છોકરો અસલ અવતારમાં આવ્યો!

ઓ જીનના નામદાર પાદશાહ તમેજ ખ્યાલ કરો કે આ શબ્દોથી મારા મનમાં કેટલી અચરતી ઉત્પન્ન થઈ હશે? તે હકીકત સાંભળતાને વાર હું તે વછેરા પાસે ગયો તેને સારી પેઠે પટાવ્યો, પસવાર્યો. અલબત્તે તે કાંઈ પોતાની ખુશાલી જણાવી શકયો નહીં પણ તેણે એવા તો ચેનચાળા દેખાડયા કે તે ઉપરથી મારી ખાતરી થઈ કે તે ખરેખર મારો દીકરો જ છે.

જ્યારે ખાનસામાની બેટી મારી હજુરમાં આવી લાગી ત્યારે મે તેણીને પૂછયું કે ‘આ ગરીબ જાનવરને તમો તેના અસલ સ્વરૂપમાં પાછો લાવી શકશો.’ તેણે જવાબ દીધો જે ‘હા હું લાવી શકીશ’. મેં કહ્યું કે ‘અગરજો એ મોજેજો તમે બનાવી શકો તો મારી પાસે જે કાંઈ ધન દોલત તેની માલીકીની છે તે  હું તમને આપીશ.’

તમારા દીકરાને બે શરતોથી હું તેના અસલ સ્વરૂપમાં લાવીશ. એક તો મને  તે છોકરા સાથે પરણાવી તેને મારો ખાવિંદ થવાની પરવાનગી આપવી અને બીજી શરત એ છે કે જેણે તેને વછેરાનો અવતાર આપ્યો છે તેને મારે હાથે સજા કરાવવી. મેં જવાબ આપ્યો કે જે પહેલી શરત મારા અંત:કરણથી કબુલ રાખું છું. પણ તે ઉપરાંત જે દોલત મારા દીકરાને આપીશ તેના કરતાં કાંઈએક વધારે ભાગ તમને આપીશ કે તમે તે પોતાના સ્વતંત્ર ખપમાં લ્યો. એ ઉપરથી તમને માલમ પડશે કે તમે જે અગત્યની સેવા મારે માટે બજાવી આપશો તેની ઘટતી કદર બજી તેનો લાયક બદલો વાળવાને હું રાજી છું. બીજું તમે જે મારી સ્ત્રી ને સજા આપવા માંગો છો તે પણ હું કબુલ રાખું છું, કારણ કે જે ભય ભરેલો ગુનાહ તેણીએ કીધો છે માટે તેણી સજાને પાત્ર છે તમારે ગમે એવી શિક્ષા તેને કરજો પણ હું એટલું માંગી લઉં છું કે તેણીનો જાન સલામત રહે એમ તમારે કરવું. તે છોકરીએ કહ્યું કે જેમ તેને તમારા દીકરાનો અવતાર ફેરવી નાખ્યો છે તેમ તેનો હાલ પણ હું કરીશ. મેં કહ્યું કે પહેલા મારા દીકરાને જેવો હતો તેવો પાછો કર પછી બીજી વાત.

તે છોકરીએ પાણીથી ભરેલું એક વાસણ મંગાવ્યું અને કાંઈ મંત્ર પઢી કે જે મને કાંઈ સમજ પડયું નહીં પછી તેણી વછેરાને કહેવા લાગી કે ‘ઓ વછેરા! જગતના સર્વે શક્તિમાન માલિકે જે હાલતમાં હાલ તું છે તે હાલતમાં તને પેદા કીધો હોય તો એ તારી હાલત તને મુબારક છે પણ અગરજો ઈન્સાનના અવતારમાં જન્મયો હોય અને તે અવતાર જાદુથી બદલાયો હોય તો તું તારી અસલ હાલતમાં પાછો આવ. એટલું બોલી તે છોકરીએ વછેરા પર પાણી પેલાં વાસરણમાંથી છાંટયુ કે તેજ વેળા તે છોકરો પોતાના અસલ અવતારમાં આવ્યો!

હું બોલ્યો કે ‘ઓ મારા પ્યારા બેટા! મારા દિલજાન ફરજંદ જે ભયભરેલા જાદુથી તને હેવાનનો અવતાર મળ્યો હતો તે તોડી નાખી તને ઈનસાનિયતમાં પાછો લાવવા મને તને તથા તારી માતાને જે હાની પહોચાડી છે તેને સજા કરવા મને ખોદાએ આ ફરેસ્તાઈ ખસલતની ઓરતને મોકલી છે. મારી ખાતરી છે કે જેમ મેં કબુલાત આપી છે તેમ આવા પુણ્યવંત કામના ઉપકારમાં તું તેને તારી ધણીયાણી દાખલ કબુલ રાખ. જે વાત મારા દીકરાએ ખુશી સાથે કબુલ રાખી પણ તેઓની કદખોદાઈ કર્યા આગમચ તે ખાનસામાની છોકરીએ મારી સ્ત્રીનો અવતાર બદલી તમે જે હરણીને મારી સાથે જુઓ છો તેવા રૂપમાં તેણીને લાવી નાખી છે. બીજા કોઈ પ્રાણીના અવતારમાં મારા ઘરમાં તેને રાખવાને મને પસંદ આવ્યું નહીં તેથી આ હરણીનો અવતાર તેને અપાવ્યો છે.

(ક્રમશ)

Similar Posts

  • |

    Banking Visionary – Homai Daruwala

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]She is considered an industry leader in the Banking and Finance sector – a Banking Visionary – commanding an illustrious four-decade-long career which boasts of innumerable honours and awards, as also unmatched expertise and leadership. Homai Daruwalla, Chairperson of The Zoroastrian Co-operative Bank Ltd., shares her take with Parsi Times about how the…

  • આબાન પરવેઝ તુરેલ

    એક ધનાઢય માણસે ધંધામાથી નિવૃત્તિ લીધી પત્ની વરસો પહેલા ગુમાવી દીધી હતી. સંતાનમાં બે પુત્રીઓ હતી. પુત્ર હતો નહીં. બન્ને પુત્રીઓને પરણાવી દીધી હતી. બન્ને જમાઈઓ અને પુત્રીઓ પિતાની ખૂબ સારી સેવા કરતી હતી જેથી પિતા ખુશ હતા ખૂબ સંતૃષ્ટ હતા. તેમને લાગ્યું જમાઈઓ અને દીકરીઓ સારા છે. તેઓ મારી આટલી સારી સેવા કરે છે,…

  • Dealing With The Crisis

    Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.  Even as India, and other nations across the world work towards flattening the dreaded COVID-Curve, the protocols of the lockdown has a large number of us struggling…

  • Yazdi Desai Tenders Resignation As BPP Chairman

    On 23rd December, 2020, BPP Chairman, Yazdi Desai put in his papers to the BPP Board, announcing his resignation from his post, as the frontman of the community’s apex body. Having suffered a stroke earlier this year in April, he is yet to make a complete recover. With his full recovery taking longer than anticipated,…

  • Caption This – January 27, 2018

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 31st January, 2018. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Kejriwal: “Hmmm… let’s see… how do I fudge the budget?” Rahul: “Hmmm… let’s see… how do I budge from fudging things!”…