અમર ઈરાન: ઈરાનના યાદગાર ઈતિહાસનો એક સોનેરી સફો – જંગી પારસી યોદ્ધા બહાદુર બોગીઝનો દેશહિતકાર. બળ્યા બોગીઝની પવિત્ર યાદ

લખનાર – મિનોચહેર એરચશાહ દાદરાવાળા

વહાલાં યાદગાર વતન, ઈરાનની ઝળકતી તવારીખના સોનેરી સફાઓ. પૂરાતન પારસી યોદ્ધાઓના સુંદર સાહસિક કર્મો અને કીર્તિવંત કારકીર્દીના અનેક યાદગાર અહેવાલોથી ઝમકી અને ચમકી રહ્યા છે. ઈરાન ગોયા જેહાંનને જીતનાર અને અદલ ઈનસાફ અને દયાથી રાજ્ય કરનાર યોદ્ધાઓ અને ધરતિ ધ્રુજાવનાર વીર નરોનો મૂલ્ક છે. એ જબરા યોદ્ધાઓની જગપ્રસિદ્ધ જયથી એક વખતે ટિબેટનાં જંગલોથી તે એ એટલાંટિક મહાસાગરના કોસ્ટાઓ સૂધીના અને રશિયા તથા સાઈબીરિયાના ભિત્તરથી તે ઈથિઓપિયા તથા સાહરાનાં રેતાળ રણો સૂધીના દેશો અને અતરાફો ઉપર પ્રતાપિ પારસીઓનો કિર્તીવંત કાવિયાની ઝુંડો ફરકી રહ્યો હતો. આવાં જગત-રાજ્યને ટેકવી રાખનારા, અનેક યાદગાર યોદ્ધાઓ, પારસી પ્રજા વચ્ચે પ્રકાશી ગયા છે જેઓમાંના ફકત એકજ શૂરવીરની નોંધ આજે આપણે લઈશું.

બહાદુર બોગીઝની ટુંક નોંધ તવારિખનો પિતા હીરોડોટસ અને જગપ્રસિદ્ધ ગ્રીક ઈતિહાસકર્તા થીયુસીડાઈડીઝે પોતાના ગ્રંથોમાં લીધી છે. આ નોંધ જોકે અત્યંત ટુંકી છે, તે છતાં તે બહાદુર સરદારની રયોમંદ જીંદગીના ફકત એકજ બનાવ ઉપરથી પૂરાતન પારસીઓના શૂરાતન અને દેશહિતકાર અને દેશાભિમાનનો ઝાંખો ખ્યાલ આપણને આવે છે.

ગ્રીસ ઉપરની મહાત્મા ક્ષયાર્થી

(ઝર્ક્ષીસ)ની મહાભારત ચઢાઈના છેવટના તબક્કા દરમ્યાન જ્યારે પારસીઓ ગ્રીસ, મેસીડોનિયા, પીઓનિયા તથા (દેરિસક્રસ, બાઈઝેનશીયમ અને ઈઓન સિવાયનું) આખું થ્રેસ છોડ ી બેઠા, ત્યારે થ્રેસના પારસીઓના કબજામાં બાકી  રહેલાં શહેરો પણ સર કરી લઈ તેઓને યુરોપ ખંડ છોડી, સદાબરા જવાની ફરજ પાડવા માટે નામીચા એથીનિયન યોદ્ધા કુશળ કાઈમને પ્રથમ ઈઓન ઉપર ચઢાઈ કીધી. આ શહેર થ્રેસના મુલ્કમાં સ્રિમોન નદી ઉપર આવેલું હતું. તેનો હોકમ બહાદુર બોગીઝ  હતો.

(ક્રમશ)

Similar Posts

  • ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બાળકોની સફરનું આયોજન કર્યું

    4થી જૂન, 2022ના રોજ, ડબ્લયુઝેડ ટ્રસ્ટ ફંડસે 10 થી 17 વર્ષની વયના કુલ 40 પારસી બાળકો માટે પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક દિવસીય સફરનું આયોજન કર્યું હતું. 28 છોકરાઓ અને 12 છોકરીઓ, 3 ટ્રસ્ટીઓ અને 4 સ્વયંસેવકો સાથે મળીને મુસાફરી કરી અને આનંદદાયક દિવસ પસાર કર્યો, જેની શરૂઆત સવારે 5:45 કલાકે જૂનાથાણા સર્કલ, નવસારીની બસ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    03 November, 2018 – 09 November, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 25મી ડિસેમ્બર સુધી તમને મિત્રોનું સુખ મલતું રહેશે. જૂના કે નવા મિત્રો તમારા મદદ માટે સમય જોયા વગર તમારા કામને પૂરૂં કરી આપશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીળકવાનો સીધો રસ્તો મળી જશે. ગુરૂની કૃપાથી તમારા કામ…

  • ક્રિસમસ ટ્રીનો ઈતિહાસ

    25 ડિસેમ્બર દુનિયાભરમાં ક્રિસમસ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો ઘરની સજાવટ કરે છે અને ક્રિસમસ ટ્રી ઘરે લાવે છે. શું તમે જાણો છો કે ક્રિસમસ ટ્રીની પરંપરા ક્યાંથી શરૂ થઈ? ખ્રિસ્તી ધર્મ પહેલાનો ઈતિહાસ: ખ્રિસ્તી ધર્મ અસ્તિત્વમાં આવતાં પહેલા ઘણા સમયથી એવરગ્રીન એટલે કે આખું વર્ષ લીલા રહેતાં વૃક્ષો અને છોડનું લોકોના જીવનમાં ઘણું…

  • ફરોખ ફરવર્દીન

    પવિત્ર આત્માઓને સમર્પિત સુખ અને સંપત્તિનો એક મહિનો જરથોસ્તી કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે ફરવર્દીન મહિનો. આ મહિનો ફ્રવષિ અથવા ફરોહરને સમર્પિત થાય છે. જે સર્જનહારનું આદિરૂપ છે. પારસી પરંપરાની રીતે ફરવર્દીનની શરૂઆત એટલે ફરોખનું સ્મણ જેનો મતલબ સુખ અને સંપત્તિ થાય છે. આપણે આપણી પ્રાર્થનામાં ‘માહ ફરોખ ફરવર્દીન’ની પ્રાર્થના કરીએ છીએ મતલબ સુખ અને સંપત્તિ….

  • અસ્પન્દાદ ની નિરંગ

    સ્પેન્તા આરમઈતી, સ્પેન્દારમદ અથવા અસ્પન્દાદ એ પૃથ્વીના દેવદૂતો છે. ઘણી શક્તિશાળી પ્રાર્થનાઓમાંથી આપણને આશીર્વાદ મળે છે, તેમાંથી અસ્પન્દદાદની નિરંગ કદાચ સૌથી અનન્ય છે. તેનું ટૂંક અનુવાદ નીચે મુજબ છે: નામ અને દાદાર અહુરા મઝદાની મદદ હોજો! સ્પેન્દારમદ મહિનાના સ્પેન્દારમદને દિવસે યઝદ, ફરિદૂન, તાગીને ધારણ કરનાર, સ્ટાર્સ તેશતર તીરની મદદથી સતાયશ, વનન્ત,અને હફતોરીંગની મદદ દ્વારા હું…

  • હસો મારી સાથે

    જીવનના સફરમાં ચુપચાપ ચાલી રહ્યા હતા અને રસ્તામાં મળી ગયા ફેસબુક, વોટસઅપ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર અને પછી જીંદગી બની ગઈ અબ્બા ડબ્બા જબ્બા!! *** ઉદવાડામાં 12 કેસ, સંજાણમાં 15 કેસ, વાપીમાં 20 કેસ, વલસાડમાં 21 કેસ, સુરતમાં 22 કેસ, આ આંકડા કોરોના ના નથી. પણ ગઈકાલે વરસાદમાં ઘરે ભજીયા નહીં બનાવી આપવાના કારણે થયેલ માથાકૂટ ના…