શાહનામાની સુંદરીઓ: ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

તેમ યજત હુતઓસ…. અઓમ જઈધ્ધત અવત આયપ્તેમ દજદિ મે વયુશ યો ઉપરો કઈર્યો, યત ખવાની ફ્રય ફ્રિથ પઈતિજન્ત, ન્માને કવોઈશ કવોઈશ વીશ્તાસ્પહે.

(રામ યશ્ત ફ. 35-36)

અર્થ: તે (એટલે રામ યજદ)ને હુતઓસ એ આરાધ્યો… અને તેનાથી મોરાદ ભાગી કે ઓ કૌવતમંદ વાએ યજદ! આ બખરોશ અને આપ કે ગુશ્તાસ્પનાં ઘરમાં હું પ્યારી, પ્યાર પામેલી અને માનવંતી થાઉં.

અવસ્તાનો રામ યશ્તનો આ ફકરો દેખાડે છે કે પાદશાહ ગુસ્તાસ્પની રાણીનું અવસ્તાનું નામ હુતોસ હતું. અને તેણીની મોટામાં મોટી મોરાદ આ હતી કે તેણી પોતાના ખાવિંદનાં ઘરમાં તેનો સઘળો પ્યાર મેળવે અને માનવંતો મરતબો ધરાવે.

અવસ્તા મુજબ હુતોસની એ મૌરાદ બર આવી, એટલે કે તેણી શાહ ગુશ્તાસ્પની ઘણી માનીતી રાણી થઈ. હવે પએગમ્બર જરથોસ્તે જ્યારે ગુશ્તાસ્પની દરબારમાં પોતાની દીન જાહેર કીધી, ત્યારે કુદરતી રીતે તેની ઉમેદ આ થઈ કે તે પહેલે રાણી હુતોસ ઉપર પોતાની દીનની અસર કરે કે તેથી તેણી કુદરતી રીતે તેને તેનાં દીનનાં કામમાં મદદ કરે. તેથી તે ગોશ અને અશીશવંઘ યશ્ત પ્રમાણે એ બેઉ યજદો પાસે એ મોરાદ માંગે છે. ગોશ યશ્તમાં કહે છે કે –

તામ યજદ યો અષવ જરથુસ્ત્રો અઈર્યેને વએજહિ વંધહુયાઓ દાઈત્યયાઓ… દજદિ મે વંઘઉહિ સેવિશ્તે દ્રવાસ્તે તત આયપ્તેમ,  યથ અજેમ હાચયેને વંઘઉહીમ આજાતાંમ હુતઓસાંમ અનુમતેએ દએનયાઓ, અનુખ્તેએ દએનયાઓ, અન્વર્શ્તેએ દએનયાઓ, યા મે દએનામ માજદયસ્નીમ જરસ્ય દાત, અપએય અઓતાત યા મે વરેજાનાઈ, વંઘઉહીમ દાત ફ્રસસ્તીમ,

(ગોશ યશ્ત ફ. 25-26).

અર્થ: અશો જરથોસ્તે વેહેદાઈતી નદીવાળાં ઈરાન વેજમાં તેણીને (એટલે દ્રવાસ્પ યાને ગોશ યજદને) આરાધી… કે ઓ ભલી, ફાયદો કરનારી દ્રવાસ્પ! મને આ બખશેશ આપ કે હું ભલી, સારાં ખાનદાનવાળી હુતોસને, દીનના વિચાર પ્રમાણે, દીનના વચન પ્રમાણે અને દીનનાં કામ પ્રમાણે ચલાઉં, જેણી મારી માજદયસ્ની દીન ઉપર દિલ આપે, (તે દીન ઉપર) પોતાની મરજી જણાવે (અને) જેણી મને કામકાજમાં ભલી શિખામણ આપે.

અશીશવંઘ યશ્ત (ફ 45-46)માં પણ પએગમ્બર જરથોસ્ત એવીજ દુઆ ગુજારે છે. એવું દિસે છે કે પએગમ્બર જરથોસ્તની એ મોરાદ બર આવી અને રાણી હુતોસએ તેને દીનનાં કામમાં ઘણી મદદ કીધી, અને તેણીના લાગવગથી જરથોસ્તી દીન વધુ ફેલાવો પામી. તેણીના લાગવગથી શાહ ગુસ્તાસ્પ પણ એ દીનની બાજુ અને ટેકા સમાન થઈ પડ્યો. વાજબી રીતે સરખામણી કરવામાં આવે છે કે જેવી સેવા બુધીસ્ત ધર્મના હીંદી રાજા અશોકે બજાવી હતી, તેવીજ સેવા ગુશ્તાસ્પે જરથોસ્તી ધર્મની બજાવી હતી. પણ ફરક આ કે કોનસ્ટનટાઈન અને અશોકે તે સેવા તે ધર્મોના પએગમ્બરના જમાના પછી લાંબે વખતે બજાવી હતી, પણ ગુસ્તાસ્પે તો તે સેવા ખુદ પએગમ્બર જરથોસ્તના જમાનામાંજ બજાવી હતી.

રાણી હુતોસે પોતાનો લાગવગ વાપરી દીનની જે સેવા બજાવી, તે સેવા કાજે તેણીનાં ફરોહરોને ફર્વર્દીન યશ્ત (ફ. 139)માં નીચે પ્રમાણે યાદ કરવામાં આવે છે –

હુતઓસયાઓ અષઓન્યાઓ ફ્રવષીમ યજમઈદે.

અર્થ: અશો હુતઓસનાં ફરોહરને અમો આરાધીએ છીએ.

અવસ્તામાં જણાવેલું એ હુતોસ અથવા હુતઓસ નામ, યુનાનીઓ, એક ઈરાની બાનુનાં નામ તરીકે જે ઓટોસા નામ જણાવે છે, તેજ છે. હવે પાદશાહ ગુશ્તાસ્પની રાણી હુતોસનું નામ ફીરદોસીનાં શાહનામામાં કએતાયુન તરીકે મળે છે, અને એજ સબબે આફ્રીનગાનના દિબાચામાં એણીને નીચે મુજબ યાદ કરવામાં આવે છે —

કએતાયુન ગુશ્તાસ્પ પાદશાહની અનુશેરવાન વાળી કએતાયુનનાં રવાનગી અહીં યાદ હોજો.

હવે શાહનામાનાં દાસ્તાન ઉપર આવતાં દિસે છે કે પાદશાહ કએખુશરૂએ ઈરાનનાં રાજ્યનો ત્યાગ કર્યો, ત્યારે તેણે પોતાના ગાદીવારસ તરીકે લોહોરાસ્પને નિમ્યો.

એ લોહોરાસ્પ તેના બપાવા કએકૌસના ભાઈ કએપીસીનના છોકરા માનુશના છોકરા અઉઝવનો છોકરો હતો. જો કે કૌસનાં ખાનદાનના બીજા પાદશાહી નબીરાઓ હૈયાત હતા, તે છતાં કએખુશરૂએ તેઓને મેલી દઈ કૌસના ભાઈની શાખાના એક નબીરા લોહોરાસ્પને રાજગાદી માટે પસંદ કર્યો, કારણ કે તે એક ભલો પરહેજગાર નેક મરદ હતો અને ભલો પાદશાહ નીવડવાની આશા આપતો હતો.ઈરાની દરબારીઓ આ નેમણુકથી પહેલે નારાજ થયા હતા અને બુઢા જાલેજરે એ નારાજી દરબારીઓ તરફથી કએખુશરૂને ભર મીજલસમાં જાહેર કીધી હતી; પણ જ્યારે કએખુશરૂએ પોતાની પસંદગીનો ખરો સબબ જણાવ્યો ત્યારે તેઓ ખુશી થયા હતા.

(ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19 March – 25 March 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે.તમારા કામ કાજને વધારવા ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. તમારા મોજશોખ વધી જશે. પાક પરવરદેગારની કૃપાથી જેેટલો ખર્ચ કરશો એટલું કમાવી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. 19, 20, 21, 22 છે. Venus’ rule till…

  • સુખ, દુ:ખ સમાન જેવા એટલે શું?

