સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

કેખુશરો ગેવને પોતાની માતા ફીરંગીઝ આગળ લઈ ગયો અને તેઓ ત્રણે ગુપચુપ ઈરાન જવા નીકળ્યા. એમ નીકળવા આગમચ, તેણીએ પોતાના બેટા કેખુશરોને સીઆવક્ષના ઘોડા બહેઝાદની નિશાણી આપી, અને કહ્યું કે તેને સીઆવક્ષે જંગલમાં છૂટો મૂકયો છે. તું જા અને તેનું જીન દેખાડી નામ દઈ બોલાવ કે તે તુંને શરણ થશે. કેખુશરોએ તેમ કર્યું અને પછી બેહેઝાદ ઉપર સવાર થઈ ફીરંગીઝ અને ગેવ સાથે ઈરાન જવા નીકળ્યો. માર્ગમાં અવાર નવાર બે જણ સુતા હતા અને એક જણ હમેશા ચોકી રાખતું.

હવે પેલી ગમ અફ્રાસીઆબને ખબર પડી કે કેખુશરો તેની માતા ફીરંગીઝ સાથે એક ઈરાની સરદારની સંગતમાં ઈરાન ભણી નાસી જાય છે. તેણે તેઓની પુઠે લશ્કર મોકલ્યું. પહેલે પીરાન વજીર પોતે લશ્કર સાથે તેઓની દુમબાલે આવી પહોંચ્યો. તે વખતે ફીરંગીઝ ચોકી કરતી હતી અને ગેવ અને કેખુશરો સુતેલા હતા. ગેવ પીરાનના લશ્કર સામે એકલો ગયો. પીરાન અને ગેવ હાથે હાથ લડયા. પીરાન ગેવને હાથ મંદ પડયો અને ગેવ તેને પહાડ પર ફીરંગીઝ અને કેખુશરો આગળ ઘસડી લઈ ગયો અને ત્યાં તેને મારી નાખવાનો વિચાર કીધો પણ ફીરંગીઝ અને કેખુશરોએ ગેવને સમજાવ્યો કે પીરાને અમારો જાન બચાવ્યો છે માટે અમારે ખાતર એને સલામત જવા દે. તે ઉપરથી ગેવે પીરાનનો જાન બચાવ્યો અને તેને તુરાન ભણી પાછો જવા દીધો. ત્યારબછી અફ્રાસીઆબ પણ પુઠે આવી લાગ્યો પણ તે આવી પહોંચે તેટલા તો એ ત્રણે તુરાનની સરહદ છોડી ઈરાનની સરહદમાં દાખલ થઈ ચુકયા હતા. કેખુશરો ઈરાન પુગ્યો કે કૌસે તેને ગોદમાં દાબ્યો. થોડાક વખત બાદ કેખુશરો ઈરાનની ગાદીએ બેઠો અને ફીરંગીઝ પોતાના બેટાને ઈરાનનો પાદશાહ થયેલો જોવા પામી.

હવે ફીરદોસી કહે છે કે ફીરંગીઝ ઘણી ખુબસુરત હતી તેથી સીયાવક્ષનો ભાઈ અને કેખુશરોનો કાકો ફરેબુરજ તેણીની ઉપર મોહીત પડયો. તેણે પોતાના મરનાર ભાઈ સીઆવક્ષની આ બાયડીને પોતાની બાયડી કરવાનો વિચાર કીધો. પણ આવી નાજુક બાબત તે પાદશાહ કેખુશરોને પોતે કેમ કહે! તેેણે નરમાશથી પોતાની મરજી જેહાંન પહેલવાન રૂસ્તમને જણાવી. રૂસ્તમે વિચાર કરી નરમાશથી ડહાપણભરી રીતે તે કેખુશરોને જણાવી કે ફીરંગીઝ જવાન છે, અને ફરેબુરજ તેણીને લાયક એક શાહજાદો છે. કેખુશરોએ એ બાબત પોતાની માતાની મરજી ઉપરજ રાખી. રૂસ્તમે તેણીની આગળ જઈ તે વાત તેણીને કહી કે ફરેબુરજ તેણીના હાથને લાયક શાહજાદો છે અને જો તું પોતે એ માગણી પસંદ કરે. તો શાહ કેખુશરોને તેમાં વાંધો નથી. તેણીને આ વાત સાંભળી પોતાનો પતિ સીઆવક્ષ યાદ આવ્યો અને પહેલા વિચારે તેણીને એ માંગણી ના પાડવાની ઈચ્છા થઈ. પણ જ્યારે રૂસ્તમ જેવા પોતાના અને પોતાના બેટાના નેકખાહને માંગણી રજૂ કરતો જોયો અને જ્યારે પોતાના બેટાને આ બાબતમાં કાંઈ વિરૂધ્ધ મરજી જણાવતો નહીં જોયો ત્યારે તેણીએ પોતાના જેઠ શાહજાદા સાથે ફરીથી લગ્ન કરવાની ગોઠવણ કબૂલ રાખી અને રૂસ્તમે તુરત એક મોબેદને બોલાવી લગ્ન બાબેનો લેખ કરાવ્યો અને ફીરંગીઝ બીજા વાર લગ્નના ગાંઠથી જોડાઈ.

(સમાપ્ત)

Similar Posts

  • Parsi Embroidery: A Heritage Of Humanity – IV

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi Zoroastrians have carved a niche for themselves in the country… from leading industrialists like Ratan Tata and Godrej to an army of talented Bollywood actors, prodigal Parsis are an asset to India’s culture and economy. With a population of less than 55,000 Parsi/Irani Zoroastrians in India, our lip-smacking food, peculiar surnames,…

  • The Joy Of Giving

    On the occasion of the Iranshah Udvada Utsav 2019, the legendary Parsi generosity has bloomed in Masina Hospital. Parsis have been at the forefront of every sector of development in Mumbai, and Healthcare is no exception. Despite our community being blessed with some of the most brilliant doctors today, community-run institutions in healthcare have been…

  • ફર્ક માત્ર વિચારસરણીનો હોય છે!!

    એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું. તેના પિતાએ તેને હસતાં કહ્યું, બેટા, એક સફરજન મને આપ. બસ.. સાંભળતાજ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું. થોડુંક મમળાયું. તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું. નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો…

  • HPY Back In Top Gear In 2022

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] After a two-year hiatus due to the Covid-10 pandemic, this year HPY (Holiday Program for Youth) is back to hold its in-person sessions, amidst much excitement from our young adults. PT Reporter, Razvin Namdarian, brings you a glimpse of the inaugural function of ‘HPY 2022’. [/otw_shortcode_info_box] The Alexandra Girl’s English Institution was…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    01 May – 07 May, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ જ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોઈપણ જાતના સહી સિકકાના કામ 4થી પછી કરજો. ઉતરતી સુર્યની દિનદશા તબિયત ખરાબ કરશે. 4થી શરૂ થતી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત કરશે. મિત્રોની મદદથી અધુરા કામ પૂરા કરી શકશો. નવા કામની…

  • પાક પયગમ્બર અશો જરથુસ્ત્ર

    ઈરાનના ઈતિહાસમાં આપણા પવિત્ર પુર્વજોમાં કેટલાક દિવ્ય પુરૂષો હતા જેમના માથાની આસપાસ દિવ્ય તેજ હતું પરંતુ અશો જરથુષ્ટ તેમાં સર્વશ્રેષ્ઠ હતા. દરેક પવિત્ર કાર્ય કરતા પહેલા તેમને યાદ કરાય છે. આજે ખોરદાદ સાલ નિમિત્તે તેમના જીવનની બાબતો રજૂ કરી રહ્યા છે જે વાંચતા આપણે કયારેય કંટાળતા નથી. કયાની વંશના નેકદીલ અશો પાદશાહ લોહરાસ્પના રાજ્યઅમલ દરમિયાન…