અમર ઈરાન

જોસીફસ તથા ડેનિયલના ઉપલા હેવાલમાં ઝાઝી તવારીખી સચ્ચાઈ નથી પરંતુ એક અગત્યના તવારિખી સવાલનો ફડચો કરવાનો હોવાથી ઉપલી કલ્પીત કહાણીની નોંધ લેવી પડી છે.

યાહુદીઓનો દારયવુશ ધી મીડ તેઓ મુજબ મીડીયાના શહેનશાહ એસ્તાયજીસનો બેટો થતો હતો. ગ્રીક લોકો તેને જૂદાજ નામે ઓળખતા હતા.

તેણે પેગમ્બર ડેનિયલને પોતાના વતન મીડીયા ખાતે લઈ જઈ ઘણું માન આપ્યું. તે રાજ્યકર્તાએ તેને પોતાની જોડે રાખ્યો અને પોતાની બહોળી શહેનશાહતના 360 પ્રાંતો ઉપર નિમવામાં આવેલા ત્રણ પ્રમુખમાનો તેને એક પ્રમુખ બનાવવામાં આવ્યો.

મીડિયન શહેનશાહતના ત્રણ પ્રમુખમાના એક મુખ્ય પ્રમુખનો ઓધ્ધો ડેનિયલને બક્ષવામાં આવ્યાથી શહેનશાહતના બીજા સરદારો અને શાહજાદાઓ અદેખાઈથી બળવા લાગ્યા. વળી તેની ચાલીકી, બહોળું જ્ઞાન અને વફાદારીથી શહેનશાહ દારયવુશનો તે વિશ્ર્વાસ જીતી શકયો અને સઘળું અગત્યનું કામકાજ તેનેજ સોંપવામાં આવ્યું. આથી તેના અદેખા હરીફો તક શોધવા લાગ્યા. પણ તેણે તેઓને કશી લાંચ લેતો નહીં અને કોઈપણ ભેટ સ્વીકારતો નહીં. આથી જ્યારે તેના કોઈપણ શરમભર્યા કે ઠપકાને પાત્ર કામને માટે તેઓ શહેનશાહત દારવયુશ આગળ તેને ઉઘાડો પાડી શકયા નહીં ત્યારે તેઓએ એક જૂદોજ તાગડો રચ્યો.

ડેનિયલ પોતાના ધર્મના ફરમાન મુજબ દિવસમાં ત્રણવાર પોતાના પેદા કરનારની બંદગી કરતો હતો. તેની આ ધાર્મિક પ્રવૃત્તિ જોઈ તેના શત્રુઓએ સાથે મળી એક કાવત્રુ રચ્યું અને શહેનશાહત દારયવુશ સન્મુખ જઈ તેઓએ જણાવ્યું કે રાજયના સઘળા પ્રમુખો, હાકેમો શાહજાદાઓ, સલાહકારો અને લશ્કરી સરદારોએ સાથે મળી એવી મસલત કીધી છે કે એવી મતલબનો પાદશાહી કાયદો સ્થાપવો, અને એવો સખ્ત હુકમ બહાર પાડવો કે જે કોઈ શખ્સ ત્રીસ દિવસ સુધી પોતાના પાદશાહ સિવાય કોઈ પણ દેવતા કે શખ્સની પ્રાર્થના કરશે તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે. શહેનશાહ દારયવુશને તેઓની બુરી મતલબ માલમ નહીં હોવાથી તેણે તેઓને ટેકો આપ્યો. આ ઉપલી મતલબનો કાયદો ત્રીસ દિસ માટે સ્થાપ્યો.

(ક્રમશ)

Similar Posts

  • પથરી અને લોખંડની વીટી

    પથરીનો રોજ લોકોમાં બહુજ જાણીતો છે. પથરી સામાન્ય રીતે મૂત્રમાર્ગ કે પિત્તાશયમાં થતી હોય છે. કયારેક, શરીરનાં તંત્રોની નબળાઈ તો કયારેક, ગ્રહણ કરેલ ખોરાક-પાણીમાં રહેલા દોષોને લીધે પથરી થાય છે. પથરીનું નિદાન થાય તો, તેની પધ્ધતિસરની ચિકિત્સા તો કરવી જ જોઈએ. પરંતુ સાથોસાથ વ્યક્તિ જો કોઈપણ આંગળીમાં (હાથની) લોખંડની વીટી નિત્ય પહેરી રાખે તો પથરીના…

  • ડબલ ડિગ્રીઓ મેળવતી વિખ્યાત કાઝવીન

    અમદાવાદની કાઝવીન કાપડિયાએ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક એન્ડ લોમાં – એક સાથે તેની બેવડા સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, અસાધારણ શૈક્ષણિક સિદ્ધિની ઐતિહાસિક સ્થાપના કરી. ફિરોઝ અને જેનિફર કાપડિયાની પુત્રી, કાઝવિને સોશિયલ વર્કના પ્રવાહમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરવા બદલ તેણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. કાઝવીન હાલમાં મુંબઇ સ્થિત પૂર્ણ-સેવા કાયદાકીય કંપની…

  • NCPA Brings You An Eventful February 2022!

    NCPA invites you to decipher love stories of the famous (and infamous) with ‘Readings in the Shed’ at 7 pm on 13th February (Experimental Theatre). Relive Greek mythology at the opera screening of ‘Eurydice’, at 6 pm on 17th February (Godrej Dance Theatre) and witness the graceful ‘Swan Lake’ ballet screening at 6 pm on 22nd February (Godrej Dance Theatre). Catch the theatre…

  • Parsi Pride

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times continues to celebrate the successes of our young adults who have done exceedingly well in their academic performances in the Board exams across schools and colleges in India. Kudos to all our bright sparks who make our community proud![/otw_shortcode_info_box] Fantastic Farsak! Er. Farsak Palia of Navsari scored CGPA- 9.48/10 and stood…

  • ZAC Organises Faresta Ceremony

    On 22nd April, 2017, around a hundred community members residing in California, USA, gathered to celebrate Adar Mahino and Adar Roj Parabh at the newly built Atash Kadeh of Zoroastrian Association of California (ZAC). Celebrated with a Faresta ceremony, performed by President of North American Mobed’s Council, Dr. Er. Ardaviraf Minocherhomji, Dr. Er. Khushroo Unwalla,…

  • 25 Dog Training Tips

    A good/successful trainer has oodles of patience. Rewarding good behaviour is crucial for successful dog training. Focus on initiating and rewarding good behaviour rather than waiting for the dog to misbehave and then punishing it. Always praise your dog for behaving well at least twice as much as you correct the dog for misbehaving. It’s…