રક્ષાબંધન

પોતાની ભાભી ને ફોન કરીને પૂછ્યું ભાભી મેં રાખડી મોકલી હતી તે શું તમને લોકોને મળી ગઈ?
ભાભી એ ફોનમાં જવાબ આપ્યો કે ના દીદી હજી સુધી મળી નથી.
નણંદ એ કહ્યું કે ભાભી જો કાલ સુધીમાં મળી જાય તો ઠીક છે નહીં તો હું પોતે રાખડી લઈને આવી જઈશ.
નણંદ થોડી વધારે દૂર રહેતી હતી માટે કાયમ રાખડી પોસ્ટ માં મોકલાવી દેતી હતી. અને અહીં રાખડી મળી જતા રાખડી પહેરાવીને દૂરથી જ બહેન પોતાના ભાઈની રક્ષા કરી લેતી.
પરંતુ આ વખતે ભાભી ને ખબર નહીં શું કામ પરંતુ બીજા દિવસે સામેથી તેની નણંદ ને ફોન કર્યો અને ફોન કરીને કહ્યું કે દીદી તમારી રાખડી હજુ સુધી મળી નથી, તો તમે એક કામ કરો તમે રક્ષાબંધનમાં અહીં જ આવી જજો.
નણંદ એ ફોન રાખ્યો અને વિચારવા લાગી કે દર વખતે તો કાયમ કુરીયરમાં સમયસર રાખડી મળી જાય છે પરંતુ આ વખતે ન જાણે શી મુસીબત આવી હશે, હશે કંઈ વાંધો નહીં, હું જઈ આવીશ એમ કરીને તે પોતાના કામમાં લાગી ગઈ.
પરંતુ થોડા સમય પછી અચાનક યાદ આવ્યું કે લાવ ને જરા કુરિયરમાં જ પૂછી જોઉં, અને કુરિયરમાં પુછવા માટે કુરિયરની રીસીપ્ટ ગોતવા લાગી જેમાં તેનો કુરિયરનો નંબર લખેલ હતો.
પરંતુ આમતેમ બધી બાજુ ઘરમાં ચેક કરી લીધું પરંતુ કોઈ કારણોસર તે રીસીપ્ટ આડા આવડી મુકાઈ ગઈ હોય મળી જ નહીં. રક્ષાબંધન નજીક આવતી હતી અને બસની ટિકિટ કે એવું કંઈ કરાવેલ હતું નહીં કારણ કે વિશ્વાસ હતો કે રાખડી તો પોસ્ટમાં મળી જશે.
પરંતુ આ વખતે રાખડી નું આવું થયા પછી તેને વિચાર્યું કે ચલો હવે જવું પડશે, પતિને કહી ને પિયરની જવાની ટીકીટ બુક કરાવી.
રક્ષાબંધનના એક દિવસ પહેલા જ ત્યાં જવા રવાના થઈ ગઈ, મોડીરાત્રે પહોંચ્યા પછી નણંદને ફોન કરી દીધો હતો. એટલા માટે નણંદે પણ તેના જમવાની વ્યવસ્થા કરી રાખી હતી. તે પોતાના પિયર પહોંચી કે તરત જ કેમ છો મજામાં? કહીને હાથમાં પાણીનો ગ્લાસ લઈને તેની ભાભી રસોડામાંથી બહાર આવી.
પાણી પીધું. પછી તેની ભાભી ને પૂછ્યું કે ભાભી આ વખતે ગજબ થઈ ગઈ, કુરિયર પણ વ્યવસ્થિત રીતે કરેલું હતું પરંતુ શી ખબર કુરિયર અહીં પહોંચ્યો નહીં.
આથી તેની ભાભી મરક મરક હાસ્ય આપ્યું, જાણે કટાક્ષમાં હસી રહી હોય તે રીતના તેની ભાભી હસવા લાગી.
પછી કુરિયરની રિસીપ્ટ ખોવાઈ ગયા હોવાની વાત કરી, આથી પોતે રૂબરૂ જ અહીં આવવું પડ્યું એવું ભાભીને સમજાવવા લાગી.
ભાભી ના મોઢા ઉપર થી મરક મરક હાસ્ય ઓછું થવાનું નામ લેતું નહોતું. આથી તેનાથી રહેવાયું નહીં અને પૂછી નાખ્યું ભાભી કેમ તમે આ રીતે હસો છો?
ભાભી જવાબ આપ્યો અરે દીદી કાંઈ નહીં એમ જ. તમે પહેલા નિરાંતે
આરામ કરી લો પછી બધી વાત કરીશું.
જમવાનું પતાવીને થોડી વખત
આરામ કર્યો, પછી સાથે બેઠા હતા એવામાં ભાભી કંઈક લઈને અંદર રૂમમાં આવ્યા. અને જોયું તો તેના ભાભીના હાથમાં પોતે મોકલેલું કવર જ હતું જેમાં રાખડીઓ રાખેલી હતી.
જોઈને તેને આશ્ચર્ય પણ લાગ્યું અને નવાઈ પણ થઇ કે રાખડીઓ મળી ગઈ છે તેમ છતાં કેમ મને એમ કહેવામાં આવ્યું કે રાખડીઓ મળી નથી. પોતાના વિચારને જીભ ઉપર લાવીને તેના ભાભી ને પૂછ્યું કે ભાભી આ શું, રાખડી મળી ગઈ છે?
આથી તેની ભાભી એ જવાબ આપ્યો હા દીદી રાખડી તો જે દિવસે તમારો ફોન આવ્યો તે દિવસે જ બપોર પછી આવી ગઈ હતી.
પરંતુ તમે અહીં લાંબા સમયથી આવ્યા નહોતા, અને મેં મમ્મીને પણ પૂછ્યું કે આપણે આ રીતે સરપ્રાઇઝ આપી એ તો? તેઓએ હા પાડી એટલે મેં આ નાનકડું ખોટું બોલી લીધું.
જેના કારણે તમારે અહીં આવવું પડ્યું પરંતુ એ બહાને પણ તમે રક્ષાબંધનના દિવસે ભાઈ સાથે સમય વિતાવી શકશો.
આટલું બોલ્યા ત્યાર પછી તેને બધો જ અંદાજો આવી ગયો કે શું કામ તે એ મરકમરક હસી રહ્યા હતા, પોતાની બાળપણની યાદ નજર સમક્ષ આવી ગઈ જ્યારે આખો દિવસ ભાઈ સાથે સમય વીતાવતા અને રક્ષાબંધન ઉજવતા, અને આ યાદો ફરી પાછી તાજી થવા લાગી.
તેનાથી રહેવાયું નહીં એટલે તે પોતાની ભાભીને ભેટી પડી. અને આંખમાંથી અશ્રુધારા પણ વહેવા લાગી હા પણ આ આંસુ દુ:ખના નહીં પણ ખુશીના હતા કે હું તો મારા ભાઈની રક્ષા રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને કરીશ પરંતુ મને આજે વિશ્વાસ થઈ ગયો કે તમે આ ઘરના દરેક વ્યક્તિની કેવી સાર સંભાળ રાખો છો, થેન્ક્યુ ભાભી!
નણંદને આમ ખુશીના આંસુ નીકળતા જોઈ ભાભી ને પણ બંને ભાઈ બહેન ને ભેગા કરવાનો હરખ વધી ગયો.
સંબંધ ખૂબ જ અનમોલ હોય છે, અને એની રક્ષા આપણે બેશક કરવી જોઈએ. પરંતુ સંબંધોમાં ક્યારેક ક્યારેક આવી નાનીનાની ઝીણવટ ભરી વસ્તુઓ સંબંધને ખુબ જ ચમકાવી જાય છે.
– જસ્ટ ગુજ્જુ થીન્ગસ ટીમના સૌજન્યથી

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *