સ્માઈલ સર્જન ડો. એડનવાલાનું નિધન 15,000થી વધુ દર્દીઓને

સ્માઈલ કરાવનારા પ્રખ્યાત ડો. હીરજી એસ. એડેનવાલાનું 89માં વર્ષે તા. 27મી મે, 2020ને દિને નિધન થયું હતું. તે કેરળમાં આવેલ થિસુરમાં
જ્યુબિલી મિશન હોસ્પિટલના ચાર્લ્સ પિન્ટો ક્લેફ્ટ સેન્ટરમાં ડિરેકટર હતા. જીવનકાળ દરમ્યાન તેમણે અસંખ્ય બાળકોને સ્મિત અપાવ્યું હતું. જન્મજાત બાળકો જેમના ફાટેલા હોઠ અને
તાળવું સુધારનાર સર્જરી માટે તેમણે પાંચ દાયકા સમર્પિત કર્યા હતા. તેમણે 17000થી વધુ ફાટેલા હોઠ અને તાળવાની સર્જરી કરી હતી. 5મી જૂને તેઓ 90 વર્ષના થનાર હતા. ડો. એડનવાલાને કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં તાવ અને શ્ર્વાસ લેવામાં તકલીફની સારવાર આપવામાં આવી રહી હતી.
મૂળ મુંબઇના વતની, ડો. એડનવાલા 1959માં જ્યુબિલી મિશનમાં જોડાયા હતા અને યુએસ સ્થિત સ્માઇલ ટ્રેન સાથે જોડાણ કર્યું હતું, જે વિશ્ર્વભરમાં ફાટેલ હોઠ અને તાળવાની સર્જરીને સમર્પિત એક નફાકારક સંસ્થા હતી. ડો.એડેનવાલાએ 25 વર્ષ સુધી ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે સેવા આપી હતી. સ્માઇલ ટ્રેનની ભાગીદારીથી ગરીબ પરિવારોના બાળકો પર વિના મૂલ્યે શસ્ત્રક્રિયા કરવામાં મદદ કરી હતી.
લોકડાઉન હોવા છતાં, હોસ્પિટલના ડિરેકટર, એફઆર. ફ્રાન્સીસ પલ્લિકુન્નાથ, ડો.એડેનવાલાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે કોઈમ્બતુર આવ્યા હતા. તેમણે શેર કર્યું હતું કે ડો. એડનવાલા એક ઉત્સાહ સાથે કામ કરતા હતા અને ફાટેલા હોઠ અને તાળવાની સારવાર આપવાનું કામ જુનૂનથી કરતા હતા.

Similar Posts

  • Our Community

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book,  ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Thirteen long centuries ago, when the Kian Glory fled past our ancestors for ever, when the crown and sceptre of the great Sassanian Empire fell, when the fame…

  • Pilot Noshir Medhora Dies In Plane Crash In Texas

    On 13th July, 2019, 69-year-old pilot, Noshir Medhora, who was flying a single-engine Cessna aircraft, died after the small plane crashed into a community center building, at 10:30 am, in West Harris County, Texas. According to the County’s Constable, Ted Heap, the Cessna aircraft is said to have taken off from West Houston Airport and…

  • Support Animal Welfare With JeevaMitra!

    In the past, Parsi Times appealed to our community members to aid ‘JeevaMitra’- a Learning Space Foundation initiative by Genevieve Dubash, that provides food and shelter to stray animals. Parsi Times readers will be delighted to know that their generous donations contributed towards raising Rs. 5,25,000/- as part of ‘JeevaMitra’s Phase I’ initiative. These funds were…

  • એકસવાયઝેડ ૧૨,૧૯૯ પગલાં ભરે છે!

    એકસવાયઝેડની (એકસ્ટ્રીમલી યંગ ઝોરાસ્ટ્રિયન્સ) એમએડી (મેકિંગ અ ડિફરન્સ) ‘એકસવાયઝેડ સ્ટેપિંગ ફોરવર્ડ’ નામની જૂતાં એકઠા કરવાની અનોખી પહેલ રવિવાર, બીજી ઓકટોબર, ૨૦૧૬ના દિવસે યોજાઈ હતી. આ ઝુંબેશમાં એકસવાયઝેડના સભ્યો સ્વયંસેકવકો તથા મિત્રોના સહયોગમાં ૧૨, ૧૯૯ જોડી પગરખાં એકઠાં કરીને એવા ઓછા નસીબવાન લોકોને આપ્યા હતા, જેઓ એ ખરીદી શકતા નથી. આ અદભુત ઈવેન્ટના એકસકલુઝિવ મિડિયા પાર્ટનર…