મીથ્રનુ બળ 

આજે તો બુરા જમાનાની આલુદગીને લીધે તરીકતમાં તો ખામી આવ્યા વગર રહેજ નહિં પણ આજે જે મુખ્ય ચીજ છે તે મીથ્ર છે. ભલા જમાનામાં મુખ્ય ચીજ યસ્ન હોય છે. ઉસ્તાદ સાહેબ ક્ષ્નુમ લાવ્યા અને તે અમુક જણાઓને તેહસીલ થયો તે કાંઈ ખાલી અકસ્માત નથી પણ વરજાવંદ સાહેબની આમદનો મીથ્ર ઉભો કરવા માટે બધું થયું છે. દુનિયામાં જે કાંઈ આબાદીના પ્રવાહો ઉતરે છે તેમાંબી મીથ્રજ કામ કરે છે. તેમાં ત્રણ જાતના મીથ્રો કામ કરી શકે:
(1) શહેનશાહનો મીથ્ર (2) અંજુમનનો મીથ્ર, (3) જાનવરોનો મીથ્ર
સૌથી પહેલા દરજજાનો મીથ્ર ભલા શહેનશાહનો હોય જે કેવો હોય કે અમુક નીરંગ ભણીને હળને હાથ લગાડે કે તરતજ વરસાદ પડે. બીજા દરજ્જાનો મીથ્ર ભલી અંજુમનનો હાય અને ત્રીજ બધી જાનવરી પેદાયશનો.
આજે તો આબાદોમાં સૌથી મોટો હિસ્સો જાનવરી પેદાયશનો છે કારણ તે બધાનો ભલો મીથ્ર કુદરતની તરતિબ પ્રમાણે ચાલુ ચાલ્યા જ કરે છે. અંજુમનમાં તો કોઈ ઘણાજ થોડા દીનચાશીદારોનો મીશ્ર હોય તેજ અને આજે બીચારા શહેનશાહના મીથ્ર જેવું તો કાંઈબી છેજ નહિ.
એક માણસ બસ ખંતીલો બનીને સાત વરસ સુધી. ચાલું એક મીથ્ર કરે કે મારી ફલાણી ખામી દૂર થાઓ તો જરૂર જ તે ખામી દૂર થશે. ભલેને જોશી તેનો ટપકો જોઈને કહે કે માણસ ભેજા ફાટેલ છે. પણ તે પોત જોઈને અજબ થાય કે વાતમાં તો કેટલો ઠંડો છે; એમાં કાંઈ જ્યોતિષ ખોટું નથી પડતું પણ મીથ્રથી એટલો બધો ફરક પાડી થકાય છે.
અહિયા આપણે કલાસમાં ભેગા મલીએ છીએ. હું બોલું છું, તમે સમજો છો. એબી એક ભલો મીથ્ર ઉભો કરવા માટે છે. વરજાવંદ સાહેબની આમદને લગતી ચિથ્રેમ બુયાતની બંદગી જે આદર બાદ મારેસ્પંદે આપી છે અને છેક એવણની રાઈનીદારીની શરૂઆતથી આવતા રાઈનીદાર થાટે ભણાઈ રહી છે તે શાને માટે? એક મીશ્ર ઊભો કરવા. કુદરતમાં પણ ઈલ્લત-માલુલ  નો કાયદોજ કામ કરે છે.

Similar Posts

  • The Woeful Travelista

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.  [/otw_shortcode_info_box] If you are a woeful Travelista with cancelled holiday plans and rescheduled flights for the year 2020, chances are 2021 may not be…

  • Chastity Is The Complement Of Womanly Virtues

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] . Thou hast kindled the spark of mercy, O merciful God, in human hearts to succour Thy poor whom old age has disabled to work and chronic disease…

  • શાહનામાની સુંદરીઓ

    જાલેજરની બાનુ રોદાબે છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો અને સઘળી ચીજો તેનાથી કિમતી બની. અગર જો જહાનમાં જોડું ન હતે તો શક્તિ છૂપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન…

  • Tata Projects To Build New Parliament Building

    On 16th September, 2020, Tata Projects Limited won the bid to construct the new Parliament building – a part of the Central Vista Redevelopment Project, in the nation’s capital. It will be constructed at a cost of ₹ 861.90 crore, as per officials. The Tatas beat Larsen and Toubro, who had submitted a bid of ₹ 865 crore. The Central…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    14th March – 20th March, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે જે પણ કામ કરશો તેમાં બીજાની મદદની જરૂર નહીં પડે. નાની મુસાફરી કરી મનને આનંદ થશે. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. થોડી મહેનતથી વધુ મેળવી…

  • જસ્ટિસ શાહરૂખ કાથાવાલા નિવૃત્ત

    આપણા સમુદાય અને ભારતીય ન્યાયતંત્રના ગૌરવ જસ્ટિસ શાહરૂખ જીમી કાથાવાલા 23મી માર્ચ, 2022 ના રોજ, બોમ્બે હાઈકોર્ટના ખૂબ જ આદરણીય ન્યાયાધીશ તરીકે 14 વર્ષ સુધી સેવા આપ્યા પછી નિવૃત્ત થયા છે. ઓફિસમાં તેમના અંતિમ દિવસની પૂર્વસંધ્યાએ, તેમણે બોમ્બે બાર એસોસિએશન (બીબીએ) તેમજ એડવોકેટ્સ એસોસિએશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા (એએડબલ્યુઆઈ) દ્વારા આયોજિત વિદાય લીધી, જેમાં હાઈકોર્ટના ન્યાયાધીશો,…