પારસી થિયેટરના સૌથી કિંમતી રત્નની વિદાય: ગુડબાય રૂબી પટેલ

11મી મે, 2020 આપણા સમુદાયના અગ્રણી, દિગ્ગજ મંચ અભિનેતા, પારસી-ગુજરાતી-અંગ્રેજી થિયેટર અને અસાધારણ પ્રતિભા ધરાવતા રૂબી પટેલનું મુંબઈમાં 87 વર્ષે દુ:ખદ અવસાન થયું છે.
રૂબી અને તેના પતિ, પણ અતિ ઉત્સાહી પ્રતિભાશાળી થિયેટર અભિનેતા અને સફળ નિર્માતા, બરજોર પટેલ જે અંગ્રેજી-ગુજરાતી રંગભૂમિના ‘પ્રથમ દંપતી’ તરીકે જાણીતા છે, તેઓએ 60 ના દાયકાથી અસંખ્ય નાટકો, ખાસ કરીને કોમેડી નાટકોમાં સાથે અભિનય કર્યો હતો. તેઓને પ્રખ્યાત અદિ મરઝબાનના નાટકોમાં તેમના અભિનય માટે ખૂબ લોકપ્રિયતા મળી, અદિ મરઝબાન જેમણે રૂબીને સ્ટેજ પર પોતાનો અવાજ કેવી રીતે રજૂ કરવો તે શીખવ્યું.
રૂબી અને બરજોર પટેલ ભારતીય રાષ્ટ્રીય થિયેટરના પારસીવિંગનો એક અભિન્ન ભાગ હતા, જેમાં ‘ઘેર ઘુંઘરો ને ઘોટાલો’, ‘તિરંગી તેહમુલ’, ‘હેલો ઇન્સ્પેક્ટર’ અને ‘ઉગી દહાપણ ની દાઢ’નો સમાવેશ થાય છે. 2012માં, રૂબી અને બરજોર પટેલને થેસ્પો થિયેટર જૂથ
દ્વારા સંયુક્તપણે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રૂબી પટેલ થિયેટરની દુનિયામાં દીક્ષા લેતી હતી, જ્યારે તેણી હજી શાળામાં જ હતી, જ્યારે તેના શિક્ષકે, નાટ્ય સ્પર્ધામાં તેના અભિનયથી પ્રભાવિત થઈને તેની અભિનય પ્રતિભાની વાત અદિ મરઝબાનને સંભળાવી. થિયેટરના ડિરેક્ટર સામ કેરાવાલા અને અદી મરઝબાન સાથે તેણીનો કાર્યક્રમ જોવા માટે આવ્યા હતા. રૂબી કિશોર અવસ્થામાં હતા અને અદિ મરઝબાનના સેક્રેટરી તરીકે કામ કરી જ્ઞાન મેળવ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *