પારસી થિયેટરના સૌથી કિંમતી રત્નની વિદાય: ગુડબાય રૂબી પટેલ

11મી મે, 2020 આપણા સમુદાયના અગ્રણી, દિગ્ગજ મંચ અભિનેતા, પારસી-ગુજરાતી-અંગ્રેજી થિયેટર અને અસાધારણ પ્રતિભા ધરાવતા રૂબી પટેલનું મુંબઈમાં 87 વર્ષે દુ:ખદ અવસાન થયું છે.
રૂબી અને તેના પતિ, પણ અતિ ઉત્સાહી પ્રતિભાશાળી થિયેટર અભિનેતા અને સફળ નિર્માતા, બરજોર પટેલ જે અંગ્રેજી-ગુજરાતી રંગભૂમિના ‘પ્રથમ દંપતી’ તરીકે જાણીતા છે, તેઓએ 60 ના દાયકાથી અસંખ્ય નાટકો, ખાસ કરીને કોમેડી નાટકોમાં સાથે અભિનય કર્યો હતો. તેઓને પ્રખ્યાત અદિ મરઝબાનના નાટકોમાં તેમના અભિનય માટે ખૂબ લોકપ્રિયતા મળી, અદિ મરઝબાન જેમણે રૂબીને સ્ટેજ પર પોતાનો અવાજ કેવી રીતે રજૂ કરવો તે શીખવ્યું.
રૂબી અને બરજોર પટેલ ભારતીય રાષ્ટ્રીય થિયેટરના પારસીવિંગનો એક અભિન્ન ભાગ હતા, જેમાં ‘ઘેર ઘુંઘરો ને ઘોટાલો’, ‘તિરંગી તેહમુલ’, ‘હેલો ઇન્સ્પેક્ટર’ અને ‘ઉગી દહાપણ ની દાઢ’નો સમાવેશ થાય છે. 2012માં, રૂબી અને બરજોર પટેલને થેસ્પો થિયેટર જૂથ
દ્વારા સંયુક્તપણે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રૂબી પટેલ થિયેટરની દુનિયામાં દીક્ષા લેતી હતી, જ્યારે તેણી હજી શાળામાં જ હતી, જ્યારે તેના શિક્ષકે, નાટ્ય સ્પર્ધામાં તેના અભિનયથી પ્રભાવિત થઈને તેની અભિનય પ્રતિભાની વાત અદિ મરઝબાનને સંભળાવી. થિયેટરના ડિરેક્ટર સામ કેરાવાલા અને અદી મરઝબાન સાથે તેણીનો કાર્યક્રમ જોવા માટે આવ્યા હતા. રૂબી કિશોર અવસ્થામાં હતા અને અદિ મરઝબાનના સેક્રેટરી તરીકે કામ કરી જ્ઞાન મેળવ્યું હતું.

Similar Posts

  • ઘરમાં મુક્તાદની ઉજવણી

    સમગ્ર વિશ્વમાં પારસીઓ તેમના ધાર્મિક કેલેન્ડર મુજબ વર્ષના છેલ્લા દસ દિવસને મુક્તાદ તરીકે ઉજવે છે. સામાન્ય રીતે મુક્તાદને મૃતકોને યાદ કરવાના દિવસો તરીકે જોવામાં આવે છે. આ દુનિયા અને આપણા ઘરોમાં આત્માઓ અને ફ્રવસીઓને આવકારવા, તેમને યાદ કરવા અને તેમને આતિથ્ય આપવા માટે મુક્તાદ એક આનંદદાયક પ્રસંગ છે. તેમને આપણો પ્રેમ અને કૃતજ્ઞતા બતાવવાનો આ…

  • Cama Ball 2019

      Age, it seems, is neither a barrier nor a deterrent for shaking a leg or exchanging a kiss with your long-time life partner. This was evident when London-based Adi Mistry (all of 91) and wife Gool, 85, who come down to Cama Park every winter, trudged along to the dance floor to win the…

  • The Legacy Of Zarathushtra

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose efforts…

  • ઉરણ અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી

    8મી ઓકટોબર 2017ને દિને ઉરણની ઉમરીગર અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી. લગભગ મુંબઈથી 500 જેટલા જરથોસ્તીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એરવદ હોરમઝ દાદાચાનજી, એરવદ પોરસ કાત્રક, એરવદ કૈવાન કાત્રક, એરવદ અર્દાફ્રઓશ ઝરોલીવાલા અને હોશેદાર ઝરોલીવાલા દ્વારા ખુશાલીના જશનની ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે તથા ત્યારબાદ હમબંદગી કરવામાં આવી હતી. એરવદ વિરાફ પાવરી ઉરણની અગિયારીમાં…

  • 150th Humbandagi Celebrated At Bhikha Behram Well

    It was a divine coincidence indeed that the 150th Humbandagi, which took place on 23rd March, 2022, on Ava Roj, at the Bhikha Behram Well, coincided with the Paani-nu-Parabh (Ava Mahino, Ava Roj). With none of the usual Jashans (generally performed elsewhere in the city) taking place, and community members unable to visit the waters…