સદેહ ઉત્સવ તેહરાનની રાષ્ટ્રીય હેરિટેજ સૂચિમાં ઉમેરવામાં આવ્યો

સાંસ્કૃતિક હેરિટેજ, પર્યટન, અને હસ્તકલા પ્રધાન અલી અસગર મૌનેસને સમય સન્માનિત, મધ્ય શિયાળાના પ્રાચીન ઉત્સવ સદેહને સાચવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જે 30મી જાન્યુઆરીએ ઉજવાય છે. 26મી જૂને આ હુકમનામુ બહાર પાડવામાં આવ્યું હતું. આ ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ પગલાને સમર્થન આપવામાં આવ્યું હતું.
સદેહને જમશેદી નવરોઝના 50 દિવસ અને 50 રાત પહેલા ઉજવવામાં આવે છે. ઈરાની ઝોરાસ્ટ્રિયન લોકોમાં આ તહેવાર વધુ લોકપ્રિય થઈ રહ્યો છે જેમાં આતશનું સન્માન કરવામાં આવે છે. પર્શિયન પૌરાણિક કથા અનુસાર, વિશ્વના બીજા રાજા હૌશંગે જ્યારે અજગરને પથ્થરથી મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને આતશ મળી આવી હતી.આ ઉત્સવમાં લાકડાના એક ખૂટાંને આગ લગાવી તહેવાર ઉજવવામાં આવે છે. વિશાળ ખુલ્લી અગ્નિ પ્રગટાવતા પહેલા, શુદ્ધતા અને સુઘડતાના સંકેત તરીકે સફેદ કપાસના કપડા અને ટોપી પહેરેલા કેટલાક જરથોસ્તી મોબેદો અવેસ્તાના શ્ર્લોકો ભણે છે અને અગ્નિ પ્રગટાવેલા ઝાડીઓની આસપાસ ફરે છે અને ખુશાલીથી ઉજવણી કરે છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 May – 14 May, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 25મી જૂન સુધીમાં તમને જ્યાંથી શાંતિ મળે તેવા કામ કરશો. નવા કામકાજ મેળવવામાં સફળ થશો. ફેમીલીમાં મતભેદ દૂર કરી શાંતિ લાવવામાં સફળ થશો. પ્રમોશન મલવાના ચાન્સ છે. તમારી બગડેલી તબિયતમાં સુધારો થશે. દરરોજ 34મુ નામ…

  • ઘડપણનો સાચો સહારો કોણ?

    આપણે મોટાભાગે એવું સાંભળતા આવ્યા છીએ કે ઘડપણનો સહારો દીકરો હોય છે અને એટલા માટે જ લોકો પોતાના જીવનમાં એક દીકરો હોય તેવી આશા રાખતા હોય છે જેના કારણે ઘડપણમાં સહારો રહે. દીકરો ઘરમાં વહુ લાવે છે, વહુ આવ્યા પછી દીકરો પોતાની લગભગ બધી જવાબદારી તેની પત્ની ને સોંપી દે છે અને પછી પત્ની આ…

  • Film Review: Baby Driver

    Rarely does one come across a film on crime with high-octane car-chase sequences, accompanied by an ear-pleasing soundtrack. Baby Driver (Ansel Elgort) suffers from a constant ringing in his ears – a result of a car accident in his childhood that killed his parents – but compensates for his disability by perennially donning earphones and…