સ્ત્રીઓનું ‘કંઈ નહીં!’

અચૂક તું સાંજે ઘરે આવીને મને પૂછતો, આજે શું શું કર્યું? હું મૂંઝાઈ જતી. કેટલુંય વિચારૂ તોય જવાબ ન સૂઝતો કે મેં દિવસભર શું કર્યું! આખરે સમય સપનાની જેમ સરી ક્યાં ગયો! અંતે હારીને કહી દેતી ‘કંઈ નહીં’ અને તું મર્માળુ હસી પડતો.

એ દિવસે મારું એવું કરમાયેલું ‘કંઈ નહીં’ સાંભળીને તેં મારો હાથ તારા હાથમાં લઈને કહ્યું: ‘સાંભળ, આ ‘કંઈ નહીં’ કરવાનું પણ બધાનું ગજું નથી હોતું.’

‘સૂરજના પહેલા કિરણની સાથે જ ઊઠી જઈ, મારી ચામાં તાજગી અને બાળકોના દૂધમાં તંદુરસ્તી મેળવવી, ટિફિનમાં પ્રસન્નતા ભરવી, તેમને સ્કૂલ રવાના કરવાં, પછી મારો નાસ્તો, મને ઓફિસ માટે વિદાય કરવો, કામવાળી બાઈથી માંડીને બાળકોના સ્કૂલથી આવવાના સમય સુધી રસોઈ, કપડાં, સાફસૂફી, તેમનો અભ્યાસ.’

‘પછી સાંજ અને રાતનાં રોજિંદાં રૂટીન. અને આ બધાંની વચ્ચે પણ બહારના કામકાજ માટે થોડો સમય ચોરી લેવો!’ ‘કહે તો ખરી, આટલું ‘કંઈ નહીં’ કેવી રીતે કરી લે છે?’

હું મુગ્ધતાથી તને સાંભળી રહી હતી અને તું બોલ્યે જતો હતો તારૂ ‘કંઈ નહીં’ જ આ ઘરનો પ્રાણ છે. અમે રૂણી છીએ તારા આ ‘કંઈ નહીં’ના,‘કેમ કે તું ‘કંઈ નથી’ કરતી ત્યારે જ અમે ‘ઘણુંબધું’ કરી શકીએ છીએ’

‘તારૂં ‘કંઈ નહીં’ અમારી નિરાંત છે, અમારો આધાર છે, અમારી મહત્વાકાંક્ષા છે. તારા એ ‘કંઈ નહીં’થી જ આ મકાન ઘર બને છે, તારા એ ‘કંઈ નહીં’થી જ આ ઘરનાં તમામ સુખ-વૈભવ છે.’

તેં મારા સમર્પણને માન આપ્યું, મારા ‘કંઈ નહીં’ને સન્માન આપ્યું, હવે  ‘કંઈ નહીં’ કરવામાં મને કોઈ સંકોચ નથી!

હેપ્પી વુમન્સ ડે

 

Similar Posts

  • શિરીન

    પહેલીજ તકે ત્યારે તે જવાન પોતાની વહાલી માતા આગળ મળવા મદ્રાસ પુગી ગયો. દીલનાઝ વોર્ડન ઘણે ઘણે વરસે પોતાનાં બચ્ચાંને ફરી મળવાથી ખુશાલીથી છાકટ બની ગઈ. ‘કેરસી, મારા બચ્ચાં, મારા દીકરા, તું કેટલે વરસે કયાંથી પાછો આયો?’ ને જ્યારે તે સર્વ વિગત તે માતાએ એક શોક ખાઈ પોતાનાં દીકરા આગળથી જાણી કે તેણી ઉશ્કેરાઈ જઈ…

  • Turn Your Passion For Canines Into A Career!

    [otw_shortcode_info_box border_style=”bordered” border_color=”#d09c2c” background_color=”#f0e0c3″] Asia’s Pioneering Canine Behaviourist and Trainer, Shirin Merchant looks at the various professional options available in the field of careers with canines in India. [/otw_shortcode_info_box] . If you have always loved dogs and dreamed of working with them, then here’s some good news – you can make a career of out…

  • DPA Celebrates Jamshedi Navroz

    The Delhi Parsi Anjuman (DPA) celebrated Jamshedi Navroz with an annual fund-raiser event at the Pirojsha Godrej Cultural Centre Auditorium, Delhi on 21st March, 2017. For the first time, DPA organised a performance -‘Pappa Avaj Hoi Che’ – by Mumbai’s leading Parsi Theatre Group, Dinyar Contractor Productions, and also had the Gujarati community of Delhi…

  • Thank You Parsi Times!

    Dear Editor, Within an hour of PT’s delivery on Saturday, in response to your kind, brief but impressive front page appeal for bicycles for village school children,on my behalf, enquiries started coming in. I’m glad to share that two cycles – one full-sized and one for juniors, were promptly delivered and gifted! A philanthropic lady…

  • Your Moonsign Janam Rashi This Week –
    9th November – 15th November, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે. મિત્રો તરફથી અચાનક મદદ મળી જશે. તમારી સલાહથી કોઈ મિત્રને નુકસાનીમાંથી બચાવી લેશો. તમારા અટકેલા કામો ફરી શરૂ કરી શકશો. નાણાકીય બાબતમાં મદદ લેવાની જગ્યાએ મદદગાર બની જશો. ઘરમાં શાંતિ રાખવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી…