સોદાગર જીનની રાહ જોવા લાગ્યો!!

જ્યારે તેઓએ તેની આ દુ:ખ દાયક કહાણી સાંભળી ત્યારે તેઓ ઘણાજ નાસીપાસ થયાં અને તેની બાયડી માહેતમમાં પડી બાલ ખેચવા ને છાતી કુટવા લાગી અને તેજ પ્રમાણે તેના બચ્ચાંઓ તેની સાથે રડીને આખા ઘરમાં શોર મચાવવા લાગ્યા અને પેલો સોદાગર પણ તેમની સાથે માહેતમ કરવા માંડયો.

બીજા દિવસથી તે સોદાગર પોતાના સઘળા કારભાર તથા વહિવટની સફાઈ કરવા લાગ્યો. સર્વથી પહેલા તેણે પોતાનું જે કરજ હતું તે ચુકવી આપ્યું. દોસ્ત આશનાવમાં અમૂલ્ય કિમતી વસ્તુઓની ભેટ-સોગાદ કીધી અને ગરીબ ગુરબાને મોટી રકમની ખર-ખેરાત આપી. પોતાના ઘરબારને લગતા ગુલામો તથા બાંદીઓને આજાદ કીધા, પોતાની માલ મિલકત પોતાના બચ્ચાંઓને તેઓ ખુશી થાય એવી રીતે વહેંચી આપી. જે બચ્ચાંઓ કુમળી વયના હતા તેઓને માટે સમય મુકરર કરી રાખ્યો. પોતાની મોહરદાર પોતાની સાથે પરણતી વેળા જે રીત લાવી હતી તે તેણીને પાછી આપી અને ધર્મની શરત પ્રમાણે જેટલી પણ વધારે દોલત તેણીને બક્ષી શકાય એટલી બીજી દોલત તેણીને પોતાની તરફથી આપી. એમ કરતાં એકવર્ષ તો પૂરૂં થવા આવ્યું તેથી રવાનગી લેવાની તેને ફરજ પડી. તેની પહેલીવારની મુસાફરીની વખતે તેને ઝોળીમાં ખજુર અને રોટી ભરી હતી પણ હાલની સફરમાં ઝોળીમાં પોતાના કફનનાં કપડાં ભરયા, જ્યારે તે પોતાની બાયડી તથા છોકરા પાસે રજા માગવા ગયો ત્યારે  તેના ગમથી તેઓ એટલા તો ગાફેલ થયેલા હતા કે તેઓના મોઢામાંથી એક હરફ વટીક નીકળી શકયો નહીં. તેમનાં ઘરનો વડો આવી રીતે ઘરબાર છોડી પોતાનું વચન પાળવા મોતને શરણ થવા ચાલી ચલાવી જાય એ દુ:ખ તેઓથી ખમાયું નહીં,  જેથી તેઓએ ઠરાવ કીધો કે તેની સાથે જવું અને તેની સાથે પોતાનો પણ પ્રાણ આપવો. જ્યારે તેણે જોયું કે તેઓથી છૂટું પડયા વગર તેનો છુટકો નથી ત્યારે તેઓને તેણે કહ્યું કે ‘મારા વ્હાલા બચ્ચાઓ આ રીતે તમને મેલી જતા હું ખોદાના હુકમને માન આપું છું. એજ પ્રમાણે તેમાં પણ ચાલજો અને આ તમારી આફતને આપણા ભાગ્યનો વારસો કરી ગણજો. યાદ રાખજો કે આદમીને કમે મરણ સરજેલું છે અને તે વગર કોઈનો પણ છૂટકો નથી. મોડે કે વહેલે એક દિવસ મરવું તો છેજ.’ એટલું બોલી તેઓથી તે છૂટો પડયો અને શહેર  બહાર ચાલતો થયો. જે જગાએ જે દિવસે જઈ પહોંચવાની તેણે કબુલાત આપી હતી તેજ દિવસે તે ત્યાં જઈ પહોંચ્યો. તે તેના ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને પેલા ફુઆરા પાસે બેસીને ગમગીન વિચાર સાથે તે જીનની રાહ જોવા લાગ્યો.

(ક્રમશ)

Similar Posts

  • ઉદાર દાતાઓ – પરવીન અનેજાલ શ્રોફ

    બીડી પીટીટ પારસી જનરલ હોસ્પિટલ (પીજીએચ) વતી જારી કરેલા એક અખબારી અહેવાલમાં, હોંગકોંગ સ્થિત, આપણા સમુદાયના સૌથી ઉદાર દાતા – જાલ અને પરવીન શ્રોફને, સમગ્ર પ્રારંભિક અને પૂર્વ-ઓપરેટિવને ફરીથી ચૂકવણી કરવા બદલ ખૂબ આભાર માન્યો છે. મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણ માટે કરવામાં આવેલા ખર્ચ, જે કમનસીબે કેટલાક સમાજના સભ્યો દ્વારા કરવામાં આવેલા વાંધાને કારણે રદ કરવામાં…

  • Meherbai’s Mandli Discusses Politics!

    Despite her age, Meherbai always believed that just as we feed the body daily, we should give food to the brain through intellectual discussions. Hence, she requested Jabri Jaloo to organise a tea party at her club where the Mandli-members could discuss politics. Now Jaloo played her own politics by inviting her bhookhi-baaras cousin, Silloo, to the party. Silloo needed no introduction…

  • યાસ્મિન પાવરીએ સુસન ગેલિગન વોલેન્ટીયર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો

    અમેરિકાના ન્યુ જર્સીના યાસ્મિન પાવરીને ન્યુ યોર્ક સિટી હિમોફીલિયા ચેપ્ટર (એનવાયસીએચસી) દ્વારા 2019 સુસન ગેલિગન વોલેન્ટીયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સુસન ગેલિગન વોલેન્ટીયર એવોર્ડ, ચેપ્ટર અને સમુદાય – બંને પર સૌથી વધુ પ્રભાવ પાડનારા સ્વયંસેવકને આપવામાં આવે છે. ન્યુ જર્સીના એલેનડેલના રહેવાસી, યાસ્મિન જે પતિ સાયરસ અને બાળકો – ફરાહ અને પોરસ…

  • શિરીન

    તે દુકતીઓએ પણ કંઈક પોત પોતાનાંજ બહાના કાઢયા. હિલ્લાએ કહ્યું ‘જવાસે તો જઈશું,’ કરી ટૂંક જવાબ આપી દીધો, કે ફિરોઝ ફ્રેઝરે ત્યારે દુ:ખી થઈ ચુપકીદીજ અખત્યાર કરી દીધી. પણ શિરીન વોર્ડન તો ખુશીજ થઈ, કારણ કેમ કરી તેણી પોતાના વહાલાને બીજી છોકરી અને તે પણ મોલી કામા સાથ પરણતો નિહાળી શકે? અને બીજું એક અડવાડિયું…