આફત ઉતરવાની હોય છે ત્યારે આતશબહેરામ પાદશાહને તેની આગાહી થાય છે

જ્યારે કોઈ મોટી રેલ, દુષ્કાળ, ધરતીકંપ વીગેરે જેવી આફત ઉતરવાની હોય છે ત્યારે આતશબહેરામ પાદશાહને તેની આગાહી થાય છે અને આતશના પાતરાની ઉપર તેની નીશાણી તરીકે સુક્ષ્મ પાણીનાં બીન્દુઓ બંધાય છે. જ્યારે આવા બીન્દુઓ તેને જોઈ શકનારાઓને દેખાય ત્યારે તેવાં યોજદાથ્રેગર સાહેબને સમજ પડે છે કે આવતી બલાની પાદશાહ સાહેબ આગાહી કરી રહ્યાં છે.
પણ ભુંડા જમાનામાં અમુક વીસતારમાં અમુક સંખ્યામાં આતશબહેરામો ઉભાં થઈ શકે છે. અમુક માઈલોના વીસતારમાં વધુમાં વધુ અવ્વલ અથવા દુવ્વમ મરતબાના સાત આતશબહેરામોજ પરથાવવાનુ ફરમાન આવા સંજોગોમાં અપાયેલું છે. હીન્દમાં સાત આતશબેહરામ પરથાયા પછી આઠમાને પરથાવતી વખતે આવો પ્રશ્ન નીકળ્યો હતો. તે આગળા યોજદાથ્રેગરોમાં દીનના આવા ફરમાનોની વાકેફી બાપ દીકરાથી ઊતરી આવેલી અને જણયલી વાતો તરીકે મોજુદ હતી. આતશબેહરામ પાદશાહની સ્થાપના કરવી તે ઘણું મુબારક છે અને આતશબેહરામ પાદશાહની પાસબાની કરવી તે પણ મોટા સવાબનુ કામ છે.
References:

જેહાંગીરજી સોરાબજી ચીનીવાલા, પારસી આવાઝ, 3-4-1955, Pg. 5.

– કેએફ કેરાવાલા (સૌજન્ય)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *