અમર ઈરાન

જોસીફસ તથા ડેનિયલના ઉપલા હેવાલમાં ઝાઝી તવારીખી સચ્ચાઈ નથી પરંતુ એક અગત્યના તવારિખી સવાલનો ફડચો કરવાનો હોવાથી ઉપલી કલ્પીત કહાણીની નોંધ લેવી પડી છે.

યાહુદીઓનો દારયવુશ ધી મીડ તેઓ મુજબ મીડીયાના શહેનશાહ એસ્તાયજીસનો બેટો થતો હતો. ગ્રીક લોકો તેને જૂદાજ નામે ઓળખતા હતા.

તેણે પેગમ્બર ડેનિયલને પોતાના વતન મીડીયા ખાતે લઈ જઈ ઘણું માન આપ્યું. તે રાજ્યકર્તાએ તેને પોતાની જોડે રાખ્યો અને પોતાની બહોળી શહેનશાહતના 360 પ્રાંતો ઉપર નિમવામાં આવેલા ત્રણ પ્રમુખમાનો તેને એક પ્રમુખ બનાવવામાં આવ્યો.

મીડિયન શહેનશાહતના ત્રણ પ્રમુખમાના એક મુખ્ય પ્રમુખનો ઓધ્ધો ડેનિયલને બક્ષવામાં આવ્યાથી શહેનશાહતના બીજા સરદારો અને શાહજાદાઓ અદેખાઈથી બળવા લાગ્યા. વળી તેની ચાલીકી, બહોળું જ્ઞાન અને વફાદારીથી શહેનશાહ દારયવુશનો તે વિશ્ર્વાસ જીતી શકયો અને સઘળું અગત્યનું કામકાજ તેનેજ સોંપવામાં આવ્યું. આથી તેના અદેખા હરીફો તક શોધવા લાગ્યા. પણ તેણે તેઓને કશી લાંચ લેતો નહીં અને કોઈપણ ભેટ સ્વીકારતો નહીં. આથી જ્યારે તેના કોઈપણ શરમભર્યા કે ઠપકાને પાત્ર કામને માટે તેઓ શહેનશાહત દારવયુશ આગળ તેને ઉઘાડો પાડી શકયા નહીં ત્યારે તેઓએ એક જૂદોજ તાગડો રચ્યો.

ડેનિયલ પોતાના ધર્મના ફરમાન મુજબ દિવસમાં ત્રણવાર પોતાના પેદા કરનારની બંદગી કરતો હતો. તેની આ ધાર્મિક પ્રવૃત્તિ જોઈ તેના શત્રુઓએ સાથે મળી એક કાવત્રુ રચ્યું અને શહેનશાહત દારયવુશ સન્મુખ જઈ તેઓએ જણાવ્યું કે રાજયના સઘળા પ્રમુખો, હાકેમો શાહજાદાઓ, સલાહકારો અને લશ્કરી સરદારોએ સાથે મળી એવી મસલત કીધી છે કે એવી મતલબનો પાદશાહી કાયદો સ્થાપવો, અને એવો સખ્ત હુકમ બહાર પાડવો કે જે કોઈ શખ્સ ત્રીસ દિવસ સુધી પોતાના પાદશાહ સિવાય કોઈ પણ દેવતા કે શખ્સની પ્રાર્થના કરશે તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે. શહેનશાહ દારયવુશને તેઓની બુરી મતલબ માલમ નહીં હોવાથી તેણે તેઓને ટેકો આપ્યો. આ ઉપલી મતલબનો કાયદો ત્રીસ દિસ માટે સ્થાપ્યો.

(ક્રમશ)

Similar Posts

  • Cama Ball 2019

      Age, it seems, is neither a barrier nor a deterrent for shaking a leg or exchanging a kiss with your long-time life partner. This was evident when London-based Adi Mistry (all of 91) and wife Gool, 85, who come down to Cama Park every winter, trudged along to the dance floor to win the…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s monthly column on her unique Numero-Tarot readings [/otw_shortcode_info_box] . January (Lucky No. 1; Lucky Card: Card Magician): You are advised to spend quality time with family. This is a good month, financially. Even though you might not be up to it, do go out and socialize. Sometimes…

  • ZTFI Makes New Year Happy For All!

    Known to spearhead smiles among the lesser privileged of our community, Zoroastrian Trust Funds of India (ZTFI) was once again at the forefront of sharing happiness, bringing in the auspicious Parsi New Year amidst much celebrations, fanfare and philanthropy. ZTFI’s Feed-A-Family Program has been growing in popularity since its inception, but the Program’s ‘New Year…

  • Your Moonsign Janam Rashi This Week –
    16 December, 2017 – 22 December, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી તમે ચેરિટી સોશિયલ કામો સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડીઘણી બચત કરીને સારી જગ્યાએ રોકાણ કરજો.  ગુરૂની કૃપાથી કોઈ મિત્રના મદદગાર બનશો. ચાલુ કામમાં તમને આનંદ મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરવામાં…

  • તમે યુગથી યુગ અને વયથી વયમાં એક સમાન છો

    તમે પરિવર્તન વિહિન છો, અહુરા મઝદા, અત્યારે અને હમેશા એક સમાન છો તમે ગુણાતીત (ભૌતિક વિશ્ર્વની મર્યાદાઓથી પર) છો અને બધાને ચલાવો છો છતાં તમે કોઈનાથી સંચાલિત નથી અનેકવિધ પરિવર્તનો વચ્ચે તમે એકલા જ પરિવર્તન વિહિન તથા અકબંધ-કોઈ અસર પામ્યા વિનાના છો. આસપાસનું બધું જ ક્ષય પામે છે પડવા માટે વૃધ્ધિ પામે છે. મૃત્યુ પામવા…