મા તો મા હોય!

એક બહુ જ મોટા ડોક્ટરની આ વાત છે. તેઓ એક જાણીતા, માનીતા, અને લોકપ્રિય ડોકટર હોય છે. એક દિવસે નિરાંત હતી. ડો. પતિ-પત્ની શાંતિથી બેઠા હતા તેઓની વાતો ચાલતી હતી.ત્યાં શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મળવા માટે આવે છે. ડો. અને એમના
પત્નીએ સૌને આવકાર્યા. પત્ની સરભરાની વ્યવસ્થા માટે અંદર ગયાં.શહેરની જુદા-જુદા ક્ષેત્રની ટોચની
હસ્તીઓ જોડે મહત્ત્વની ચર્ચાઓ ચાલી રહી હતી.
ત્યાં જ બાજુની રૂમમાંથી ખાંસીનો અવાજ આવ્યો ને તુરંત જ ડોક્ટર ઉભા થઇ ગયા, ને બારણું ખોલી અંદર દોડી ગયા. બધા સ્તબ્ધ બની ગયા ને એમણે ખુલ્લા રૂમ તરફ જોયું તો ડોક્ટરે રૂમની અંદર સૂતેલા કોઈ ડોશીમાને ધીમેથી બેઠા કર્યા ને ડોશીમાંએ મોઢું ખોલ્યું, ને ડોક્ટરે હાથ ધરી દીધો. ડોશીમા ડોકટર ના હાથમાં બે-ત્રણ વાર થૂંક્યા. ડોક્ટરે હાથ ધોયા ને પછી આવીને ડોશીમા ને ધીમેકથી સુવાડ્યા. ડોશીમાંએ ડોક્ટરના માથે બન્ને હાથ મુક્યા ને સૂઈ ગયા.
ડોક્ટર બહાર આવ્યા, ને મિટિંગ ચાલુ કરી. પણ બધા ડોક્ટરનું મોઢું જ જોતા રહ્યા. ડોક્ટર કહે, બોલો આગળ. એક ભાઈ બોલ્યા, ડોક્ટર, આ કામ તમારૂં નથી. આ તો નર્સનું કામ છે. ડોક્ટર કહે, આ મારા પેશન્ટ નથી આ તો મને પેટે જણનારી મારી મા છે. ત્યાં જ ડોક્ટરના પત્ની આવી ગયા. ને બોલ્યા, આ અમારી મમ્મીએ જ એમને અહીં સુધી પહોંચાડ્યા છે.”
ડોક્ટર કહે, હું 1 વર્ષનો હતો, ને મારા પિતાજી ગુજરી ગયા. મારી માંએ ઘાસની ભારીઓ વેચી-વેચીને, ઘરોમાં કામ કરી-કરીને મને મોટો કર્યો,
ભણાવ્યો. મેં માંને કહ્યું, હવે તું
આરામ કર હું ક્યાંક સારી નોકરી ગોતી લઉં છું પણ.. માંએ સોગંદ આપ્યા, ને કહ્યું, બેટા! તું ખૂબ ભણ, ને મોટો સાહેબ થા. એ મારી ઈચ્છા છે. માંએ દાગીના વેચી નાખ્યા, હું ખૂબ ધ્યાનથી ભણ્યો, ને ડોક્ટર બન્યો.
આ બંગલો, આ ગાડી-હોસ્પિટલ, આ બધું જ મારી માંની મજૂરીનું ફળ છે. તમે તો માત્ર મારા હાથમાં થૂંક જોયું, પણ આ મારી માંએ તો મારા મળ-મૂત્ર હાથથી સાફ કર્યા છે. મારી ઉલટીઓને હાથમાં ઝીલી છે ને પોતાની સાડીના પાલવથી મારુ મોઢું લૂછયું છે. મિત્રો, માંએ જે કર્યું છે, એના તો 100માં ભાગનું પણ હું નથી કરતો અને મારા કરતા તો આ વધારે આ મારી પત્ની કરે છે.
ત્યાં જ ડોક્ટરના પત્ની બોલ્યા સાહેબ તો સાહેબ છે. બાકી.. એક વાત કહું, મારા સાસુમાં લગ્નના બીજા વર્ષે જ વિધવા બન્યા. લોકો કહેતા, ગામમાં એમના જેવી રૂપાળી કોઈ સ્ત્રી નોતી. અત્યંત રૂપાળા હોવા છતાંય એમણે બીજા લગ્ન ન કર્યા, કારણ.. માત્ર, મારા પુત્રને તકલીફ ન પડવી જોઈએ. અને એમણે જ પિતાની ને માતાની બેવડી જવાબદારી નિભાવીને એમને આટલે સુધી પહોંચાડ્યા ને ડોક્ટરના પત્ની રડવા માંડ્યા.
ડોક્ટરના પત્ની આંસુ લૂછતાં બોલ્યા, અડધી રાતે ખાંસી આવે ને, તો ડોક્ટર દોડી જાય. ત્યાં જ ડોક્ટર બોલ્યા, સાચું કહું, તો માંના આશીર્વાદે જ મને આવી સારી પત્ની મળી છે. મારા કરતા પહેલા આ દોડી જાય છે. મારી માંને હું ન હોઉં તો ચાલી જાય, પણ.. આના વગર ન જ ચાલે. ડોક્ટરના પત્ની બોલ્યા, સાહેબને એમણે હથેળીનો છાંયો આપી મોટા કર્યા છે, એ સાસુમાંને હું હાથ અડાડું ને, તો મારી હથેળીની રેખાઓ બદલાઈ જાય.
ડોક્ટરને મળતા આવેલા બધાની જ આંખો ભીની બની ગઈ. બધા કહે, ડોક્ટર, એકવાર તમારી માતાના દર્શન કરાવો.ડોક્ટર ખુશ થઇ ગયા ને બોલ્યા, તમે મળશો, તો મમ્મીને બહુ જ ગમશે. બધાને જોઈ ઘરડા ડોશીમા ખૂબ ખુશ થયા.
ઘરમાં ઘરડા માતા-પિતા હોય, તો આવેલા મહેમાનને એમની જોડે મેળવજો. ડોક્ટર, માં! આ બધા મારા મિત્રો છે. માં એટલું જ બોલ્યા કે ભગવાન તમને સુખી રાખે. મારો દીકરો-વહુ મને બહુ સાચવે છે. ને ડોશીમાને ખાંસી ચઢી, અને ડોક્ટર હાથ ધરે, એ પહેલા તો તેમની પત્ની એ બંને હથેળી ને ધરી દીધી. ડોક્ટર બધાને લઈને બહાર આવ્યા. બધા વિદાય થયા ત્યારે એટલું જ બોલ્યા, ડોક્ટર! પેટ ભરીને જ નહિ, મન ભરીને જઈએ છીએ. આ લોકડાઉનનો સમય છે. કંટાળવાથી સમય ઘટતો નથી, ઉપરથી સમય લાંબો લાગે છે. માતા-પિતા હોય તો એમની પાસે, બેસો પરિવાર જોડે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *