પાદશાહ કયુમર્સ

આ પાદશાહને અવસ્તામાં ‘ગયમરેથન’ અને પરેલવીમાં ‘ગયોમર્ત’ કહે છે. અવસ્તા પ્રમાણે તેમણે પહેલવહેલી દાદાર અહુરમઝદની શિખામણ સાંભળી હતી. તે ઈરાનનો સૌથી પ્રથમ રાજવી હતો. કેટલાક ગં્રથકારો તેને દુનિયાનો સર્વથી પ્રથમ માનવી (આદમ) તરીકે ઓળખે છે. જો કે ફિરદોસી તેને ઈરાનના પહેલા પાદશાહ તરીકે ઓળખાવે છે. કેટલાક તેને ‘ગીલશાહ’ પણ કહે છે. તે કયા જમાનામાં પેદા થયો તેનો કોઈ ચોકકસ ઉલ્લેખ મળતો નથી. કેટલાક તેને ઈ. સ. પૂર્વે ૯૦૦ વરસ થયેલાનું જણાવે છે. એક અંગ્રેજ લેખક તેને પેશદાદીઆન વંશનો સ્થાપક ગણાવે છે. ફારસી લેખકના મંતવ્ય મુજબ તેણે દેમાવંદ, એસ્તખ્ર અને બલ્ખ શહેર વસાવ્યા હતા. કયુમર્સનો ચહેરો એટલો નૂરમંદ હતો અને શરીર કદાવર બાંધાનું હતું. તેને જોઈને જંગલી જનાવરો પણ બીતા. તેની તમામ માણસો તથા પ્રાણીઓ ઉપર સત્તા હતી. પાદશાહ તથા તેના તખ્તને નમન કરવાની પ્રથા તેના અમલ દરમિયાન થઈ હતી. આ પાદશાહનો કાર્યકાળ ૩૦ વરસનો મનાય છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 May – 14 May, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 25મી જૂન સુધીમાં તમને જ્યાંથી શાંતિ મળે તેવા કામ કરશો. નવા કામકાજ મેળવવામાં સફળ થશો. ફેમીલીમાં મતભેદ દૂર કરી શાંતિ લાવવામાં સફળ થશો. પ્રમોશન મલવાના ચાન્સ છે. તમારી બગડેલી તબિયતમાં સુધારો થશે. દરરોજ 34મુ નામ…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    માન્યતા: શાહ બહેરામ વરઝાવંદ વિશ્ર્વના તારણહાર તરીકે ભવિષ્યમાં તેમનું આગમન થશે અને સુર્વણયુગનો પ્રારંભ થશે શું આ એક પૌરાણિક કથા અથવા દંતકથા છે? આ ભવિષ્યવાણી શું છે? હકીકત: વિશ્ર્વના તમામ મુખ્ય ધર્મો તારણહારના ભાવિ આગમનમાં માને છે. હિન્દુઓ કાલકીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુના દસમા અવતારની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, ખ્રિસ્તીઓ બીજા ખિસ્તની, મુસ્લિમો ઈમામ મેહદીની…

  • Readers Corner

    In today’s fast-paced, frenetic life, where ‘love’ is increasingly the reserve of online encounters, and expressions of romance are relegated to annoying smilies and egotistical selfies, we received a touching letter from 90-year-old Burjor Doctor, which takes us back to the era when love, romance and companionship were holistic elements of the revered institution of…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    31 March, 2018 – 06 April, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજ શોખ કરવા સાથે થોડી કરકસર પણ અવશ્ય કરજો. જે પણ કામ કરશો તેમાં તમે બીજાની વાત સાંભળીને કામ નહીં કરી શકો. નાણાકીય ફાયદા થતા રહેશે. હાલમાં બને તો ઓપોઝિટ સેકસની સાથે સારા સારી…

  • મુંબઈની મેરેથોનમાં મોબેદજી

    દાદીશેઠ અગિયારી (ફાઉન્ટેન, મુંબઈ)ના પંથકી (મુખ્ય ધર્મગુરૂ) એરવદ જહાંગીરજી મોબેદજી, 50 વર્ષથી વધુ સમયથી અને તેમના પુત્ર યઝદ, અનુક્રમે 2007 અને 2011માં મેરેથોનમાં ભાગ લેતા મુંબઈ મેરેથોનમાં નિયમિત સહભાગી રહ્યા છે. પિતા-પુત્રની જોડીએ તાજેતરમાં મુંબઈ મેરેથોનની 2023ની આવૃત્તિ પૂર્ણ કરી, રમત પ્રત્યેના તેમના દૃઢ નિશ્ચયને પુનરોચ્ચાર કર્યો. 71 વર્ષીય જહાંગીરજી અને તેમના 40 વર્ષીય યઝદે…