સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

પોતે ઘોડા ઉપર સવાર થઈ પહાડોમાં કેખુશરો આગળ ગયો. કેખુશરો તેની આગળ આવ્યો અને તેના હાથને બોસા લીધા. પીરાને તેને ગોદમાં દાબ્યો અને ખોદાના શુકરાના કીધા અને તે બાળકના હકમાં તે દાદાર આગળ દુઆ ગુજારી. કેખુશરોએ પીરાનને કહ્યું કે ‘ઓ ભલા મરદ! તું એક ભરવાડના બેટાને તારી ગોદમાં દાબે છે તેથી તું ને શરમ નહીં લાગતી?’ એટલે તું મોટો માણસ હું ગરીબ બાળક ને તારી છાતીએ દાબે છે પણ કોઈ હોય તો ગરીબના બચ્ચાંને એક કરવાને શરમાય.’
પીરાનનું દિલ આ શબ્દો સાંભળી ઘણું બળવા લાગ્યું અને તેથી તેને હવે વધુ વખત બાળક કેખુશરોને એમ પહાડોમાં રાખી મૂકવાનું ઠીક ન લાગ્યું. તેથી કહ્યું તારી ઓલાદ કોઈ ભરવાડ નથી. એ બાબેનું મારે ઘણું લાંબુ દાસ્તાન કહેવાનું છે. એમ કહી એક ઘોડો તૈયાર કરાવી અને પાદશાહી પોશાક પહેરાવી કેખુશરોને તે પોતાના મહેલમાં લઈ ગયો અને તેને ઘણા પ્યારથી ઉધારવા લાગ્યો.
એમ કેટલોક વખત પસાર થયો. એક રાત્રે અફ્રાસીઆબ તરફથી કાસદ આવ્યો કે શાહ પીરાનને બોલાવે છે. પીરાન ગયો ત્યારે અફ્રાસીઆબ કહેવા લાગ્યો કે આખી રાત મને ચિંતા અને ફીકર લાગે છે, કારણ લોકો કહે છે કે સીઆવક્ષનો બેટો મારો દહાડો શીહા કરશે. જો એમ હશે તો મેં હમણા સુધી સાહુચેતી લીધી છે તે ફોકટ. એ બાળક જે બન્યુ છે તે એટલે એના બાપનું ખૂન વિગેરે યાદ નહીં રાખે તો ઠીક. ત્યારે અમો બેઉ સુખી રહીશું પણ જો, તે ખરાબ સ્વભાવ દેખાડે એવું હોય તો બહેતર કે હમણાંથી તેના બાપની માફક તેનુંં સર ઉડાવી નાખીએ. પીરાને જવાબ દીધો કે ઓ પાદશાહ એક બાળક જે બીહુશ એટલે વગર અકકલનું તેનાથી તું શું આશા રાખે કે તે આગળી પાછલી વાત જાણે? ભરવાડને હાથે ઉધરેલું તો હેવાન જેવું હોય તેનામાં અકકલ કયાંથી હોય? તેે બાળક પરી જેવું ખુબસુરત છે પણ તેનામાં અકકલ કયાંથી હોય? મેં તેને બાપ મિસાલ પાળનાર ભરવાડથી કાલે સાંભળ્યું કે તે બાળક પરી જેવું ખુબસુરત છે પણ તેનામાં અકકલ નથી. તું ચિંતા ના કર તેનામાં ઘણી સમજ નથી. તું ચિંતા ના કર અને તે બાળકને મારી નાખવાનો વિચાર ના કર. તું કહે તો તે બાળકને તારી આગળ લાવું પણ તું સોગંદ લે કે તું તેને હેરાન નહીં કરે. આ સખુનોથી અફ્રાસીઆબનાં મનમાં જરા શાંતિ થઈ. અને તેણે સોગંદ લીધા કે તે તે બાળકને હાથ નહીં લગાડે.
પીરાન ઘરે આવ્યો અને કેખુશરોને કહ્યું કે તું તારાં મગજમાંથી આજે અકકલને દૂર કર. અફ્રાસીઆબ સાથ તું બેગાનાની માફક વાત કરજે અને દીવાનાની માફક બોલજે ચાલજે. એમ તેને શીખવીને તેને અફ્રાસીઆબની દરબારમાં લઈ ગયો. દરબારમાં જતાં લોકો કેખુશરોને જોઈને ખુશ થયા.અફાસીઆબે જ્યારે તેને જોયો, ત્યારે તેની આંખમાંથી શરમથી આંસુ વરસવા લાગ્યા. પીરાન તો મનમાં ધ્રુજયા કરતો હતો કે રખેને કેખુશરોને અફ્રાસીઆબ કાંઈ હાની પહોંચાડે. પરંતુ અફ્રાસીઆબ તો આ પાદશાહી બાળકને જોઈ થોડો વખત દંગ થઈ ગયો.
(ક્રમશ)

