નિવૃત્ત પિતા

ઘણી વખત પુત્ર કે પુત્રવધુના મોઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે. વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરાની દલીલ એવી હોય છે કે એમને પહેલાંની જેમ પ્રવૃત્તિઓ ના હોવાના કારણે એ પચાવી ના શકે.
મારે એ બધાં જ દિકરા-વહુ ને કહેવું છે કે, આ વાત એમને જ નકકી કરવા દો ને. વર્ષો એમણે એમનાં શરીર સાથે કાઢ્યાં છે, એમને એમનાં શરીરની તાસીર બરાબર ખબર છે, તમે કેવી રીતે નક્કી કરી શકો કે એમને હવે સધશે કે નહીં? તકલીફ પડશે તો આપોઆપ બંધ કરશે. તમે શું કામ ટોકો છો એમને? ભલે તમે એવું બતાવતાં હોવ કે તમને એમની તબિયતની ચિન્તા છે, પણ એમને એ વાતનું ખુબ દુ:ખ થાય છે.
બીજી વાત, ખાવાના શોખીન તો એ પહેલાં પણ હતા, પણ તે વખતે તે વહુ કે દિકરા પર આશ્રિત ન હતા. એ પોતે એટલાં સક્ષમ હતાં કે એમની નાની-નાની ઈચ્છાઓ પૂરી કરી લેતાં હતાં. એમની પત્ની એટલે કે તમારી મા એમની પસંદગીથી બરાબર પરિચિત હતી, એટલે સમયાંતરે એમને એમનું ભાવતું બનાવી આપતી હતી, પણ હવે એ પત્ની પણ કરી શકે એમ નથી અથવા તો આ દુનિયામાં નથી, એટલે એ પુત્રવધૂથી અપેક્ષા રાખે છે. એમને શુ ખાવું છે એની ઈચ્છા વ્યક્ત કરે છે, બનશે કે નહીં એની ખાતરી એમને નથી હોતી. બબડતાં-બબડતાં ને સાસુના આગ્રહથી પણ વહુ થોડા દિવસમાં એ વાનગી બનાવી આપે છે. અને પછી બધાંને, ખાસ તો એમના દિકરા (પોતાના વર) ને કહે, પપ્પાની ડિમાન્ડ પૂરી કરવામાં હું તો નવરી જ નથી પડતી.
એ જ વહુ પોતાને ભાવતી અથવા બાળકો કે પતિ ને ભાવતી વાનગીઓ ઉત્સાહથી ડીમાન્ડ થાય તે પહેલાં હાજર કરી દે છે. જે એમનાં સાસુ વર્ષોથી એમનાં વર ને એમના દિકરા માટે કરતાં હતાં. એવું તો પિતાએ આપનુ શું બગાડ્યું હોય છે કે આટલી સમજ સાથેની લાગણી તમે દર્શાવી ના શકો !!
વડીલોની હાજરી ઘરનાં સભ્યોને બીજી ઘણી બાબતે નડતી હોય છે. તેમાંનું એક એમનું ખુબ વહેલું ઉઠવું પણ છે. અવારનવાર ઘણાં ઘરોમાં દિકરા-વહુના મોઢે આવું સાંભળ્યુ છે, ‘રજાના દિવસે પણ અમને તો શાંતી નથી, પપ્પા સવારે 5 વાગ્યાના ઉઠીને ખટર-પટર કર્યા કરે છે, ને બધાંની ઊંઘ બગાડે છે.’ આવું કહેતો દિકરો એ ભૂલી જાય છે કે એનાં માતા-પિતા તો વર્ષોથી વહેલાં ઊઠે છે, ને ઉંમર થતાં આમ પણ ઊંઘ ઓછી થઈ જાય છે. જે સગવડ તમને આજે છે તે તેમના સમયમાં ન હતી. એટલે એ પ્રમાણે એમને દિવસનું પ્લાનીંગ કર્યું હોય છે. ભલા માણસ, તને ભણાવવા કે ઘર ચલાવવા માટે નોકરી પર જવા તારા પિતા તો વર્ષોથી વહેલાં ઉઠતાં હતા, ત્યારે તને વાંધો ન હતો? આજે તમારા આરામમાં ખલેલ ના પડે માટે પિતાનું વહેલું ઉઠવું તમને નડે છે? કમાલ છે યાર, લાગણીઓને વિસરાવવાની.
શું નિવૃત્તિ પછી પિતાએ પોતાની ઈચ્છાઓ અને જુની ટેવોને પણ નિવૃત્ત કરી દેવી જોઈએ? ક્યારે ઉઠવું, ક્યાં જવું, શું ખાવું, તે બધું જ દિકરા-વહુની ઇચ્છા પ્રમાણે કરવાનું?
નિવૃત્ત પિતા પ્રત્યે અણગમો કે માન ન રાખનાર દરેક દિકરાએ ધ્યાનમાં રાખવું જોઇએ કે, પિતાએ એમના જીવનનાં 60-70 વર્ષ કાઢ્યાં છે, ને તમારા કરતાં ઘણાં વધારે અનુભવી છે. તમે એમની જોડે વાત કરવાનું ટાળો, એમને એવોઈડ કરો, ઈગનોર કરો કે આડકતરી રીતે કંઇ પણ કહેવાનો પ્રયત્ન કરો, એમને ખ્યાલ તો આવી જ જાય છે. તમારા હાવ-ભાવ, વાણી-વર્તનથી તમે એમનાં માટે શું વિચારો છો અને કેટલું માન આપો છો, બધું જ સમજી જાય છે. અને રીતસર એ તમને સહન કરે છે. આ લખાણ સાથે દરેક પુત્રને વિનંતી કરૂં છું ‘તમારા પિતાનું ઘડપણ લાચાર નહીં, સંતોષકારક બનાઓ’.
– દોલી પટેલ

Similar Posts

  • Cocker Spaniel

    Originally descended from the Land Spaniels of Spain, the Cocker Spaniel was developed in England as a hunting and retrieving dog. The English Cocker Spaniel initially belonged to the large family of Spaniels and got its separate identity from the American Cocker Spaniel in 1892. The description of ‘Cocker’ probably originated from the use of…

  • સોદાગરે તેની ઓરતને માર માર્યો!

    આવો નજીવો ભેદ તે જ્યારે મને નથી કહેતો અને આવા બહાના કાઢે છે. ત્યારે મારૂ જીવવું નકામુ છે. કાં તો મારે એ ભેદ જાણવો, નહીં તો મારો જીવ કાઢી આપવો. આવી તેણીની હઠીલાઈ જોઈ પેલો સોદાગર તેણીને રાજી રાખવાને પોતાના જીવને જોખમે તે ભેદ કહેવા તૈયાર થયો. ખરેખર તે સોદાગર કોઈ દિવાનો આદમી હતો તેથી…

  • પાદશાહ કયુમર્સ

    આ પાદશાહને અવસ્તામાં ‘ગયમરેથન’ અને પહલવીમાં ‘ગયોમર્ત’ કહે છે. અવસ્તા પ્રમાણે તેમણે પહેલવહેલી દાદાર અહુરમઝદની શીખામણ સાંભળી હતી. તે ઈરાનનો સૌથી પ્રથમ રાજવી હતો. કેટલાક ગ્રંથકારો તેને દુનિયાનો સર્વથી પ્રથમ માનવી (આદમ) તરીકે ઓળખે છે. જો કે ફિરદૌસી તેને ઈરાનના પહેલા પાદશાહ તરીકે ઓળખાવે છે. કેટલાક તેને ‘ગીલશાહ’ પણ કહે છે. તે કયાં જમાનામાં પૈદા…

  • પારસી – ભારતના રાષ્ટ્ર નિર્માતાઓ – 1

    પારસી, તારું નામ પરોપકાર છે, એક સામાન્ય માન્યતા એવી છે કે પારસી સમુદાયને અનાદીકાળથી એક પરોપકારી સમુદાય તરીકે માનવામા આવે છે. મહાત્મા ગાંધીએ પણ સ્વીકાર્યું હતું કે મને મારા દેશ ભારત પર ગર્વ છે, કારણ કે ભારતમાં ભવ્ય ઝોરાસ્ટ્રીયન સમુદાય વસવાટ કરે છે જે દાન અને પરોપકારમાં કદાચ અસામાન્ય અને ચોક્કસપણે અજોડ છે. પારસી તારું…

  • ‘વેલેન્ટાઈન ડે’ એટલે સંવેદનાનો સાગર…પ્રેમ

    પ્રેમનો એકરાર તો માત્ર એક રસ્તો છે એકબીજાની નજીક આવવાનો. સાચો પ્રેમ કરવો કઠીન નથી, મુશ્કેલ છે તો માત્ર તે પ્રેમની રજુઆત કરવી, પ્રેમ તો દરેક વ્યક્તિ કરે છે પરંતુ તેની વચ્ચેનો ફર્ક માત્ર એટલો જ છે કે કોઈ એકતરફ પ્રેમ કરીને આખી જીંદગી પસાર કરી દે છે તો કોઈ તે પ્રેમની રજુઆત કરીને તેને…

  • From the Editors Desk

    A Legend Who Will Never Be Forgotten    Dear Readers, On 28th June, 2022, Padma Bhushan Pallonji Shapoorji Mistry – the legendary industrialist, philanthropist, nation builder and one of the tallest feathers in the Parsi cap – breathed his last.  It is said some people are born for greatness and it shows in them from…