પાઈનેપલ કેક કુકરમાં

સામગ્રી: 1 નંગ પાઈનેપલ (7-8 પીસ), 1 વાટકો મેંદો, 1/2 કપ તેલ, 1 કપ દહીં, 1 કપ ખાંડ, 1 પેકેટ ઇનો, જરૂર મુજબ દૂધ, 2 ડ્રોપ પાઈનેપલ એસેન્સ 6-7 નંગ ચેરી, કેરેમલ સીરપ માટે 1 કપ ખાંડ.
રીત: સૌથી પહેલા કેરેમલ સીરપ બનાવવા માટે તપેલીમાં ખાંડ લઇ ધીમી આંચ પર ગરમ મૂકો. ફકત ખાંડ લેવાની છે. એમાં ચમચી લગાવવાની નથી એમ જ થવા દો. સાણસી વડે તપેલી હલાવી લેવી. બ્રાઉન સીરપ થઈ જાય એટલે ઉતારી ને કેક ટીનમાં રેડી દેવું. પાઈનેપલના પીસ કરીને કેક ટીનમાં સીરપ પર સેટ કરી લેવા. તેના પર વચ્ચે ચેરી મુકવી. હવે એક બાઉલમા તેલ લઈ તેમાં દહીં એડ કરી દેવું. મેંદો અને દળેલી ખાંડ ચાળી ને ઉમેરી દેવી. બધું એકદમ મિક્સ કરી જરૂર મુજબ દૂધ ઉમેરી મિશ્રણ રેડી કરી લેવું. પાઈનેપલનું એસેસન્સ અથવા તેનો રસ ઉમેરી દેવો. જેથી કેકમાં તેનો ટેસ્ટ સરસ આવશે. લાસ્ટમાં ઇનો ઉમેરી ખૂબ હલાવી ને મિક્સ કરી લેવું. તૈયાર કરેલા મિશ્રણને ટીનમાં પાઈનેપલ પીસની ઉપર રેડી દેવું. પછી કૂકરમાં નીચે મીઠું પાથરી કુકર 10મીનીટ ગરમ થવા દેવું તેની ઉપર સ્ટેન્ડ મૂકી કેકનું ટીન મૂકી દેવું. ઉપર ઢાંકણ ઢાંકી 40 મિનિટ ધીમા ગેસ પર થવા દેવું. ચાકુથી ચેક કરવું કેક થઈ ગઈ છે કે નહીં. ચેક કરી ઉતારી લેવું ઠંડુ થાય પછી ઉપર પ્લેટ રાખી ઉથલાવી લેવી ઉપર મસ્ત પાઈનેપલ દેખાશે. રેડી છે પાઈનેપલ કેક.

Similar Posts

  • Strengthen Me To Fight Evil, Ahura Mazda

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Man harbors within his breast the Good Spirit and the Evil Spirit alike. The ghastly, shadowy forms of his vicious thoughts, sensuous passions, carnal desires, termed Daevas and…

  • Cyrus The (Not So) Great

    Valentine’s Day And COVID! [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Aapro Cyrus Broacha, the Brand Ambassador of Humour, unleashes his hilarious take on Maharashtra Politics (we saw that coming!) in our monthly column, ‘Cyrus The (Not So) Great!’[/otw_shortcode_info_box] . As the world grapples with this situation, (I’m talking of poor connectivity of Wifi), I would like to apologise to…

  • ઇરાનશાહ પહેલ – વિઝન 2020 સાથે દાન (2 ભાગ 1)

    યુવલ નોહ હરારીએ તેમના પુસ્તક ‘સેપિન્સ’માં કહ્યું છે કે, બ્રહ્માંડમાં કોઈ દેવ નથી, કોઈ રાષ્ટ્રો નથી, પૈસા નથી, કોઈ માનવ અધિકાર નથી અને મનુષ્યની સામાન્ય કલ્પનાની બહાર ન્યાય નથી. હરારી દલીલ કરે છે કે માનવતા સહકારથી કાર્ય કરે છે કારણ કે માણસોએ ધર્મો અને માન્યતા પ્રણાલી, રાજકીય સમાજો, નાણાકીય બજારો, ન્યાયિક પ્રણાલી વગેરેની રચના કરી…

  • Shehnaz Billimoria Awarded Doctorate

    Shehnaz Paurush Billimoria, Principal (I/c.), Dinshaw Daboo Law College, Navsari, was awarded her Ph.D. degree from Veer Narmad South Gujarat University, Surat. She completed her Doctorate in the Faculty of Law, with her thesis titled, ‘Arbitration As One Of The Effective Modes Of Alternate Dispute Resolution’, under the guidance of Dr. J T Desai, Former…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11 Decemmber – 17 December 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરુની દિનદશા ચાલુ હોવાથી તમોને હાલમાં ધર્મના કામો કરવાથી ખૂબ જ શાંતિ મળશે. ધનની ચિંતા જરાબી સતાવશે. ગુરુની કૃપાથી દરેક બાબતમાં ઇનવીસીબલ હેલ્પ મલતી રહેશે. ધણી-ધણીયાણીમાં પ્રેમની લાગણી ખૂબ જ વધી જશે. જો તમે કોઈકના પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રેમીકા તરફથી…