yacht Club on 16th September, 2017, where Consul and Senior Trade Commissioner of Canada, Tara Scheurwater, was felicitated. Compered by Chairperson, Global WE-Wing, Behroze Daruwalla, President of India Region, Capt. Percy Master appreciated the efforts of the immediate…