તુ કોના જેવો  ભાઈ  ઇચ્છે છે?

એક સગર્ભા માતાએ તેની પુત્રીને પૂછ્યું, ‘તુ શું ઈચ્છે છે? ભાઈ કે બહેન?

દીકરી: ભાઈ

માતા: તુ કોના જેવો  ભાઈ  ઇચ્છે છે?

દીકરી: રાવણની જેવો.

માતા: તું શું કહે છે? શું તારૂં દીમાગ ખરાબ થઇ ગયું છે?

દીકરી: કેમ શા માટે મમ્મી ?

તેમણે તેમની તમામ રજવાડા, મીલકત અને સ્થાવર તેમજ જંગમ સંપત્તિ અને રાજ્યો છોડી દીધા, કારણ કે તેમની બહેન ને અપમાનિત કરવામાં આવી હતી.

આટલુ થયા પછી પણ જયારે પોતાના દુશ્મનની પત્નીનું અપહરણ કર્યા પછી પણ, તેમણે ક્યારેય તે સ્ત્રીને સ્પર્શ કર્યો નહોતો.

તો શા માટે હું તેમના જેવા ભાઈની અપેક્ષા ન રાખુ?

રામ જેવા ભાઈની અપેક્ષા રાખી હું શું કરીશ? જેણે એક ધોબીની વાત સાંભળીને તેની ગર્ભવતી પત્નીને છોડી દીધી, કે જેણે હંમેશા તેની સાથે પડાછાયાની જેમ રહેતી  હતી કે જેણે અગ્નિ પરીક્ષા આપ્યા બાદ અને 14 વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ પણ રામ સાથે હતી.

મમ્મી, તમે પણ  કોઈની પત્ની અને બહેન છો, કયાં સુધી તમે તમારા પુત્ર તરીકે રામ જેવા બનવાની આશા રાખશો?

માતા રડી રહી હતી.

વિશ્ર્વમાં કોઈ પણ સારા કે ખરાબ નથી. કોઈના વિશે ખોટું અર્થઘટન ન કરો. તમારો દ્રષ્ટિકોણ બદલો.

જે ક્લબમાં જાય છે તે દરેક માણસ ખોટો નથી હોતો અને જે મંદિરમાં જાય છે તે કોઈ પણ માણસ શુદ્ધ નથી, તેથી તમે કયારેય ન્યાય ન કરો!

મંદિર એક ખૂબ જ રસપ્રદ સ્થળ છે, ગરીબ માણસ હંમેશા મંદિરની બહાર ભીખ માંગે છે જયારે અમીર લોકો હંમેશા મંદિરની અંદર આવી ને ભીખ માગે છે.

 

Similar Posts

One Comment

  1. Liked this story a lot, especially the last sentence . Much food for thought. Lord Rams actions though seemingly puzzling to us , we cannot comment because what the Higher Ones do and say is beyond our human understanding.

Leave a Reply to Avan N. Cooverji Cancel reply

Your email address will not be published. Required fields are marked *