    ડોક્ટર સાહેબ ફરામરોઝ સોરાબજી ચીનીવાલા લખે છે કે જયારે અંગ્ર જાય અને સ્પેન્તી આવે, હમેશ્ગી આવે, સુખ દુખ સમાન જેવા લાગે તેવી ગતી આવે, ફીકરના ખોરાક ઉપર તનદરોસ્તી મેળવવાની ગતી આવે, બધુંજ ગમે – બધાંનેહ ચાહું એવી સામાન્ય ગતી આવે, ત્યારે ત્યાં હદ-માંથ્ર યસ્ની ગતીના રથવ્ય દોરો થાય છે (અહુનવદ ગાથા, હા 29, ડો. સાહેબ…

  • જસ્ટીસ રોહિન્ટન નરીમાન નિવૃત્ત

    દેશના સૌથી પ્રબળ કાનૂની અગ્રણીઓમાંના એક – સુપ્રીમ કોર્ટના બીજા ક્રમના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટીસ રોહિન્ટન ફલી નરીમાન, 12 ઓગસ્ટ, 2021 ના રોજ ન્યાયાધીશ તરીકેના સાત વર્ષના કાર્યકાળ પછી નિવૃત્ત થયા. લગભગ 13,565 કેસોનો નિકાલ કર્યા પછી, ન્યાયમૂર્તિ નરિમાને 35 વર્ષથી વધુ સમય સુધી વકીલ તરીકે પ્રેક્ટિસ કરી અને 2014માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સીધા…

  • તંત્રીની કલમે

    વહાલા વાંચકો, જો કે આપણે આ વખતે ઓછો ઉત્સાહ દાખવતા આપણા નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ, આપણે આપણા બધાના હૃદયથી નવી ભ્રમણકક્ષાને આવકારીએ છીએ! અને નવા વર્ષમાં આપણા હૃદયમાં આશાની ભાવના ભરેલી છે – વિશ્ર્વમાં પણ કોરોનાવાયરસ રોગચાળો દ્વારા લાવવામાં આવેલી નવી દુનિયાની શરતો આવે છે. નવા વર્ષમાં પગ મૂકતાંની સાથે, આપણે અનુભવીએ છીએ કે…

  • એસઆઈઆઈ હૈદરાબાદમાં ચેપી રોગો અને રોગચાળાની તૈયારીમાં સીઓઈ સેટ કરશે

    વિશ્ર્વની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેની રસીઓ વિશ્ર્વભરમાં 170 દેશોમાં વપરાય છે, 19મી ફેબ્રુઆરી, 2023ના રોજ હૈદરાબાદ ખાતે ડો. સાયરસ પુનાવાલા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ઇન્ફેકિયસ ડિસીઝ એન્ડ પેન્ડેમિક પ્રિપેરડનેસની સ્થાપનાની જાહેરાત કરી હતી. એસઆઈઆઈના સીઈઓ આદર પુનાવાલાની વર્ચ્યુઅલ મીટીંગ કે.ટી. રામારાવ સાથે થઈ હતી તે જાહેરાત પોસ્ટમાં આવી હતી. આ કેન્દ્ર…

  • એકસવાયઝેડના ‘વેસેલ-એ-થોન’માં ભાગ લો

    રવિવાર, 24મી ફેબ્રુઆરી, 2019 એક્સવાયઝેડ જે લોકોને જરૂર હોય તેવા લોકોને મુંબઈમાં વાસણો દાન કરવા વેસેલ-એ-થોનનું વાસણો જમા કરી દાન કરવાનું આયોજન કર્યુ છે. વાસણો એ જીવનની સૌથી આવશ્યક જરૂરિયાતો પૈકી એક છે – આપણે તેનો ઉપયોગ રસોઈ બનાવવા અને ગરમ, પોષક ભોજનનો આનંદ માણવા માટે કરીએ છીએ. પરંતુ આપણા દેશમાં દરેક વ્યક્તિ પાસે સ્વચ્છ…