Similar Posts

  • પનીર સેન્ડવિચ પકોડા

    સામગ્રી: પનીર સેન્ડવિચ પકોડા માટે – પનીર 350 ગ્રામ, બ્રેડની સ્લાઈસ, બેસન 150 ગ્રામ, મીઠું જરૂરિયાત મુજબ, ચપટી ખાવાનો સોડા, અને હળદર. તેલ તળવા માટે. લાલ ચટણી માટે: લાલ મરચું 2 ચમચી, લસણ 7-8 કળી, મીઠું સ્વાદ અનુસાર, જીરુ 1 ચમચી નાખી તેની ચટણી પીસી લો. ફુદીના અને કોથમીરની ચટણી માટે: ફુદીનો 1 કપ, કોથમીર…

  • ઉદવાડા મફત વાઈફાઈ સુવિધા મેળવે છે!

    પારસી ટાઈમ્સ ગુજરાત સરકાર દ્વારા ઉદવાડાને એક મોડેલ ગામમાં ફેરવવાના વિવિધ પગલાં અને સુધારણા વિશે સમુદાયને હમેશા જ જણાવતું હોય છે. 2014માં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલો ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ કાર્યક્રમમાં દરેક સંસદ સભ્યે એક ગામ પસંદ કરી અને તેને એક મોડેલ ટાઉનમાં રૂપાંતરિત કરવાનું હોય છે. આ યોજના હેઠળ,…

  • હસો મારી સાથે

    બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉ એ પહેલા.. ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3ના મૃત્યુ પાછા કપડાં પહેરી લીધા જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું.. ** અત્યારના છોકરાઓનેે ઓછા માકર્સ આવે તો આત્મહત્યા કરી લે છે અને એક અમે હતા અમારા માર્કસ જોઈને ટીચર્સ આત્મહત્યા કરવાનું વિચારી લેતા આ રખડેલને આટલા…

  • તંત્રીની કલમે

    વહાલા વાંચકો, જો કે આપણે આ વખતે ઓછો ઉત્સાહ દાખવતા આપણા નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ, આપણે આપણા બધાના હૃદયથી નવી ભ્રમણકક્ષાને આવકારીએ છીએ! અને નવા વર્ષમાં આપણા હૃદયમાં આશાની ભાવના ભરેલી છે – વિશ્ર્વમાં પણ કોરોનાવાયરસ રોગચાળો દ્વારા લાવવામાં આવેલી નવી દુનિયાની શરતો આવે છે. નવા વર્ષમાં પગ મૂકતાંની સાથે, આપણે અનુભવીએ છીએ કે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    12th September – 18th September, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી તમારા હીસાબી કામ પહેલા પૂરા કરી લેજો. તમારા કોઈ પાસે લેવાના નાણા મળવાના ચાન્સ છે. જેની પાસે ઉધાર લીધા હોય તેની પાસે થોડો સમય માંગી લેજો. જે પણ પ્લાન બનાવો તે આ અઠવાડિયામાં પૂરા કરજો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મનગમતી…

  • જીવનમાં અપનાવવા જેવું પૈસાનું મુલ્ય!

    મુશ્કેલ સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી, માટે જયારે તમારો સારો સમય ચાલતો હોય ત્યારે પૈસા  ઉડાવવા કરતા થોડી બચત કરજો એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટ કે માંદગી આવે ત્યારે તાત્કાલિક કામ આવે, અને કોઈના ભરોસે બેસી રહેવુ ન પડે.  જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી…