|

ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ તરીકે મેહેરબાની દેખાડવી જોઈએ.”
તેની એ વર્તણુંકથી તેનો પોતાનો બેટો ગુશ્તાસ્પ નારાજ થતો. તે ચીંતા રાખતો, કે જેમ કએખુશરૂએ પોતાના બપાવા કૌસનાં ખાનદાનના નબીરાઓનો હક બાજુએ મેલી બીજી શાખાના શાહાજાદાને રાજ આપ્યું, તેમ રખેને મારો બાપ લોહોરાસ્પ મારો હક મેલી દઈ, કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓ તરફ તે મારા કરતાં વધુ મેહેરબાની દેખાડે છે, તેઓને રાજ આપે. એવી ચિંતાથી, જ્યારે લોહોરાસ્પ, કૌસનાં ખાનદાનીઓ તરફ સભ્યતા ખાતર પણ મેહરબાની દેખાડતો, ત્યારે ગુશ્તાસ્પ તે નાપસંદ કરતો, અને બાપ તરફથી પોતાનો ગેરઈનસાફ થતો માનતો, જો કે લોહોરાસ્પનાં મનમાં રાજગાદી ઉપરથી ગુશ્તાસ્પનો હક દૂર રાખવાનો કાંઈ પણ વિચાર નહિ હતો.
એક દિવસ પાદશાહ લોહરાસ્પે પોતાના મહેલના બાગમાં ખુશીખુશાલીની એક મિજલસ – હાલના શબ્દોમાં બોલીએ તો એક ગાર્ડન પાર્ટી બોલાવી હતી. ત્યાં શરાબનો દોર ચાલતો હતો. શાહના બેટા ગુશ્તાસ્પે શરાબ જરા વધારે લીધો હતો. તેની ખુરમીમાં તેને પોતાની ઉપલી ચીંતાનો ખ્યાલ આવ્યો. તેને લાગ્યું કે પાદશાહ તેનાં કરતાં કૌસનાં ખાનદાનીઓ તરફ વધારે મેહેરબાની દેખાડે છે, તેથી તેણે શરાબની ખુમારીમાં ત્યાં ને ત્યાંજ બાપ પાસે રાજ્યગાદીની તેની હૈયાતીમાંજ નીચે મુજબ માંગણી કીધી –
(ક્રમશ)

Similar Posts

  • GWG Proposes Scheme for Welfare of Senior Mobeds

    The Global Working Group (GWG), at their annual meeting, has decided to extend financial support to senior Mobeds, who subsist in economically challenged circumstances. The Zoroastrian Charity Funds of Hong Kong, Canton & Macao have also taken the initiative to channelize financial support from a foreign based corporate. GWG – ZCK HK will extend financial support to…

  • ECC Holds Karaoke Night

    A Karaoke program-cum-dinner, was organised by the Entertainment Committee of Elphinstone Cricket Club (ECC) on the eve of 15th December, where members and guests showed up in good numbers. A combination of old and new songs was sung by all with singers Adi Pardiwalla and Persis Vachha getting maximum applause, alongside Rumi Tatary, Jimmy Motiwala,…

  • શાહજાદો ઈરાન જવા રાજકુંવરી જોડે પાછો ઉડયો!

    રાજઈરાનના શાહજાદાના આમને આમ બે માસ, બંગાલમાં વહી ગયા. તે વખતમાં રાજકુંવરીએ તેા મોટા રાજ્યને યોગ્ય શાહજાદાની ઘણી મહેમાનગીરી ચાખવામાં, તે શાહજાદો પોતાનું વર્તન અને પોતાના વહાલા માતપિતાને પણ સાવ ભુલી ગયો! પણ એક દિવસ તેનું વતન અને તેનાં માતપિતા સૌ યાદ આવતા તેણે રાજકુંવરીને કહ્યું કે મારા માબાપ મને બહુ યાદ કરતાં હશે અને…

  • HPY Goes Online

    Adapting to the new normal, after having had to cancel last year’s summer workshop which had demanded much effort, this year, the HPY (the Holiday Programme for Youth) has decided to hold its program online. “For an Organising Committee used to dealing with unforeseen situations, this was particularly hard, but there was nothing we could…

  • જીંદગીને ચાહું છું હું!

    સદાય આનંદમાં રહેવાની, હંમેશા સ્મિતનાં ફૂલડાં વેરતા રહેવાની કળા જેને આવડી જાય છે તેની પાસે દુ:ખ, શોક, હતાશા જેવી લાગણીઓ કદી પણ ફરકતી નથી. એક ચિંતક કહે છે, ‘દુ:ખને ધિક્કારવાની જરૂર નથી, આનંદને આવકારવાની જરૂર છે.’ વાત સાચી છે. હૈયામાં આનંદના ધોધ ઊછળતા હશે, પ્રસન્નતાના તરંગો ઊઠતા હશે તો શોકને દૂર કરવાના કોઈ પ્રયાસોની તમને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th March – 02nd April, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રીલ સુધી શુક્રની દિનદશા ચાલશે. ગામ-પરગામથી મનને આનદં મળે તેવા સમાચાર મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. આવક વધવાના ચાન્સ છે. જયાં પણ જશો ત્યાં માન-ઈજ્જત મળવાથી આનંદ મળશે. પોતાની જાત પર જેટલો વિશ્ર્વાસ રાખશો તેટલા તમારા કામ સારી રીતે કરી…