દુનિયામાં રહીને ઈશ્ર્વરી યા મીનોઈ જીંદગી

ત્યારે આપણ સર્વએ ફકત સાત નેકીઓ જ નહીં પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. એમ કરી આપણે ઉપર કહેલા આપણા સર્વ સંબંધો જાળવવાના છે. આપણ સર્વ બે દુનિયા યા બે જીંદગી માટે બોલીએ છીએ. એક માટે કહીએ છીએ કે આ દુનિયા અથવા આ જીંદગી બીજી માટે બોલીએ છીએ કે બીજી દુનિયા અથવા બીજી જીંદગી મરણ પછીની જીંદગી માટે આપણે સાધારણ રીતે બીજી જીંદગી તરીકે બોલીએ છીએ. એજ પ્રમાણે આપણે શારીરિક જીંદગી અથવા આત્મિક જીંદગી માટે બોલીએ છીએ. પારસી પુસ્તકોમાં એ આત્મિક જીંદગી, મીનોઈ જીંદગી તરીકે પણ બોલાય છે. આત્મીક અથવા મીનોઈ જીંદગી એટલે આપણી પાંચે ઈન્દ્રિયોથી ભોગવાતી, હાડમંડ યા શારીરિક જીંદગીથી જુદી, આત્મા યા રવાનના સંબંધની જીંદગી કે જે સાથે શરીર કરતા મનને વધારે કામ છે. ત્યારે આવી મીનોઈ જીંદગીના ચઢતા તબકકા માટે આપણે આ ગેતીમાં આવી રીતે જીવવું જોઈએ કે જાણે આ દુનિયા તરફ જોતાં આપણે મુએલા પડયા હોઈએ, પણ અહુરમઝદ તરફ જોતાં, તેની મીનોઈ જીંદગી તરફ જોતાં, જીવતા હોઈએ એમ કરવા માટે દુનિયાને તર્ક કરવાની નથી કે બાયડી છોકરાને ત્યજવાના નથી. દુનિયામાં રહીને એવી જીંદગી ગુજારવાની કોશેશ કરવી જોઈએ. આ દુનિયાના સંબધો આપણે તોડવાના નથી પણ તે સંબંધો પર વડપણ મેળવવાનું છે. આ દુનિયામાંજ રહીને જાણે દુનિયાથી એક રીતે છુટા રહેવાનું છે. દુનિયાથી છૂટા રહેવું, એટલે આપણા પગ ઉપર વધુ આધાર રાખતા રહેવું. આ જીંદગીબાદ તમારી બીજી જીંદગીમાં પણ તમો કોઈ બીજાને આધારે યા બીજાની દયા ઉપર તેના કીધેલા ઉપર આધાર રાખી શકશો, એવો ખ્યાલ દૂર કરો.

Similar Posts

  • Natalia Dalal Bags Gold, Bronze In Karatedo Championship

    Natalia Dalal, who represented India, alongside sixteen others, at the 31st Busan Mayor’s Cup and 12th  Korea Open International Karatedo Championship, held from the 7th to the 12th of June, 2019, has done the country and the community proud by winning one Gold and three Bronze Medals! She bagged the Gold Medal in the ‘Senior…

  • “Work For The Spiritual Freedom Of Humanity”

    – Avatar Meher Baba – 25th February, 2023 marks the 129th Birth Anniversary of beloved Avatar Meher Baba. The following is a discourse given by Him on ‘Spiritual Freedom’: All over the world, the spirit of man is crying out for freedom. Love of freedom and the search for freedom are principal characteristics of humanity….

  • મૃત્યુ – પછી અને હવે

    ‘મુ’ અને ‘એટલાન્ટિસ’ની પ્રાચીન સંસ્કૃતિમાં, શ્ર્વાસ નિયંત્રણ, મન-નિયંત્રણ અને અંતિમ વિચારને માર્ગદર્શન આપવાની વિગતો સાથે મૃત્યુ પર કેટલાક નિયમો અને પ્રથાઓ હતી. પ્રાચીન ઇજિપ્તમાં, ગુપ્તચર લોકો આગાહી કરતા કે શું જીવન માટે લડવાનો સમય હતો અથવા તેમના રાજાઓ માટે જાઓ અને મરી જાઓ. તિબેટીયન લામાસ અને આપણા ભારતીય ઋષિ -મુનિઓ સભાન-મરવાની કળા જાણતા હતા. ઋષિ-મુનિઆ…

  • પહેલી નજરનો પ્રેમ!

    ઈન્સ્પેકટર એ મારો પીછો કરે છે. સાહેબ…એ.. તમે કોણ છો? કયાંથી આવો છો તમે ગભરાયેલા કેમ છો? કોણ તમારો પીછો કરે છે? હું ખુરસી પર બેસુ સાહેબ? બેસો.. લો પાણી પીઓ હવે માંડીને વાત કરો કે શું થયું છે? મારૂં નામ જીયાં, હું મહિનો થયો, નહિ.. મહિનો થવામાં થોડાજ દિવસ બાકી છે. માત્ર ચાર દિવસ….

  • 19th JIO MAMI FILM FESTIVAL

    THELMA – Drama, 116m, Norway, Dir. Joachim Trier A superlative film – easily one of the best in the Festival, it’s about a university student’s attraction – with near disastrous consequences – for her fellow female colleague. The seizures the former is prone to, coupled with the dark secret she and her parents share, form…