સુખી સ્ત્રી!

ખરેખર સુખી એ સ્ત્રી છે, જેણે નક્કી કરી લીધું છે કે હવે મારે ખુશ રહેવું છે, મને કોઈ પ્રેમ કરે કે ના કરે, મારી ખુશી કોઈના પ્રેમ પર નિર્ભર નથી, મારી ખુશી એ મારી અંગત જવાબદારી છે અને એને હું બખૂબી નિભાવીશ!

સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું છે કે હવે હું મારાં ભૂતકાળ ને નહીં વગોળું, જે થઈ ગયું, એ થઈ ગયું, હવે હું મારી આજ ને બહેતર અને આવતી કાલને બહેતરીન બનાવાની પુરી કોશિષ કરીશ!

સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું કે હવે હું એક પીડિતા એક લાચાર વ્યક્તિ તરીકેની જિંદગી નહીં જીવું, હું આ દુનિયાનો આ સમાજનો, લોકોનો મારાં પોતાનાંઓનો મજબૂતાઈથી સામનો કરીશ.!

સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું કે હવે હું ખુદ પર દયા નહીં ખાઉં, મારાં જીવનનું સ્તર એટલું ઉંચું લાવીશ કે મારી દયા ખાવાવાળા લોકો મારી ઈર્ષા કરવાનું શરૂ કરી દેશે.!

સ્ત્રી એ સુખી છે જેણે એવાં કોઈ વ્યક્તિની જરૂરિયાત નથી જે એને એમ કહે કે તું હવે પાતળી લાગે છે, કે ગોરી લાગે છે, કે સુંદર દેખાય છે, હું આ દુનિયામાં કોઈને ઈમપ્રેસ કરવાં માટે નથી આવી!

સ્ત્રી એ સુખી છે જેને કોઈ વ્યક્તિ પાસેથી એવું સર્ટીફીકેટ નથી જોઈતું જે સાબીત કરે હું ‘કેવી’ છું, આ દુનિયાની કોઈ વ્યક્તિને મને જજ કરવાનો કોઈ હક નથી, અને બધાં ને ખુશ કરવાનો મેં કોઈ ઠેકો લીધો નથી!

સ્ત્રી એ સુખી છે, જેણે ઉપરની બાબતોને હકીકત બનાવા માટે સૌથી વધારે જરૂરી જે છે, ‘આત્મનિર્ભર થવું’ એની કવાયત શરૂ કરી દીધી છે! પ્રેમને ઝંખો નહીં, ખુદને પ્રેમ કરતાં શીખો, ખુશ રહેતાં શીખો, દુનિયા તમારી પાછળ આવશે!

‘હેપ્પી વુમન્સ ડે’

Similar Posts

  • જીવનમાં ‘છોડી દેવું’ શીખવા જેવું છે!!

    મુંબઈ શહેર સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ જાણીતું શહેર છે, એવું ઘણી વખત ફિલ્મોમાં પણ કહેવામાં આવ્યું છે અને કદાચ હકીકતમાં પણ બનતું હશે કે રોજના હજારોની સંખ્યામાં લોકો ત્યાં નવા સપના લઈને આવતા હોય છે. એવી જ રીતના કલાકાર બનવાનું સપનું લઈને 10 વર્ષ પહેલા એક નવયુવાન આવ્યો હતો, અને ત્રણ વર્ષની મહેનત…

  • |

     “DNA Does Not Evaporate After Marrying Outside!” Says Supreme Court

    On Thursday, 7th December, 2017, the case of Goolrukh Gupta, came up for its first hearing in the Supreme Court. Goolrukh had married out of the Parsi Community and is currently fighting for her rights to continue practicing Zoroastrian and not be barred from entering fire temples and the Towers of Silence. A bench comprising…

  • Caption This – 4th December

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 8th December 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • રખ્યા

    આતશ બહેરામ પાદશાહની ભશમ એક ઘણી મોતેબર વસ્તુ છે. તે એક ચીજ છે કે જે તે પાદશાહનો દુવ્વમ દરજ્જો જલવો રાખે છે. પાદશાહના મીક્ષો અને ઉશ્તાનો હસ્તી અને નીસ્તીના આસ્માનોના મીથ્ર ઉશ્તાન સાથે સંબંધ રાખે છે જેથી મીનોઈ અને હસ્તીની આલમોનાં નુરોનો પ્રભાવ તે પાદશાહમાં રહે છે. આ બધો જલ્વો આતશ પાદશાહની ભશમમાં કરાર પામીને…

  • Letters to the Editor

    Resolution For The Year 2020 Let us start this auspicious new year 2020 with a resolution to establish peace, unity and understanding in our community. May all beings be happy! May all beings be free from fear! Let our hearts be devoid of all negative feelings and filled with the subtle virtues of kindness, compassion love and forgiveness! It…

  • YOUTH-SPEAK: Assume Less, Work Harder!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Our community’s youth today, are tomorrow’s community leaders, and it would be simply naïve to not hear out and understand the unique insights, issues, dilemmas and preferences that our new gen lives with and wishes to share with us. Parsi Times is delighted to launch ‘YOUTH-SPEAK’ – a platform for our Zoroastrian youth…