બંદગીને લગતા થોડાક કાયદાઓ

બંદગી દરમ્યાન ગફલતથી કોઈ પદ ચુકી ન જવાય યા એકને બદલે બીજું ભલતું નહીં ભણાય તેની ખૂબ કાળજી રાખવી. ભણતી વખતે ઉત્તર દિશાએ આપણું મોઢું આવે નહીં તેની ખૂબ સંભાળ રાખવી. બંદગી માટે બડી બામદાદનો વખત મુંબઈ ટાઈમ 3 વાગ્યાથી તે સુરજ ઉગ્યા પછી એક કલાક સુધીનો સૌથી મુબારક છે કારણ કે એ વખતે હવા આખા દીવસની લોકોની ધમચમ કરી પછી ઘણીજ શાંત ધ્વનીવાલી અને સરોશના નીચે ઉતરતા પહેલા પ્રવાહથી ઉત્તમ બનેલી હોય છે, તેથી અવસ્તા બંદગીની શાંત ધ્વનીઓની ઉત્તમ અસરો ઉભી થાય છે. બનતાં સુધી ઉભા રહીને ભણવું. જો બેસીને ભણવું પડે તો મરદે પોતાના બે પગો ગુંઠણમાંથી જમણી તરફ વાળીને તેમજ ઓરતોએ ડાબી બાજુ તરફ વાળીને બેસવું એ અસલ બેસીને ભણવાની ઈરાની ઢબ છે, જેને દો-ઝાનુ બેસવું યાને બેઉ ગુંઠણ સાથે કરીને બેસવું એમ કહે છે. પલાંઠી વાળીને બેસવાના કરતા આ રીત વધુ સારી ને અસલ છે. જો ઉભા રહીને નમન કરવું હોય તો જમણો હાથ લંબાવીને સલામની માફક હાથ માથા આગળ લઈ જવો, યા જમણો હાથ લંબાવીને સલામની માફક હાથ માથા આગળ લઈ જવો યા જમણો હાથ દીલ યાને અંત:કરણ ઉપર મુકી માથું ઝુકાવવું. ભણતી વખતે કોઈબી રીતે આગળ પાછળ હલવું નહીં. શરીરમાંથી લોહી, રસી, પરૂ વગેરે કાંઈ જખમમાંથી નીકળતું હોય તો તેને બરાબર સાફ કરી મલમપટો બાંધીને કરીને પછી ભણવું. ભણતી વખતે તપકીર સુંઘવી નહીં. હાથ પગ, નખ, આંટણ, ચામડા તોડવા કે સાફ નહીં કરવા. બધા બોલેબોલ આખા અને ખુલ્લા બોલાય તેમ શુધ્ધ ઉચ્ચારે આસ્તેથી શાંતિથી અવસ્તા ભણવા. કેટલાકો ભણવાનું જલદી પુરૂં કરવા ઉતાવળથી ભણે છે કે અરધા અરધ શબ્દોનો ઉચ્ચાર ખુલ્લો બરાબર થતો નથી અને આ રીતે બંદગીનો ફાયદો જેવો જોઈએ તેવો મળતો નથી. દૂર બેઠેલી ઓરતે એક શબ્દ પણ બંદગીનો તેવી દૂર બેઠેલી હાલતમાં ભણવો નહીં યા કુસ્તીબી કદી કરવી નહીં. તદ્દન શુધ્ધ લખાણની અવસ્તાની ભણવાની ચોપડીનોજ પહેલેથી ઉપયોગ કરી શુધ્ધ ભણવાની ટેવ પાડવી. ફેન્સી ચામડાના કવરવાલી ભણવાની ચોપડી બીલકુલ વાપરવી નહીં. કારણ કે ચામડું અપવિત્ર ચીજ છે. રાતે ભણતી વખતે કોપરેલ, દીવેલના યા ચરબી વગરના સોજા ઘીના દીવા સામે ભણવું. હાલમાં વીજળીની આંખના પલકારામાં જાહેર થતી અને બંધ થતી બનાવટી બત્તી ઘણા ઘરોમાં સળગાવવામાં આવે છે તેની આગળ કુસ્તી યા કોઈબી માંથ્રવાણીનું ભણતર યા ક્રીયાકામ શું અથોરનાનો કે શું બેહેદીનોથી દીની કાયદા પ્રમાણે બીલકુલ થાય નહીં. ભણતી વખતે કદાચ હાજતે (વારા પીસાબે) જવું પડે યા ન છુટકે કાંઈ કામ પડે તો જે ભણતર ભણતા હોઈએ તે બનતાં સુધી આખું પૂરૂં કરી નાખવું યા ન છુટકે આખું પૂરૂં ન થાય તો અધુરૂ રહેવા દઈ ઉપલી ન ધારેલી અડચણ દૂર કરી પાછું હાથ મોઢું ધોઈ કુસ્તી કરી જે અધુરૂં મુકેલું ભણતર હોય તે પહેલેથી પાછું માંડવું. પછી બાકીનું જે ભણતર ભણવાનું હોય તે ભણી લેવું. કદાચ ભણતી વખતે ટોપી પડી જાય તો તુરત જ પાછી કુસ્તી કરી જે અધુરૂં ભણતર રહેલું હોય તે પહેલેથી પાછું શરૂ કરવું. કોઈ કુસ્તી કરતું હોય તેની 3 કદમ યાને 10 ફૂટની અંદર આડે ફરી જવું નહીં. પાક મકાનોના કેબલાવાળા હોલમાં કુસ્તી કરવી નહીં. ભણતી વખતે યા કોઈબી વખતે પગની નીચેથી ઘુટી આગળથી આટી મારવી નહીં યાને ઘુટી આગળથી પગ એકેપર ચઢાવવા નહીં. ભણતી વખતે છાતી તેમજ કોણી સુધીના હાથો ઢંકાયેલા રહે તેમ વસ્ત્ર પહેરવું. યજશ્ને, વંદીદાદની ક્રિયા કરતી વખતે પણ છાતી અને હાથો કોણી સુધી ઢંકાય તેમ વસ્ત્ર પહેરવું ઘણું જરૂરનું છે. તેમજ લેંઘા પર બીજો લેંઘો પહેરી ભણતી વખતે પેવંદ જરૂર રાખવું. તેમજ પાટલુન નીચે લેંઘો આખો વખત હમેશા જરૂર પહેરેલો રાખવો. ભણતી વખતે કુશ્તી તેમજ તચાકડી ઉત્તર દીશા જોઈને ત્યાંજ ધીમેથી પખોડવી. બનતાં સુધી ભણતી વખતે ગજવામાં કાગજો, ચામડાની પોકેટ, કુચી, વગેરે તેવી ચીજો સાથે ન હોય તો ઘણું સારૂં કુસ્તીનો પાછલો ગાંઠ કદાચ છુટી જાય તો પાછો અષેમ ભણીને બાંધવો. જ્યાં ઘણી ગડબડ અને મોટો અવાજ થતો હોય ત્યાં બંદગી ઘણી ધીમે સાદે ભણવી નહીં તો સ્તોતની અસર તેથી તપાઈ જાય છે વગેરે વગેરે બીજા ઘણાંક બારીક પાળવામાં અઘરા એવાં આપણી સૌથી શ્રેષ્ઠ દીનના ફરમાનો છે.

Similar Posts

  • ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે કરેલી સોળ વર્ષની ઉજવણી

    14મી ફેબ્રુઆરી, 2022ના રોજ, હૈદરાબાદમાં બાઈ માણેકબાઈ એન. ચિનોય અગિયારીના હમબંદગી જૂથે, દર સોમવારે અગિયારી ખાતે સાપ્તાહિક હમબંદગીનું આયોજન કરવાના ભવ્ય 16 વર્ષ પૂરા કર્યા હતા. હમબંદગીનું નેતૃત્વ મુખ્ય ધર્મગુરૂ, એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના દ્વારા ધાર્મિક વિષયો પર ટૂંકુ પ્રવચન કરવામાં આવે છે. રોગચાળા અને લોકડાઉન દરમિયાન પણ આ…

  • World Heritage Day Celebrated in Navsari

    There was much celebration and activity in the air in Navsari, Gujarat, on 18th April, 2023, which marked ‘World Heritage Day’. Known as our ‘dharam ni tekdi’ or the religious/cultural capital of the Parsi community, Navsari indeed houses a number of heritage structures which highlight the glorious legacy of our community. To further boost and…

  • પાછા તેમના મજબૂત પગ પર ઉભા રહેતા!

    ‘હું ફરીથી ઉભો રહેવા મકકમ બન્યો છું, હું બીજાઓ ઉપર આધાર રાખવા નથી માંગતો. જે દિવસે મારો અકસ્માત થયો તે દિવસની યાદ મારા મનમાં હજુપણ તાજી છે. હું જાણતો હતો કે મારે મારા બાળકો માટે જીવવાનું છે.’ અસ્પી આત્મવિશ્ર્વાસથી આવનાર મુલાકાતીઓને સ્મિત આપી જણાવે છે. અસ્પી છેલ્લા મહિનાઓથી ધી બીડી પીટીટ પારસી હોસ્પિટલમાં સારવારને શ્રેષ્ઠ…

  • પહેલી નજરનો પ્રેમ!

    ઈન્સ્પેકટર એ મારો પીછો કરે છે. સાહેબ…એ.. તમે કોણ છો? કયાંથી આવો છો તમે ગભરાયેલા કેમ છો? કોણ તમારો પીછો કરે છે? હું ખુરસી પર બેસુ સાહેબ? બેસો.. લો પાણી પીઓ હવે માંડીને વાત કરો કે શું થયું છે? મારૂં નામ જીયાં, હું મહિનો થયો, નહિ.. મહિનો થવામાં થોડાજ દિવસ બાકી છે. માત્ર ચાર દિવસ….

  • ધૈર્ય અને દ્રઢતા કિંમત અવશ્ય ચૂકવે છે

    18 વર્ષ સાથે, સફળ કારકિર્દી અને બોમ્બેમાં ઘર હોવા છતાં, નાજુ અને સરોશ (નામ બદલાયા) માટે કંઇક ખોટું થયું. સફળતાની સીડી ચઢતા સમય પસાર થતો હતો તેઓ ઈચ્છતા હતા પોતાનું કુટુંબ, ઘરનું એક બાળક. આ વાર્તાના વર્ણનકર્તા તરીકે આ પ્રવાસમાં હતાશ અને નિરાશ યુગલોને સમજાવવું ખુબ મુશ્કેલ છે. યુગલો માટે સંતાન રાખવા માટે સંઘર્ષ કરવો…

  • હસો મારી સાથે

    અમેરિકામાં મારો કાર્યક્રમ સેનજોસમાં હતો. મે કહ્યું: સેનજોસેમાં કાર્યક્રમ છે એટલે ત્યાંનો આયોજક મને કહે, સેનજોસે નહીં પણ સેનહોજ બોલવાનું. અમેરિકામાં જેનો ઉચ્ચાર હ કરવાનો. મેં કહ્યું હવે ભૂલ નહીં થાય. એક દિવસ આયોજક મને કહે, ફરી પાછા અમેરિકા કયારે આવશો? મેં કહ્યું કે, આવતા હૂન-હુલાઈમાં આવીશ. *** મુંબઈ મેં એક ભાઈને પૂછયું કે મારે…