ડબ્લ્યુઝેડસીસીની 2020ની ગ્લોબલ કોન્કલેવ

આપણા સમુદાયની સેવા માટે જાણીતા વૈશ્ર્વિક સ્તરે પ્રખ્યાત ડબ્લ્યુઝેડસીસી – વલ્ડ જરથુસ્તી ચેમ્બર ઓફ કોમર્સ તેના 4-દિવસીય (2 જાન્યુઆરીથી 5, 2020 સુધી) 19 વર્ષ પૂરા થયાની ખુશાલીમાં મહારાષ્ટ્રના લોનાવલામાં ‘ગ્લોબલ કોન્કલેવ 2020’ની ઉજવણી થઈ હતી. લગભગ 200 સભ્યો અને અતિથિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બીજે દિવસે નવસારીના વડા દસ્તુરજી, કેકી રાવજી મેહરજીરાણાની આગેવાની હેઠળ જશન કરવામાં આવ્યું હતું.
ડબ્લ્યુઝેડસીસીએ વ્યાપાર, વાણિજ્ય, ઉદ્યોગ, ઉદ્યોગસાહસિકતા અને વ્યવસાયીકરણને આવરી લેતા અસંખ્ય સત્રો ગોઠવ્યા હતા. સ્પીડ નેટવર્કિંગ સત્રમાં બધા સહભાગીઓ ઘણા બધા ટેબલ પર ચર્ચામાં મગ્ન હતા.
ડબ્લ્યુઝેડસીસી દ્વારા આયોજીત કરવામાં આવેલી બીજી ઝોરાસ્ટ્રિયન શાર્ક ટેન્ક ઇવેન્ટમાં કેટલાક યુવા ઉદ્યોગસાહસિકોએ તેમના વ્યવસાયો માટે રોકાણો મેળવવા માટે તેમની રજૂઆતો શેર કરી હતી.
કોર્પોરેટ ગ્લોબલ સેક્રેટરી અદી સીગનપોરિયાએ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસના સભ્યોને તેમના ભવ્ય પ્રયત્નો બદલ સન્માનિત કર્યા. ડબ્લ્યુઝેડસીસીના સીઈઓ – અસ્પી આંટીયા, સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર – ઝરીન ખાન, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર – આબાન મિસ્ત્રી અને ઓફિસ એસોસિએટ – ઉર્વક્ષ ચાવડાને પણ તેમની ઇમાનદારી અને પ્રતિબદ્ધતા માટે જોરદાર અભિવાદનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિગનપોરિયાએ ડબ્લ્યુઝેડસીસીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા અને તેમને જોડાવા માટે તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓનો આભાર માન્યો હતો. રાષ્ટ્રગીત અને રાત્રીના ભોજન બાદ કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *