શું તમે પણ આવું કરો છો?

એક સ્ત્રી એક ફ્રુટ વેચનારા વ્યક્તિ પાસે જાય છે, જે વ્યક્તિ ઉંમરમાં ખૂબ જ ઘરડા હોય છે. તેની પાસે જઈને તે પૂછે છે કે આ સફરજન તમે કયા ભાવે વેચી રહ્યા છો? એટલે પેલા ઘરડા માણસ તેને જવાબ આપે છે કે બેન આ તમને 80 રૂપિયાના એક કિલો મળશે. આથી તરત પેલી સ્ત્રી જવાબ આપે છે કે જો 60 રૂપિયામાં આપવા હોય તો આપો નહીં તો મારે નથી જોઈતા.
આથી પેલા ઘરડા વ્યક્તિએ થોડી રકઝક કરી પરંતુ અંતે પેલી સ્ત્રીએ કહ્યું તે ભાવમાં તેને સફરજન આપી દીધા. કારણકે આજના દિવસમાં મેં એક પણ સફરજન નથી વેચ્યુ.
તે સ્ત્રી એ તેની પાસેથી સફરજન ખરીદી લીધાં. અને જાણે મોટી જંગ જીતી લીધી હોય તે રીતે ત્યાંથી સફરજન લઈને પોતાની કિંમતી ગાડીમાં બેસીને ચાલી નીકળી.
થોડા સમય પછી પોતાના મિત્રો સાથે એક મોંઘા રેસ્ટોરન્ટમાં પહોંચી ગઈ, ત્યાં જઈને તેને અને તેના મિત્રોએ પોતાની માટે ઘણું બધું જમવાનું મંગાવ્યું અને જેટલું ખવાય તેટલું ખાય ને ઘણું બધું અન્ન પડતું મૂકી દીધું.
થોડા સમય પછી ફિંગર બાઉલ આવ્યા અને દરેક લોકોએ હાથ ધોઈને પાણી પીને નવરા થયા એટલા માં બિલ આવ્યું. બિલમાં કુલ 1400 રુપિયા થયા હતા.
એ તરત જ પેલી મહિલાએ તેના પર્સમાંથી 1500 રૂપિયા કાઢીને મૂકી દીધા, ત્યાર પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા.
એટલે કે પેલી મહિલાએ 1400 ની જગ્યાએ 1500 મુક્યા જેમાં 100 રુપિયા ટીપ પેઠે રાખ્યા.
આ ઘટના કોઈપણ રેસ્ટોરન્ટના માલિક માટે કદાચ ખૂબ જ સાધારણ ઘટના લાગી રહી હશે, પરંતુ જ્યારે આપણે પેલા ઘરડા અને નાના વેપારીઓ ના દ્રષ્ટિકોણથી જોઈએ તો તેના માટે આ ઘટના ખૂબ જ પીડાદાયક કહી શકાય.
જ્યારે આપણે કોઈ એક જરૂરિયાત મંદ વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ છીએ તો આપણે એવો દેખાડો કરતા હોઈએ છીએ કે આપણે શક્તિશાળી છીએ, પરંતુ જ્યારે કોઈ અમીર વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે આપણે પોતાને ઉદારવાદી દેખાડવા માંગતા હોઈએ છીએ, ભલે સામેવાળા વ્યક્તિ ને આપણી ઉદારતાની જરા પણ જરૂરિયાત ન હોય તેમ છતાં.

Similar Posts

  • Book Review – ‘Marvels in the Life of Prophet Zarathushtra’

    By Er. Ramiyar Karanjia It was different growing up as teenagers and young adults a few decades ago – most of us patiently and simply believed the word of our parents and elders, about our religion and its narratives, and we didn’t have queries beyond the obvious. But it’s different now – today’s youth is…

  • ઉદવાડા સ્ટેશન ખાતે દુ:ખદ અકસ્માત

    વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને દિનશા તંબોલીએ કરેલી મધ્યસ્થી 15મી સપ્ટેમ્બર 2017ને દિને ઉદવાડા મ્યુઝિયમના કેરટેકર અસ્પી સિપોય ઉદવાડા સ્ટેશનથી ફિરોઝપુર જનતામાં ચઢતી વખતે પગ સ્લીપ થતા ટ્રેનની નીચે ટ્રેક પર સરકી જતા દુ:ખદ અકસ્માત થયો હતો. તેમના પગને સખત ઈજા થઈ હતી. તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ પગને સખત ઈજા…

  • પોપટને ઠાર માર્યો!

    એટલુંજ નહીં પણ જે કાંઈ બનાવ તેની હજુરમાં બનતો તે કહી આપવાનો અચરત સરખો ગુણ ધરાવતો હતો. એક પાંજરામાં નાખી તેની હજુરમાં ગયો અને પોતાની બાયડીને અરજ કરી કે તે પોપટને તેણીના ઓરડામાં રાખે અને તેની ગેરહાજરીમાં તેની સંભાળ લે. એટલી ફરમાશ કરી તે પોતાના કામ માટે જ્યાં જવું હતું ત્યાં ગયો. જ્યારે તે ઘેર…

  • પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

    આજથી વરસો પહેલા દસ્તુરજી જામાસ્નજી મીનોચેરજી જામાસ્પઆશાએ મુંબઈમાં ભાષણ કરતા ‘દા‚’ શબ્દની વ્યાખ્યા વીદીયાળુ શબ્દ ઉપરથી જણાવવાની કોશિશ કરી હતી. ફાઈલોલોજીને કાયદે ‘દા‚’ શબ્દની ઉત્પત્તિ વીદયાળુ શબ્દ ઉપરથી નથી. આપણા હોરમજદા‚, મેહેરવાનદા‚, જમશેદદા‚, શાપુરદા‚ વગેરે દા‚ઓનો દા‚ પ્રત્યય હિંદુ ઉપરથી છે. સંસ્કૃત શબ્દ ‘અધ્વર્યુ’ નો અપભ્રંશ અંધ્યા‚ થયેલો છે. હવે હોરમજદ અંધ્યા‚, મહેરવાન-અંધ્યા‚, જમશેદ અંધ્યા‚…