પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

IMG_20160609_124823 copyઈ.સ. પૂ. સાતમી સદીમાં પુરાતન પર્સિસના પહાડી પ્રદેશમાં વસતી પારસી નામની પ્રસિધ્ધ પ્રજા પોતાના પાક મજહબ, સચ્ચાઈ અને સાદાઈ, બહાદુરી અને બળ માટે પ્રાચીન તવારિખમાં પંકાઈ ગઈ હતી. એ પ્રજા શ‚આતમાં જૂદા જૂદા ટોળાઓમાં વહેંચાયેલી હતી. આ ટોળાઓમાંનો પસાર ગેદી નામનો પારસી ટોળો બીજા ટોળાઓ કરતાં શુરવીરપણાં અને શ્યાનપટમાં વધારે ચઢિયાતો હતો. એ ટોળાના હખઈમનીશ નામના પહેલા પારસી પાદશાહે પારસી પાદશાહતનો ઈ.સ. પૂ. ૬૫૮ને એણિયાએ પાયો નાંખ્યો. દિનપર દિન તેની સત્તા વધતી ગઈ અને
પોતાના મરણ આગમ જ તે સબકતો પારસી પાદશાહ સઘળા પારસી ટોળાઓપર સર્વોપરી સત્તા ભોગવવા પામ્યો. તેના બેટા ચિશ્પાઈશે આલમની શાહાનશાહતની પડતીનો લાભ લઈ તેનો અન્જન નામનો એક પ્રાંત ખાલસા કીધો અને એ રીતે પારસીઓએ પર્સિસની સાંકડી હદો કુદાવી પ્રાચીન દુનિયાના પ્રદેશો ફત્તેહ કરવાની શ‚આત કીધી. પણ તેમને ગમે એટલી બહાદુરી કે શૂરાતન છતાં કોઈ મહાવીરની ગેરહાજરીથી તેઓ વધારે આગળ કદમો લંબાવી શકયા નહિ. તેમની પાદશાહતનો પાયો નંખાયાને એક સદી વહી ગઈ પણ તેમના પાદશાહો આ જેહાનના આગેવાન રાજકર્તાઓ તરીકે ગણાવી શકયા નહિ. પણ આમ લાંબો વખત ચાલ્યુ નહિ. તેમની જોરેમંદીને જશ મળવાનો અને તેમની બહાદુરીના જગપ્રસિધ્ધ ઝાડો પર ફળ આવવાનો વખત નજદીક આવી પૂગ્યો. તેઓ  બદીથી દૂર અને કુદરતના કાયદાની કદર બુજનારા હોવાથી તેઓ સચ્ચાઈના સાચા સેવકો અને રાસ્તીના રખેવાળો હોવાથી ખોદાઈ પ્રશંસા તેઓ પર ઉતરી. કુ‚સ (સાઈરસ) નામનો નામીચો નર તેઓની નામ આશ્કરા કરવાને અને દુનિયાના દયાળુ, દાનવ પણ જગપ્રસિધ્ધ, જોરેમદ, જેહાંજોય જોધ્ધાઓ વચ્ચે તેમને બીરાજવાને અને પૂરાતન પારસીઓને ફકત પર્સિસનાજ નહિ, ફકત ઈરાનનાજ નહિ, ફકત એણિયાના જ નહિ, પણ સારી જેહાનનના ઈન્સાફી, દયાળુ, લોકરક્ષી રાજકર્તાઓ તરીકે ગણાવવાને તેઓ વચ્ચે જાહેર થયો. હવે પૂરાતન પારસીઓનો ઝળકતો સિતારો પોતાનો તેજસ્વી ઝલેહમંદ ઝળકાટ ફેલાવી રહ્યો હવે પારસી સમશેરનો ધાક ધરતી ધ્રુજાવી રહ્યો; હવે પારસી ભાલાનું નામ સમજી પૂરાતન પ્રજાના જીગરો ચાક થવા માંડયા અને હવે જ  એક વખતની બહાદુર પણ મંદ પારસી પ્રજાએ પોતાની મંદી ત્યજી દઈ, દુનિયાની ચોબાજુ પોતાના કદમો લંબાવવા માંડયા. પેલો નામીચો કુ‚સ કે જે મહાત્માનું નામ દેતાં આપણું  જીગર ઉછાળા મારે છે, પેલો નામાંકિત નર, તે યાદગાર યોધ્ધો તે શ્યાનો શૂરવીર શાહાનશાહ અને તેજ પારસીઓનો પ્યારો, પણોતો, પ્રસિધ્ધ પાદશાહ, હવે ધરતી ધ્રુજાવી રહ્યો. પારસી પ્રજાના મંદ રોહને હવે તેણે એક અજીત અચુક રોહમાં ફેરવી નાખ્યો. હવે એ રોહમાં એક પછી એક સઘળી પ્રજાઓ તણાઈ જવા લાગી, જબરદસ્ત કિલ્લાઓ અને અજીત શહેરો હવે જમીનદોસ્ત થવા લાગ્યા અને આ જેહાનની એક પણ પ્રજા એ રોહને અટકાવી શકી નહી.

Similar Posts

  • નિરંતર પ્રગતિનો માર્ગ

    મોટાભાગના માણસોને પોતાનું જીવન રસહીન અને બોજારૂપ લાગતું હોય છે. નિરાશા, કંટાળો ને થાક જાણે માનવના જીવનમાં ગાઢ રીતે વણાઈ ગયાં હોય તેવું લાગે છે. શિક્ષકને વર્ગમાં રોજેરોજ એકનું એક ભણાવવામાં કંટાળો આવે છે અને તેનો તેને થાક લાગે છે. ડોક્ટરને દરદીઓ સાથે રોજેરોજ મગજમારી કરવામાં કંટાળો આવે છે. નોકરી કરનારાઓને રોજ ઊઠીને એની એ…

  • Were Zoroastrians Enjoined To Practice ‘Khvaetvadatha’ Or Next-Of-Kin Marriages?

    There is one concept we are enjoined to follow, which one finds difficult to believe, that our Prophet Asho Zarathushtra, the first and one of the greatest rational thinkers of all times could or should have propagated… that is the belief in ‘Khvaetvadatha’ or the practice of the next-of-kin marriage. In Yasna 12.9, from where…

  • અસ્ફંદાર્મદ ધાર્મિકતા અને સમર્પણનો સમન્વય

    ‘પારસી ટાઈમ્સ દ્વારા દર મહિને મહિનાના પવિત્ર દિવસ (જ્યારે માહ (મહિનો) અને રોજ (દિવસ) બન્ને સાથે હોય છે) પરબની ઉંડી સમજ લેખક નોશીર દાદરાવાલા તરફથી આપવામાં આવે છે. આ વેળાએ 17 જુલાઈ 2017ના દિવસે પરબ છે. અસ્ફંદાર્મદ રોજ અને અસ્ફંદાર્મદ મહિનો એ ઝોરાસ્ટ્રિન કેલેન્ડરને છેલ્લે મહિને છે. તે સ્પેન્તા આરમઈતી ને સમર્પિત છે જે વસુંધરા…

  • |

    Your Moonsign Janam Rashi This Year 15th August 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. જનરલ: આ વરસની શરૂઆત મધ્યમ રહેશે. નાની મુસાફરી કરી શકશો. સપ્ટેમ્બરથી 25મી નવેમ્બરની વચ્ચે ધનલાભ મેળવી શકશો. મગજ પરનો બોજો ઓછો કરવામાં આ વરસે સફળ નહીં થાવ. નવેમ્બર પછી નવા કામ મેળવી શકશો. વિદેશમાં જવાના ચાન્સ છે. શેરમાં ઈનવેસ્ટમેન્ટ જરૂર કરજો. સટ્ટો…

  • કારણ કે જીવનની યાત્રા બહુ જ ટૂંકી છે..

    એક વૃદ્ધ મહિલા બસમાં મુસાફરી કરી રહી હતી. આગળના સ્ટોપ પર એક સુંદર મજબૂત યુવતી બસમાં ચઢી અને વૃદ્ધ મહિલાની બાજુમાં બેઠી. થોડીવાર પછી તેને બાજુમાં બેઠેલી વૃદ્ધ મહિલાને ધક્કા મારવાનું ચાલુ કર્યુ અને તેના સામાન ને પણ પગથી લાતો મારવા લાગી. યુવતીએ જોયું કે વૃદ્ધ મહિલા તેના આ ખરાબ કૃત્ય કરવા છતાં ચૂપ છે…

  • પાદશાહ કેરસાસ્પ

    અવસ્તામાં કેરસાસ્પને સામના ખાનદાનનો જણાવ્યો છે. તે ઘણો જ બહાદુર અને જોરાવર બાજુનો અને લશ્કરની સામે થનાર તથા ગોર્ઝ રાખનાર જણાવ્યો છે. એ મર્દાનગીના કૌવતમાં જોરાવર માણસોમાં ઘણો જ જોરાવર ગણાતો હતો. તેમજ તેણે ખૂદાઈ ‘નૂર’ પણ મેળવ્યું હતું. એણે સોનેરી એડીવાળા ‘ગન્દરેવ’ નામના દેવને તેમજ ‘અરેજોષગ્ન’ અને ‘સ્નાવિદક’ નામના રાક્ષસ તથા બીજા અનેક લટા‚…