પીર-એ-સબ્ઝ તીર્થયાત્રાનું યઝદમાં અવલોકન

પીર-એ-સબ્ઝ અથવા ચક-ચક, જે ઇરાન અને વિશ્ર્વના બીજા સ્થાનોથી આવેલા જરથોસ્તીઓની વાર્ષિક તીર્થ યાત્રા છે. જ્યાં પર્વતમાં છીછરી ગુફામાં આવેલ ફાયર ટેમ્પલમાં શાશ્ર્વત જ્યોત જીવંત રાખવામાં આવેલ છે જેની ઉજવણી 14મી જૂનથી 18મી જૂન સુધી કરવામાં આવે છે. જ્યાં પીર શબ્દનો અર્થ મંદિર થાય છે, સબ્ઝ શબ્દનો અર્થ લીલો થાય છે અને તેનું વૈકલ્પિક નામ ચક-ચક ગુફા છે જેમાં હમેશા પાણી ટપકતા, પાણીનો અવાજ ઉત્પન્ન થાય છે. અને તેના ઉપરથી આ તીર્થ સ્થળનું નામ આપવામાં આવ્યું છે.
પૌરાણિક કથા અનુસાર, બેરન પર્વતની બાજુએ છીછરી ગુફા સ્થિત, પીર-એ-સબ્ઝ રાજકુમારી નીકબાનુ(અર્થાત દયાળુ સ્ત્રી) ને સમર્પિત છે, સાસાનિયન રાજા – યઝદેગર્દ 3 અને રાણી હસ્તબદન જે છેલ્લા પૂર્વ-ઇસ્લામિક પર્શિયન શાસકની બીજી દીકરી હતી. આક્રમણકારી આરબ સેના દ્વારા નીકબાનુને ઘેરી લેવામાં આવી હતી. ધરપકડથી ગભરાતા તેણે અહુરા મઝદાને પ્રાર્થના કરી અને ચમત્કારિક રીતે પવર્તમાળા ફાટી ગઈ અને તે પર્વતના ગર્ભમાં સમાઈ ગઈ. ગુફાની દિવાલો જે રાજકુમારીના ગાલ સમાન છે અને જે પાણી પડે છે તે દુ:ખના આંસુ છે અને બાજુમા અતિશય નાજુક રોપાઓ જે રાજકુમારીના વાળ તરીકે દ્રશ્યમાન થાય છે. બાજુમાંજ વધતુ ઝાડ જે નીકબાનુની લાકડી છે.
ચક ચકનું મંદિર માનવ બનાવટનું એક વિશાળ આશ્રય સ્થાન છે અને જેને બે કાંસાના વિશાળ દરવાજા છે. જમીનમાં માર્બલ લગાવેલ છે અને ત્યાં પવિત્ર આતશ હમેશા પ્રજવલિત રહે છે. અંદર મીણબત્તી હોલ્ડર સાથે ચઢાવો ચઢાવવા પ્લેટો પણ રાખવામાં આવી છે. શ્રાઈન (મંદિર)ની નીચેની ખડકોમાં યાત્રાળુઓને સમાવવા માટે ઘણા છાપરાવાળા પેવેલિયન બનાવવામાં આવ્યા છે. યાત્રાળુઓ રાજકુમારીના દુ:ખમાં ભાગ લેવા, અને ગુમાવેલા આર્યન સામ્રાજ્યને યાદ કરવા, અને વધુ સારા ભાવિની આશામાં પ્રાર્થના કરવા અને જરથોસ્તીઓના આરોગ્ય અને સુખાકારીની ઇચ્છા માટે પ્રાર્થના કરે છે. યાત્રાળુઓ મંદિર દ્રશ્યમાન થતા 230 પગથિયા ચાલતા જ જાય છે.
કર્ટસી તેહરાન ટાઈમ્સ.કોમ

Similar Posts

  • માસીના હોસ્પિટલે પારસી સ્પેશિયલ રૂમ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું

    18મી નવેમ્બર, 2021ના રોજ, માસીના હોસ્પિટલે ડો. વિસ્પી જોખીના ગતિશીલ નેતૃત્વ હેઠળ તેના મુખ્ય ઓપરેશન થિયેટરનું અત્યાધુનિક આધુનિકીકરણ તેમજ નવી સ્પેશિયલ પારસી રૂમ સુવિધાનું ઉદ્ઘાટન કરીને વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું. આ ઓપરેશન થિયેટર સંકુલની વિશેષતાઓમાં સ્વતંત્ર એર હેન્ડલિંગ એકમો સાથે ત્રણ મોટા ઓપરેટિંગ રૂમની હાજરી અને વોલ ક્લેડીંગ સાથે મોડ્યુલર ડિઝાઇન જે એન્ટિ-માઈક્રોબાયલ છે….

  • બાનુઓની ખરી ખૂબસૂરતી શામાં છે

    ‘સુરતસે કીરત બડી, બીનપંખ ઉડી જાય. સુરત તે જાતી રહે, કીરત કબુ ન જાય.’ કવીએ સાચુ જ કહ્યું છે કે ચહેરાની ખુબસુરતી કરતાં પોતે કરેલાં કિર્તી ભર્યા કાર્યો તમારી ખુબસુરતમાં વધારો કરે છે. જવાનીમાં ચહેરાની ખુબસુરતી બુઢામાં કરમાઈ જશે. અને વખતના વહેણ સાથે ઝાખી થશે. પણ સદ કાર્યો કરીને મેળવેલી કિર્તી કદી ઝાકી થતી નથી….

  • Avabai Petit Girls Crowned Kho-Kho Champs!

    The Bai Avabai Framji Petit Girls High School (Bandra) recently participated in the AISM ICSE Regional Inter-School Kho-Kho tournament conducted by Ryewood International School on 11th and 12th September, 2018, at the Mahatma Gandhi School, Bandra East and won the first place after beating opponents Gokuldham High School and Junior College Goregaon. Participating in the…

  • હસો મારી સાથે

    જુની કહેવત: મા તે મા બીજા બધા વગડા ના વા. નવી કહેવત: પત્ની એ પત્ની અને બીજી બધી સ્વાદીષ્ટ ચટણી. *** પતિ: ભગવાન બુધ્ધિ આપતા હતા ત્યારે તું કયાં ગઈ હતી? પત્ની: હું તમારી સાથે ફેરા ફરતી હતી. *** રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા માણસને પોલીસે પકડીને કીધું: ચાલ પોલીસ સ્ટેશન. માણસ: પણ મેં…

  • સફળ જીવન

    એક દીકરાએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, આ ‘સફળ જીવન’ શું હોય છે? પિતા દીકરાને પતંગ ઉડાડવા માટે લઈ જાય છે. દીકરો પિતાને ધ્યાનથી પતંગ ઉડાડતાં જોઈ રહ્યો હતો. થોડા સમય પછી દીકરો બોલ્યો: ‘પપ્પા, આ દોરાના લીધે પતંગ વધારે ઊંચે નથી જઈ શકતો, શું આપણે આ દોરાને કાપી નાખીએ! આ વધારે ઊંચે ચાલી જશે.’ પિતાએ…

  • CCTV Cameras At Doongerwadi

    Doongerwadi has witnessed many burglaries over the years, as also complaints of anti-social elements misusing the Doongerwadi premises. Unauthorised outsiders coming and parking their cars was another issue needed to be addressed. In keeping with constant appeals by community members to install cameras, Anahita Yazdi Desai approached Soonu Buhariwalla offices for donation, which the generous…