યંગ રાથેસ્ટાર્સને અભિનંદન

દર વર્ષે દાદર, મુંબઇના યંગ રથેસ્ટાર્ર્સ સમિતિના સભ્યો ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ જરથોસ્તી પરિવારોને મદદ અને ટેકો આપવા માટે પહોંચે છે. 1942માં સ્થપાયેલ એન જી ઓ – યંગ રથેસ્ટાર્ર્સ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં તેના વાર્ષિક અનાજ વિતરણ દ્વારા 30 વર્ષથી સતત ઉત્કૃષ્ટ પરોપકારી સેવા પૂરી પાડી રહી છે.

તાજેતરમાં જ આ ભલા સમરટિયન્સો દ્વારા અનાજવિતરણ કવાયત હાથ ધરવામાં આવી હતી જે ગુજરતાના દહુણુ, ગણદેવી, નારગોલ અને સરોડા ગામમાં તેઓએ 50 થી વધુ વંચિત પારસી/ઈરાની ઝોરાસ્ટ્રીયન પરિવારો અને હમદિનોને રોજિંદા ઉપયોગી અને વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. જેમાં અનાજ, સદરા, ટુવાલ વગેરેનો સમાવેશ થાય છે. યંગ રથેસ્ટાર્ર્સનું નેતૃત્વ ચેરપર્સન – શ્રીમતી અર્નવાઝ જાલ મિસ્ત્રી, વાઈસ પ્રેસિડન્ટ હોમિયાર ડૉક્ટર, સેક્રેટરી યાસ્મિન મિસ્ત્રી અને શિરાઝ ગાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે પ્રોગ્રામને આગલા સ્તર સુધી વધારવામાં મદદ કરી છે.

પારસી ટાઈમ્સ સાથે વાત કરતા યંગ રથેસ્ટાર્ર્સના પ્રેસિડન્ટ અર્નવાઝ જાલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે યંગ રથેસ્ટાર્ર્સનું ઉદ્દેશ્ય અમારા સમુદાયના ઓછા ભાગ્યશાળી ભાઈઓ સુધી પહોંચવાનો અને તેમને મૂળભૂત સહાય પૂરી પાડવાનો છે કે જેઓ મુખ્ય પરવાહથી દૂર થઈ ગયા છે અને જેઓ ભારતમાં રહે છે. ગુજરાતના આંતરિક વિસ્તારોમાં રોગચાળા બાદ પરિસ્થિતિ વિકટ બની ગઈ છે અને તેઓ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓને અમારી પહેલા કરતા વધુ મદદની જરૂર છે અને અમે તેમના જીવનમાં નાનો બદલાવ લાવવા માટે સમર્થ હોવાથી અમે આશિર્વાદ અનુભવીએ છીએ.

આપણા સમુદાયની સેવા કરવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓનું આ ગતિશિલ જૂથ અંકલેશ્ર્વર, ભરૂચ અને સુરત સહિત ગુજરાતના અન્ય ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારોમાં અનાજ, સદરા અને ટુવાલના વિતરણ માટે નિર્ધારિત તેમના કાર્યક્રમોના આગલા તબક્કાની તૈયારી કરી રહ્યું છે.

જો આપ સંસ્થાને સમર્થન આપવા ઈચ્છતા હો તો તમારો ચૅક (યંગ રથેસ્ટાર્ર્સ) સંસ્થાની તરફેણમાં મોકલી શકો છો. પ્રેસિડન્ટ શ્રીમતી અર્નવાઝ જાલ મિસ્ત્રી 802/અ એકતા ઈન્વિક્ટસ્, 68, ડૉ. આંબેડકર રોડ, દાદર (પૂર્વ,) મુંબઈ – 400014. વધુ વિગત માટે : અર્નવાઝ મિસ્ત્રી, 9821009289 / 9137713817 અથવા હોમિયાર ડૉક્ટર : 8693822722 / 9821384385

Similar Posts

  • સુરતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

    સુરતનું ટીએએએલ ગ્રુપ જે સીઆઈઓએફએફના પાર્ટનર છે જે યુનેસ્કોના પણ ઓફિસીયલી પાર્ટનર છે જેઓ પહેલીવાર સાથે મળી ઈન્ટરનેશનલ ડાન્સનો કાર્યક્રમ તા. 9થી 12મી જાન્યુઆરી, 2020માં સુરતમાં કરી રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકો આપવામાં આવેલ, મેગા ફેસ્ટમાં રોમાનિયા, ઇન્ડોનેશિયા, પોલેન્ડ, સ્લોવાકિયા અને ભારત જેવા પાંચ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો. આ તહેવારનો ઉદ્દેશ્ય એક…

  • શિરીન

    ‘ઓ શ્યોર, શ્યોર, આબન, તુંને જ્યારે ગમે ત્યારે યુ આર ઓલવેઝ વેલકમ.’ પોતાની હમશીરને હેતથી જ વળગી પડતા તેણી બોલી પડી. પણ પોતાનાં આટલા સુખો વચ્ચે શિરીન વોર્ડન પોતાના વહાલા પિતાને એક ઘડી ભુલી શકી નહીં. આહ, હમણાં જો તેવણ હૈયાત હતે તો કેટલા બધા ખુશ થતે! તેણી અનેક વાર તે દુખીયારાઓના મંદીરની મુલાકાતે જઈ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20 October, 2018 – 26 October, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોઈના ઉપર વિશ્ર્વાસ મુકતા નહીં. ઉતરતી દિનદશા નાની માંદગી આપી શકે છે. નાણાકીય બાબતમાં પરેશાન રહેશો. વડીલવર્ગની ચિંતાથી પરેશાન થશો, નાની વાતમાં મતભેદ પડતા જશે. શનિનું નિવારણ કરવા માટે ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’…

  • ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

    તે લખનાર કહે છે કે ‘જે લોકો નાદાન હોય તેઓથી તમારા ભેદની વાત તદ્દન છુપી રાખજો, કારણ કે તેવા લોકો તમારા ભેદની વાત મને કહો તો એમજ જાણજો કે તે ભેદની વાત એક તિજોરીમાં બંધ કીદી છે પણ તેની કુંચી ખોવાઈ ગઈ છે અથવા તો તેના બારણા ઉપર મોહર કીધી છે.’ ઝોબીદાએ જોયું કે તે…

  • લગ્ન બંધન!

    ખુશરૂ અને ખુશનુમાના મેરેજ થયાને એક વર્ષ જ થયું છે. બંન્નેના મેરેજ પોતાના માતા-પિતાની મંજુરીથી થયા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી બંન્ને એકબીજા સાથે બોલતાં નથી. બન્ને પાસે એકબીજા માટે અનેક ફરીયાદોનો રાફળો છે. ખોરશેદના ધ્યાનમાં આવ્યું કે કોઈ તો વાત છે કે, બંન્ને વચ્ચેનું હાસ્ય ગાયબ છે. જેની અસર ઘરના દરેક કાર્યમાં દેખાય રહી છે….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21 May – 27 May 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તમે સોશીયલ વર્ક ખુબ સારી રીતે કરી શકશો. પ્લાન બનાવી તમારા કામ પુરા કરી શકશો. રોજ બરોજના કામ વધુ ધ્યાન આપી કરતા ઉપરીવર્ગનું દીલ જીતી લેશો. નાણાકીય ફાયદો થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો….