માછીની વાર્તા

પોતાનો છુટકો કરનાર દયાળુ ધણીઓનો ઉપકાર માનવાને તે સોદાગર ચુકયો નહીં. તેઓ પણ તેનો બચાવ થયાથી ખુશી થયા અને ‘સાહેબ મહેરબાન’ કહી પોતપોતાને માર્ગે ચાલતા થયા. તે સોદાગર પોતાને વતન જઈ પહોંચ્યા અને પોતાના બચાં છોકરા સાથે આરામ અને સંતોષથી પોતાની બાકી જીંદગી ગુજારવા લાગ્યા.
પછી શેહરાજાદીએ સુલતાનને કહ્યું કે ‘આજે જે વાર્તા તમો નામદારને કહી સંભળાવી તે એવી ચમત્કારીક હતી તો પણ તે એક ‘માછીની વાર્તા’ કરતાં તો સરસ નથી.’ દીનારજાદી એ કહ્યું ‘પોહ ફાટવાને હજુ વાર છે તેટલા મારી પ્યારી બહેન તે વાર્તા ચલાવો. હું ઉમેદ રાખું છં કે નામદાર સુલતાન તે વિશે કંઈ કહેશે નહીં. સુલતાન શેહેરીયારે તે માંગણી કબુલ રાખી અને શહેરાજાદીએ નીચે મુજબ બોલવા માંડ્યું.
નામદાર સુલતાન! એક શહેરમધે એક જઈફ અને દુર્બળ માચી રહેતો હતો તે એટલો તો મુફલેસ હતો કે તે પોતાની બાયડી તથા ત્રણ છોકરાને માટે પુરતો પોશાક પણ મેળવી શકતો નહોતો. તે દરરોજ મોટે પરોઢિયે માછલા મારવા જતો હતો. તેણે ચોકકસ નિયમ બાંધી રાખ્યો હતો કે આખા દિવસમાં ચાર વેળાથી વધારે વાર પોતાની જાળ નાખવી નહીં. એક દિવસે ચંદ્ર અસ્ત પામ્યાની આગમચ તે માછલા મારવા ગયો અને સમુદ્ર કાંઠે આવી પોતાની જાળ નાખી. તે જાળને જમીન તરફ ખેંચી કાઢતા તે એટલી તો ભારી થઈ પડી કે તે વિચાર કરવા લાગ્યો કે આજે કાંઈ હું ખાટીશ ખરો અને તે મનમાં ઘણો મગન થવા લાગ્યો. પણ તે જાળ ખેંચી કાઢતા તેને માલમ પડ્યું કે માછલાંને બદલે એક મુવેલા ગધેડાનું મડદું તેને હાથ લાગ્યું! આ બનાવ જોઈ તે ઘણોજ ખિજવાયો તેમજ દુ:ખી થયો. તેની જાળ જે ગધેડાનાં મડદાના ભારથી કેટલીક જગાથી તૂટી ગઈ હતી તે તેણે બબડી ફફડી સમારી અને બીજીવાર તેણે તે સમુદ્રમાં નાખી. તે જાળ ખેંચી કાઢતા તેજ માફક તેને અટકાવ થયો અને ફરીથી તેણે વિમાસ્યું કે તેમાં માછલા પકડાયા હશે પણ તેને બદલે એક ટોપલો ભરી રેતી તથા કાદવ હાથ લાગ્યાથી તે અતિ ઘણો નાસીપાસ થયો. ઘણાજ દુ:ખી ને નિરાશી ભરેલા અવાજથી તે બોલ્યો કે ‘ઓ કિસમત! હવે મારી ઉપરથી તારો ક્રોધ કાઢી નાખ! એક માઠાં ભાગ્યના આદમી ઉપર તું જફા ના પાડ, હું નાદર તને વિનંતી કરૂં છું. કે હવે તું બસ કર. (ક્રમશ)

Similar Posts

  • શિરીન

    તે પહેલા વારસ પછી બીજા ચારે પણ તે કાસલમાં જ જન્મ લઈ લીધા ને તે તોફાની બારકસોથી તે મકાન ગાજીવાજી ઉઠતું. હાલમાં મોટો જાંગુ સત્તરનો, પછીની ડેઝી સોલની, વીકી તેરનો, ફ્રેની અગિયારની અને નાનો રૂસી નવનો હતો. એ સર્વમાં શિરીનનો માનીતો વીકી હતો. પોતાના મમાવા જેવોજ જાહેજ ને તોફાથી હોવાથી તે માતાને એમજ લાગી આવતું…

  • Watch ‘History With Cy’ By Cyrus Cama

    – Interesting Insights On Cyrus the Great And Birth Of Achaemenid Empire – Cyrus Cama has launched an interesting and new learning series online which chronicles and provides insights into the birth of the Achaemenid Persian Empire and one of the greatest kings that ever lived – the legendary Cyrus The Great. Launched on YouTube…

  • |

    Film Review: GALI GULEIYAN

    Genre: Drama, Thriller Rating: 3.5/5 114 minutes Director: Dipesh Jain ‘Gali Guleiyan’ translates to ‘In the Shadows’. In this sense, the film, for its major part retains a dusky, gloomy look, which is possibly the intention of its first-time feature director Dipesh Jain. Screened so far at almost ten Film Festivals worldwide, Gali Guleiyan features the…

  • Meherbai’s Mandli Meets On Father’s Day!

    Meherbai’s Mandli met on Father’s Day at her spacious house. Meherbai had ordered Whiskey Burgers, Fish Tikkas and Honey Chicken from her club; beer was kept chilled and for deserts, she had slabs of Jack Daniel liquor chocolates which she had broken into pieces and arranged artistically on a huge Bakarat -crystal dish. Banoo Batak: What…

  • કરામતી ઘોડો અને તેની વિચિત્ર કિંમત

    પૂર્વ કાળમાં ઈરાનના એક પાદશાહનો એવો રિવાજ હતો કે તેના જન્મ દિવસે તે એક મોટો દરબાર દર વર્ષે ભરતો હતો. ત્યાં એક વર્ષમાં જે જે નવી નવી શોધો કોઈએ કરી હોય કે જે જે નવું કાંઈ કોઈએ પોતાની અકકલ હોશિયારીથી બનાવ્યું હોય તે બધાની તપાસ તે દિવસે તે દરબારીઓની વચ્ચે લેતો હતો. પછી બધા બુધ્ધિશાળી…

  • PM Modi Impressed With SII Facility

    Prime Minister Narendra Modi, who carried out a three-city visit to get a “first-hand perspective of the preparations, challenges and roadmap in India’s endeavour to vaccinate its citizens,” on 28th November, 2020, spent over an hour at Pune’s Serum Institute of India (SII), headed by Dr. Cyrus and Adar Poonawala. SII has partnered with AstraZeneca…