બેડ રિડન બહેન સાથે કરેલ છેતરપીંડી માટે ફિઝીયોથેરાપિસ્ટ વિરુદ્ધ એફઆઈઆરની નોંધણી

મુંબઈ સ્થિત થ્રિટી પીઠાવાલાના મૃત્યુના દોઢ વર્ષ પછી તેમની બહેન સિલુ ભગવાગરે ફિઝિયોથેરેપીસ્ટ ડો. ડી. ખાન જે તેમની બહેન થ્રિટી પીઠાવાલાની ટ્રીટમેન્ટ કરતા હતા ત્યારે તેમણે દાગીના અને ફન્ડ રિલેટેડ ડ્રોકયુમેન્ટ જે 1.13 કરોડ જેટલા હતા તે ચોર્યા છે તેવી એફઆયઆર 77 વર્ષના સિલુ ભગવાગરે ગામદેવી પોલીસ ખાતે કરી હતી.
સિલુએ નોંધાવેલી એફઆઈઆર મુજબ, પતિના મૃત્યુ પછી, થ્રિટી 1988 થી તેના મહાલક્ષ્મી નિવાસસ્થાન પર રહેતા હતા તેઓ 2016માં પડી જવા પછી સર્જરી કરાવી હતી. તે સરખી રીતે ચાલી શકતા નહોતા અને તેમની તબિયત વધુ ખરાબ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આરોપી ફિઝીયોથેરાપિસ્ટ દ્વારા તેમને સારવાર મળી હતી. બાદમાં, આરોપી ફિઝીયોથેરાપીસ્ટે તેમને ઘરે વીઝીટ આપવા માટે જણાવ્યું. સારવાર દરમ્યાન મે, 2018માં, થ્રીટી બાથરૂમમાં પડી જતા તા. 4થી જૂન, 2018ના રોજ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
પોતાની ફરિયાદમાં, ભગવારે આરોપ લગાવ્યો હતો કે તેણીના બહેનનાં ઘરની મુલાકાત લેતાં ઘણી કિંમતી વસ્તુઓ ગુમ થઈ હતી. ભગવાગરે દાવો કર્યો હતો કે ફિઝીયોથેરાપિસ્ટ ડો. ડી. ખાન નિયમિતપણે તેમની બહેનના ઘરની મુલાકાત લેતા હતા અને તેમનો વિશ્ર્વાસ મેળવી મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઝવેરાતની ચોરી કરી હતી તથા ડી. ખાને તેમની બહેનના એટીએમ કાર્ડનો ઉપયોગ પણ કર્યો હતો.
થ્રીટી પીથાવાલા વીપી અને બોમ્બે ચેપ્ટર ઓફ ધ ઓહારા સ્કુલ, (ફ્લોરલ એરેન્જમેન્ટની જાપાની કળા) ઈકેબાનના વીપી અને સ્થાપક સભ્ય હતા. જાપાનની ઓહારા સ્કૂલમાંથી ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવનાર તે કેટલાક મુંબઇકરોમાંના એક હતા.
– મુંબઈ મીરરના સૌજન્યથી

Similar Posts

  • દશેરો: દ્રુષ્ટતા પર જીતનો પર્વ

    અશ્ર્વિન માહના શુકલ પક્ષની દસમીને દિવસે અને નવરાત્રીના નવ દિવસ પછી દશેરાના રૂપે વિજયા દશમી ઉજવવામાં આવે છે. દશેરાના દિવસની સૌથી જાણીતી વાર્તા છે ભગવાન રામનું રાવણ સાથેનું યુધ્ધમાં જીત મેળવી બુરાઈઓનો નાશ કરવો. રામ અયોધ્યા નગરીના રાજકુમાર હતા તેમની પત્ની સીતા, નાનો ભાઈ લક્ષ્મણ તથા પિતા દશરથ હતા. રામની માતા કૈકયીના લીધે રામ, લક્ષ્મણ…

  • નવજોત એટલે શું?

    સ) નવજોત એટલે શું? જ) પારસી જરથોસ્તી બાળકો સદરો અને કસ્તી ધારણ કરે તે ક્રિયા ને નવજોતની ક્રિયા કહેવામાં આવે છે. સ) નવજોત શબ્દનો અર્થ શું થાય છે? જ) જે વ્યક્તિ પ્રાર્થનાથી નવો પ્રારંભ કરે છે તેને નવજોત કહેવામાં આવે છે. સ) નવજોતની ક્રિયા પહેલા બાળકોએ નાહન અથવા પવિત્ર સ્નાન કેમ કરવું પડે છે? જ)…

  • Vada Dasturji Khurshed Performs Jasan at ZAC

    On 3rd September, 2017, Vada Dasturji Khurshed Dastoor performed a Jasan at the ZAC (Zoroastrian Association of California) Atashkadeh in Orange City, Southern California, along with ZAC’s officiating priest – Zarrir Bhandara; President of North American Mobeds Council (NAMC) – Er. Ardaviraf Minocherhomji; Minoo Katrack, Dr. Khusro Unwalla, Fariborz Shahzadi and Zerkxis Bhandara. The jasan…

  • ઈલાજ કરતાં સારૂં!!

    તે જાણીને મને ખૂબ આનંદ થાય છે કે આપણા મોટાભાગના નિયમિત વાચકો હવે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે સક્રિય છે. સમયને ધ્યાનમાં રાખીને, ‘રોગપ્રતિકારક શક્તિ’ સમજવા અને તેને મજબૂત કરવામાં અવિશ્ર્વસનીય રૂચિ છે, જેમાં અસંખ્ય વાચકો મને ફોન કરે છે તો આજે, ચાલો આપણે રોગપ્રતિકારક શક્તિને વધુ સારી રીતે સમજીએ. લેટિન શબ્દ, ‘ઇમ્યુનિટાસ’ સ્વાસ્થ્ય અને…

  • Kudos To DPYA High School’s Winning Streak!

    The Dadar Parsee Youths Assembly (DPYA) High School has indeed much to celebrate in terms of its achievements in the academic year – 2022-2023! In September 2022, DPYA participated in ‘Showcase’, an inter-school competition organized by the Bai Ruttonbai Panday Girls’ High School, commemorating its quasquicentennial anniversary (125 years). Alongside students from schools all across…