ડાયાબિટીસમાં આદુ નુકસાનકારક

ડાયાબીટીસ અથવા મધુપ્રમેહ રોગ થયો હોય ત્યારે ઔષધિઓ કરતા આહાર-વિહારનું મહત્વ વિશેષ હોય છે. આ રોગ મટી જાય તેવી કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી પરંતુ રોગને કાબુમાં લેવા માટે ઘણી દવા પ્રચલિત છે. આદુ એક તીખી અને સ્વાદિષ્ટ વનસ્પતિ છે, જેનો આહારમાં સ્વાદ તરીકે વપરાશ થાય છે. મોટે ભાગે આદુ લોકોમાં પ્રિય છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આદુ તીખુ હોવા છતાં અને પ્રથમ દ્રષ્ટિએ ડાયાબીટીસમાં હાનિકારક ન જણાતું હોવાછતાં છેવટે તે ડાયાબીટીસમાં હાનિકારક સિધ્ધ થાય છે. આદુમાં ડેકસ્ટ્રોઝ ઘણા પ્રમાણમાં હોય છે. જેને લીધે તે ડાયાબીટીસના રોગી માટે ત્યાજ્ય છે. આદુનું સેવન ડાયાબીટીસના દર્દીઓમાં ડાયાબીટીસનું પ્રમાણ વધારનારૂં છે. મારા એક કવિ મિત્ર ડાયાબીટીસના દર્દી છે અને તેઓ પરેજીમાં ચુસ્ત રહેતા હોવા છતાં ઉપરની વાત જાણતા ન હોવાથી રોજીંદા આહારમાં આદુનો ખાસ્સો પ્રયોગ કરતા હતા અને તેથી ડાયાબીટીસ કાબુમાં રહેતો જ નહોતો. આદુની પરેજી શરૂ કરી દીધી એટલે ડાયાબીટીસ કાબુમાં આવવા લાગ્યો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *