પથરી અને લોખંડની વીટી
પથરીનો રોજ લોકોમાં બહુજ જાણીતો છે. પથરી સામાન્ય રીતે મૂત્રમાર્ગ કે પિત્તાશયમાં થતી હોય છે. કયારેક, શરીરનાં તંત્રોની નબળાઈ તો કયારેક, ગ્રહણ કરેલ ખોરાક-પાણીમાં રહેલા દોષોને લીધે પથરી થાય છે. પથરીનું નિદાન થાય તો, તેની પધ્ધતિસરની ચિકિત્સા તો કરવી જ જોઈએ. પરંતુ સાથોસાથ વ્યક્તિ જો કોઈપણ આંગળીમાં (હાથની) લોખંડની વીટી નિત્ય પહેરી રાખે તો પથરીના રોગમાં અચૂક આશ્ર્ચર્યજનક સુધારાઓ જોવા મળે છે. પથરીના રોગીઓએ લોખંડની વીંટી પહેરી રાખવાની (અચૂક) સલાહ છે.
