વિસ્પી ખરાદીએ એક મિનિટમાં ગળા વડે 21 લોખંડના સળિયા 90 ડિગ્રી બેન્ડ કર્યા

સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કુડો વર્લ્ડ ટુર્નામેન્ટમાં બોલિવુડ સ્ટાર અક્ષયકુમાર હાજરી આપશે. આ સ્પર્ધામાં દેશ વિદેશમાંથી 5 હજાર કરતા વધુ કુડો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધામાં મોસ્ટ લેયર્ડ ઓફ નેલ્સ સેન્ડવીચનો અને મોસ્ટ આર્યન રોડ્સ બેન્ડ ઈન 1 મિનિટના બે વર્લ્ડ રેકોડ સુરતના નામે થયા હતા.
બુધવારે સાંજે ઈન્ડેર સ્ટેડિયમમાં વિસ્પી ખરાદી અને તેની ટીમ દ્વારા કુડો સ્પર્ધાની સાથે બે નવા વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા. વિસ્પી ખરાદી ગરદન વડે એક મિનિટમાં 900 ગ્રામ વજનના અને 1 મીટર લાંબા 21 લોખંડના સળિયા 90 ડિગ્રી બેન્ડ કર્યા હતા. ભૂતકાળમાં રશિયન ખેલાડીનો 12 સળિયા બેન્ડ કરવાનો રેકોર્ડ હતો. વિસ્પીએ આ રેકોર્ડ તોડી નાખ્યો હતો. સ્પર્ધામાં બીજો રેકોર્ડ મોસ્ટ લેયર્ડ નેલ બેડ સેન્ડવીચ સ્ટંટ કરવામાં આવ્યો હતો. વિસ્પી, જેકી, અબુબકર, ભાવેશ, ખુશરૂ, જમશેદ, મનન, ડરાયસ અને રમીઝ વગેરે યુવકો 5600 ખીલાની 9 લેયરની પથારી પર જોખમી સ્ટન્ટ કર્યો હતો. તેઓ પીઠ અને છાતીના ભાગે ખીલાની પથારી મૂકીને એકબીજા પર સૂઈ ગયા હતા. આ દુનિયાનો સૌથી જોખમી સ્ટંટ છે. તેણે 2017માં 8 લેયરની નેક બેક સેન્ડવીચ બનાવી હતી. 9 લેયરની સેન્ડવીચ બનાવીને પોતાનો રેકોર્ડ તોડયો હતો.
– સૌજન્ય: સંદેશ

Similar Posts

  • Caption This – 22nd August

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at editor@parsi-times.com by 26th August, 2020. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous vein, which…

  • આઇકોનિક તાતા-મિસ્ત્રી ભાગીદારીનો દુ:ખદ અંત

    22 સપ્ટેમ્બર, 2020 એ આપણા સમુદાયના બે અને આપણા દેશના સૌથી પ્રચંડ વ્યાવસાયિક જૂથો – તાતા સન્સ અને શાપુરજી પાલનજી ગ્રુપ વચ્ચેના 70થી વધુ વર્ષના આઇકોનિક જોડાણના અંતની શરૂઆત થઈ. સાયરસ મિસ્ત્રી વર્ષ 2016માં પદભ્રષ્ટ થયા પછી, શાપુરજી પાલનજી (એસપી) જૂથે તાતા સન્સમાંથી તેમને લઘુમતી શેરહોલ્ડર તરીકે બહાર નીકળવાની પુષ્ટિ કરી, તેઓ 18.37% હિસ્સો ધરાવે…

  • મળાવરોધમાં છાશ

    દેહના પાચાંગો કે પાચનતંત્રમાં કંઈક કમજોરી કે વિકાર હોવાની સ્થિતિમાં આહારનું પાચન સરખી રીતે થઈ શકતું નથી અને એ જ કારણસર ઘણીવાર કબજિયાત કે મળાવરોધ જેવી તકલીફ ઉભી થઈ શકે છે. મળાવરોધ એટલે મળ તે સર્જનમાં અવરોધ ઉભો થવો તે! વૃધ્ધ વ્યક્તિઓમાં મળાવરોધની ફરિયાદ ખાસ હોય છે. મળાવરોધમાં મોળી છાશમાં સૂંઠ નાખી તેનું નિત્યસેવન કરતાં…

  • Caption This – 20th November

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 24th November 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • XYZ Youth Celebrate World Environment Day

    On 5th June, 2021, World Environment Day, the dynamic XYZ (Xtremely Young Zoroastrians) kids across Mumbai celebrated the occasion with activities to make the planet greener, by sowing plants and sharing insights into these. While Shanaya Saklatwalla said chilli plants grew well in the sun, Zasha Patrawala shared curry leaves grew best during the monsoons,…