વેજીટેબલ મુઠીયા

સામગ્રી: 3 વાટકી ઘઉંનો લોટ, 2 વાટકી બાજરાનો લોટ, 1/2 વાટકી ચોખાનો લોટ, 1/2 વાટકી ચણાનો લોટ, 2 વાટકી સમારેલી મેથી, 1/2 વાટકી છીણેલ ગાજર, 1/2 બાઉલ છીણેલ દુધી, 2ચમચા તેલ, થોડોક દેશી ગોળ, 1/2 ચમચી હળદર, 2 ચમચી ધાણાજીરું, 2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી સોડા, મીઠું, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, ચપટી હિંગ, 2-3 ચમચી તલ, 1 ચમચી આદુ લસણનો પેસ્ટ, લીમડાના પાન, કોપરાનું છીણ, સમારેલ કોથમીર.
રીત: સૌ પ્રથમ એક મોટા વાસણમાં બધા લોટ લઇ તેમાં મેથી, ગાજર, દુધી, ગોળ, સોડા, હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું અને આદુ લસણનો પેસ્ટ મિક્ષ કરી મુઠીયા વાળવા. ત્યાં સુધીમાં તપેલામાં કાઠલો મૂકી તેનાથી સેજ નીચે રહે તેટલું પાણી લેવું અને તેના પર ચારણીમાં મુઠીયા મુકવા અથવા સ્ટીમરમાં તેની જાળી પર મુઠીયા ચડવા મુકવા.
મુઠીયા ચડતા અડધો કલાક થશે. તો પણ ગેસ બંધ કરતી વખતે ચપ્પુંની મદદથી જોઈ લેવું કે ચપ્પુંને ચોટતું નથી ને. નહિતર હજી થોડીવાર ચડવા દેવું. થોડા ઠંડા થાય એટલે તેના કટકા કરી લેવા. પછી એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, તલ, હિંગ, લીમડાના પાનનો વધાર કરી કટકા કરેલા મુઠીયા મિક્ષ કરી લેવા. ઉપર કોથમીર અને કોપરાનું ખમણ ભભરાવી સર્વ કરવું.

Similar Posts

  • Pooch At The Poolside

    On a blistering hot day, a cool inviting swimming pool can make for a refreshing refuge from the heat. For most canines, the pool rules as summer’s favourite activity. After all, it is the only place where doggy paddle is allowed, belly flops encouraged and swimsuits are optional! Here are a few tips you should…

  • From the Editors Desk

    Let There Be Light! Dear Readers, The effervescent Festival of Lights is upon us, as our nation comes alive in the merry five-day festivities – namely Vak Baras (Vagh Baras being a misnomer); Dhan Teras, Kali Chaudash, Diwali and finally, New Year. Each day commemorates different attributes, via deities, that lead to one’s evolution and…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26 November – 2 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂ જેવા ધર્મન દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈ વ્યક્તિનું ભલાઈનું કામ થઈ જશે. નાણાકીય બાબતમાં સારો સુધારો રહેશે. ફેમીલી મેમ્બરને આનંદમાં રાખી શકશો. રીસાયેલી વ્યક્તિને મનાવી લેજો. રોજના કામમાં રૂકાવટ નહીં આવે. જે લાભ મળતો હોય તે લઈ લેજો. હાલમાં…

  • Caption This – 29th October

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 2nd November 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • જીયો પારસી, 200 પારસી બાળકો માટે ઉજવણી કરે છે!

    ડિસેમ્બર 2013માં શરૂ કરાયેલી જીયો પારસી યોજના, ઓગસ્ટ, 2019ના અંતમાં પારસી સમુદાયમાં 200 બાળકોને સફળતાપૂર્વક તાજેતરની ગણતરીમાં ઉમેરવામાં આવે છે. ટીમ જીયો પારસીના સતત પ્રયત્નોથી પ્રજનનની સારવાર માટે નાણાકીય વળતર, બાળકોની સંભાળ અને વૃદ્ધોની સહાય માટે આર્થિક સહાય, વર્કશોપ, કાર્યક્રમો અને જાહેરાત ઝુંબેશ દ્વારા હિમાયત, તમામ સમુદાયમાં જાગૃતિ અને સફળતા પ્રાપ્ત થઈ છે. બોમ્બે પારસી…