શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

જંજીરમાં સીકડાઈને પડેલો તે રાત દહાડો આવાં દુ:ખ કરતાં મોત માંગે છે. મારૂં દિલ તેની આ હાલતથી બહુ દુ:ખી થાય છે. માટે જો તું ઈરાન જાય તો કેશવાદના છોકરા ગોદ્રેજને એ હકીકત કહેજે. જો શાહ કએખુશરૂની દરબારમાં તું ગેવ અથવા રૂસ્તમને જોય તો તેઓને બેજનની હકીકત કહેજે, અને જણાવજે કે જો તેને છોડવવામાં ઢીલ થશે તો તે મરી જશે. જોં તમો તેેને જીવતો જોવા માંગતા હો તો વખત ખોવાનું કામ નથી.”

આ સાભળી રૂસ્તમ બોલ્યો કે “તું તારા બાપ આગળ બીજા મોટા માણસોને વચમાં કેમ નાખતી નથી? જો તારા બાપના ગુસ્સાથી મને બીહવાનું નહિ હતે, તો હું તને હાલ ઘણીક ચીજો આપતે.” એમ કહી, તેણે બાબરચીઓને ફરમાવ્યું, કે જે ખાણું તૈયાર હોય તે હાજર કરે, તે ખાણામાંથી એક ભુંજેલી મરઘી તેણે લીધી, અને તેની આજુબાજુ એગ નાન વિટાળ્યું, અને પછી મનીજેહ જોય નહિ તેમ છુપી રીતે, તે મરઘીના પેટમાં પોતાની એક વિંટી ખોસી દીધી. તે પછી મનીજેહને કહ્યું કે “આ લઈ બેજન જે ગારમાં બંધ પડ્યો છે તે તરફ જા અને તેને એ ખાણું આપ.”

મનીજેહ આ ખાણું લઈ દોડતી બેજનના બંધીખાનાના ગાર આગળ ગઈ અને તે ખાણું તે ગારમાં નીચે બેજન આગળ ઉતાર્યું. બેજને તે લઈને અંદરથી પોકાર માર્યો કે “ઓ મારી મેહરબાન બાનું! આ ખાણું તું ક્યાંથી લાવી? તું મારે કાજે રાત દહાડો કેટલી બધી રંજ ખેંચે છે!” મનીજેહ ઉપરથી જવાબ કીધો કે “એક ભલો ઈરાની વેપારી વેપાર અર્થે આવ્યો છે, અને તેણે અહીં પડોશનાં શેહરમાં વણજાર સાથે પડાવ નાંખી પોતાનો વેપાર ખુલ્યો છે. તેણે મને એ ખાણું આપ્યું છે અને કહ્યું છે કે જો બીજું જોઈએ તા લઈ જવું.”

આ સખુનો સાંભળી ચિંતા અને ફિકર વચ્ચે બેજને તે ખાણું ખાવા માંડ્યું. ખાતા તેને પેલી મરઘીમાં ખોસેલી વિંટી મળી. તેણે તપાસીને જોયું; તે તેની ઉપર રૂસ્તમનું નામ હતું. તે બહુ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે તેના દુ:ખના દહાડા અંતે તમામ થવા આવ્યા છે. ખુશીમાં ને ખુશીમાં તેને હસવું આવ્યું અને આ તેનો હસવાનો અવાજ મનીજેહને ઉપર સંભળાયો. તેણી અજબ થઈ ગભરાવા લાગી કે એમ તો દીવાના આદમીએ પોતાના કામથી હસે.

આથી તેણીએ બેજનને સાદ મારી પુછ્યું કે, “ઓ નેકબખ્ત! તું જે આ ઉંડા ગારમાં બંદ પડ્યો છે, કે જ્યાં તને  રાત કે દહાડો માલુમ પડે નહિ તે શા કાજે એમ હસે છે? શું તારો શીહા દહાડો કાંઈ રોશન થયો છે?” બેજને અંદરથી જવાબ દીધો કે “હા, મારૂં નસીબ ફરે એવું દેખાય છે. માટે જો તું સોગંદ લે, કે જેહું તને કહું તે તું કોઈને કહે નહિ, તો હું તને સઘળી હકીકત જણાવું. કારણ કે ઓરતજાતની જબાનને જો સીવી હોય તો પણ તે બંધ રહે નહિ.” મનીજેહ અફસોસ કરવા લાગી કે “બેજન માટે મેં આટલું દુ:ખ ખમ્યું છે, તે છતાં તે મારે માટે શક રાખે છે!”

(ક્રમશ)

Similar Posts

  • હસો મારી સાથે

    ટીચરે એક ગધેડા સામે એક ડોલ પાણી અને એક બોટલ દારુ મૂકી. ગધેડો બધું પાણી પી ગયો. પછી ટીચરે બાળકોને પૂછ્યું કે, આના પરથી તમને શું શીખ મળી? બાળકો: જે દારુ નથી પીતા તે ગધેડા છે. *** તેણીએ મને પૂછ્યું, તું મને ક્યાં સુધી પ્રેમ કરશે? મેં પણ કહી દીધું, જ્યાં સુધી મારી પત્નીને ખબર…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18 Decemmber – 24 December 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું જ ગુરુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી ઘરવાળાની ડિમાન્ડ પહેલાં પૂરી કરી આપજો. ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરવામાં સફળ થશો. કોઈક જરૂરતમંદ વ્યક્તિને મદદ કરવામાં કસર રાખતા નહીં. થોડીક બચત ખરાબ સમયમાં કામમાં આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલું…

  • પુણેની આશા વહીશ્તા દાદાગાહએ 5મી સાલગ્રેહની ઉજવણી કરી

    25મી ડિસેમ્બર, 2022ના રોજ, પુણેમાં આશા વહીશ્તા દાદાગાહ સાહેબના પવિત્ર આતશનો રાજ્યાભિષેક કરી તેમની 5મી સાલગ્રેહની ઉજવણી કરી. હાવન ગેહમાં દાદગાહ સાહેબને માચી અર્પણ કરવામાં આવી હતી. આભારનું જશન છ મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એકત્ર થયેલા હમદીનો સાથે હમબંદગી કરવામાં આવી હતી. જશન પછી, જશનમાં અર્પણ કરવામાં આવેલા ફળો અને મલીદાના પ્રસાદને હમદીનોએ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30th January – 5th February, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારે પહેલા 4 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં કોઈને પણ કોઈબી જાતનું પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. 3જીથી શુક્રની દિનદશા તમને આવતા 70 દિવસમાં તમારા દુ:ખને સુખમાં બદલી નાખશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારી અંગત વ્યક્તિ તમારાથી…

  • ઉદવાડા મફત વાઈફાઈ સુવિધા મેળવે છે!

    પારસી ટાઈમ્સ ગુજરાત સરકાર દ્વારા ઉદવાડાને એક મોડેલ ગામમાં ફેરવવાના વિવિધ પગલાં અને સુધારણા વિશે સમુદાયને હમેશા જ જણાવતું હોય છે. 2014માં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલો ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ કાર્યક્રમમાં દરેક સંસદ સભ્યે એક ગામ પસંદ કરી અને તેને એક મોડેલ ટાઉનમાં રૂપાંતરિત કરવાનું હોય છે. આ યોજના હેઠળ,…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21th December – 27th December, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા પાંચ દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરમાં જોઈતી ચીજ વસાવી શકશો. ફેમિલીની ડિમાન્ડ પૂરી કરી શકશો. 26મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા પ્લાન સફળ નહીં થવા દે. રાહુ આવતા અઠવાડિયાથી ખોટા વિચારમાં નાખશે. ગુરૂની ઉતરતી દિનદશાને  લીધે નાણાકીય…