દરાજ મટાડવાના સરળ ઉપાયો

શરીરના સાંધાવાળા ભાગો પર તથા ખાસ કરીને ગુપ્તાંગની આસપાસના ભાગો પર દરાજ થઈ શકે છે. આ દરાજનું એક મુખ્ય કારણ ગંદકી છે અને બીજું ખાસ કારણ ચેપ છે! ગમે તે પ્રકારે દરાજ થાય ત્યારે તે ભાગે ખંજવાળ આવે છે અને સહેવાતું નથી. ખંજવાળવાથી દરાજ વધતી રહે છે.
શુધ્ધ સરકામાં રાઈ લસોટી તેનો દરાજ પર લેપ કરતા રહેવાથી ભયંકરમાં ભયંકર દરાજ પણ ધીમે ધીમે મરવા લાગે છે!
બીજો ઉપાય છે લસણનો, લસણને બારીક ઝીણું વાટી ચટણી જેવું બનાવી તેનો જ લેપ દરાજ જ્યાં થઈ હોય ત્યાં કરવો. દિવસમાં બે-ત્રણ વખત આ પ્રયોગ નિયમીત કરવો. દર વખતે લસણ તાજુ જ વાટીને લેપ કરવો. દરાજની ફરિયાદ ઝડપભેર જતી રહે છે.
દરાજ એક ચેપી ત્વચા રોગ છે તેથી કોઈને દરાજ થઈ હોય તો એનાં સ્પર્શ કે કપડાં વગેરે દ્વારા ચેપ ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું. ફુલાવેલી ફટકડી અને ફુલાવેલો ટંકણખાર સમભાગ લઈ સંઘરી રાખવું. એ ચૂર્ણ સફળ ઔષધ છે. વખતો વખત દરાજને ખંજવાળી લીધા પછી, આ જ ચૂર્ણ દરાજ પર લગાડતાં રહેવાથી દરાજ ઝડપભેર મટવા લાગે છે. આ સરળ ઉપચાર સૌથી સહેલો અને તેટલો જ નિર્દોષ છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *